Select Page

દેણપની બે સંસ્થાઓમાં ભાજપ સમર્થિત પેનલનો વિજય

નાગરિક ધિરાણ તથા સેવા સહકારી મંડળીમાં વિધાનસભાની ચુંટણી જેવો રસાકસીભર્યો જંગ ખેલાયો

વિસનગર તાલુકાના દેણપ ગામમાં શ્રી દેણપ નાગરિક ધિરાણ કરનારી સહકારી મંડળી લી. તથા શ્રી દેણપ સેવા સહકારી મંડળી લી.ની ચુંટણી યોજાઈ હતી. બન્ને સંસ્થામાં સામ સામે પેનલ ટકરાતા વિધાનસભાની ચુંટણી જેવો રસાકસીભર્યો જંગ જોવા મળ્યો હતો. જેમાં બન્ને સંસ્થામાં ભાજપ સમર્થિત પેનલનો જંગી મતોની સરસાઈથી વિજય થયો હતો.
વિસનગર તાલુકાના દેણપ ગામમાં બે સંસ્થાઓની ચુંટણીના કારણે વિધાનસભાની ચુંટણી પહેલાજ વિધાનસભાની ચુંટણી જેવો માહોલ જોવા મળ્યો હતો. દેણપ નાગરિક ધિરાણ કરનારી સહકારી મંડળી લી. તથા દેણપ સેવા સહકારી મંડળી લી.માં વિસનગરના ધારાસભ્ય તથા કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલના માર્ગદર્શનમાં તાલુકા પંચાયતના ભાજપના ડેલીગેટ વિષ્ણુભાઈ પટેલ, તાલુકા સંઘના ડીરેક્ટર તેમજ દેણપ દૂધ મંડળીના પ્રમુખ જશુભાઈ ગંગારામ પટેલના સહયોગથી ભાજપ સમર્થિત પેનલ સામે ગામના મહેન્દ્રભાઈ પી.પટેલની પેનલ ટકરાઈ હતી. બન્ને સંસ્થાની ચુંટણીમાં ભાજપે ગામમાં વિસ્તાર વાઈઝ બબ્બે પરાઓની ભેગી જંગી સભાઓ કરી હતી. જેના પરિણામે બન્ને સંસ્થામાં ભાજપ સમર્થિત પેનલનો જંગી મતથી વિજય થયો હતો.
દેણપ નાગરિક ધિરાણ સહકારી મંડળીના વ્યવસ્થાપક કમિટિના ૧૭ સભ્યોની ચુંટણી તા.૧૮-૬-૨૦૨૨ ને શનિવારના રોજ સંસ્થાના મકાનમાં યોજાઈ હતી. જેમાં ૮૯૭ સભાસદમાં ૫૦૫ નુ વોટીંગ થયુ હતુ. ભાજપ સમર્થિત પેનલના બે મહિલા સભ્ય મણીબેન રમણભાઈ પટેલ તથા શારદાબેન પ્રવિણભાઈ પટેલ તેમજ અનુ.જાતિ અનામતમાં ચક્રવતી જયંતભાઈ નરસિંહભાઈ બીનહરિફ થયા હતા. જ્યારે રસાકસીભર્યા ચુંટણી જંગમાં ભાજપ સમર્થિત પેનલના પટેલ ઈશ્વરભાઈ જેઠાભાઈ ગુંજીયા, પટેલ કનુભાઈ મણીલાલ પંખીયા, પટેલ કાનજીભાઈ સેધાભાઈ ભુણાયા, પ્રજાપતિ કૌશીકકુમાર સોમાભાઈ, પટેલ ગીરીશભાઈ લક્ષ્મણભાઈ છાબલીયા, પટેલ ચતુરભાઈ મગનભાઈ ગામી, પટેલ જીતેન્દ્રકુમાર નરોત્તમભાઈ જેસલોત, પટેલ દિનેશભાઈ મણીલાલ ગામી, પટેલ પોપટભાઈ રેવાભાઈ માઢવાળા, પટેલ પ્રભુરામ મગનભાઈ ભુણાયા, પટેલ ભરતભાઈ અંબારામ ઈયાસરી, પટેલ મુકેશભાઈ ભુદરભાઈ સવાળીયા, પટેલ વિષ્ણુભાઈ ગંગારામ નાગરીયા તથા પટેલ સતિષભાઈ હરગોવિંદભાઈ જેસલોત એમ ૧૪ ઉમેદવારો જંગી મતોથી વિજયી થયા હતા.
દેણપ સેવા સહકારી મંડળી લી.ના વ્યવસ્થાપક કમિટિના ૧૩ સભ્યોની ચુંટણી તા.૨૬-૬-૨૦૨૨ ને રવિવારના રોજ ગામના ઉમા કોમ્યુનિટી હૉલમાં યોજાઈ હતી. જેમાં ૧૯૩૩ સભાસદમાંથી ૧૨૫૭ નુ વોટીંગ થયુ હતુ. જેમાં પુરુષ ઉમેદવારોનુ બેલેટ, સ્ત્રી ઉમેદવારોનું બેલેટ તથા અનુસુચિત જાતિના ઉમેદવારનુ બેલેટ એમ ત્રણ અલગ અલગ બેલેટ હતા. મતદાનની આવી જટીલ પ્રક્રિયા હોવા છતા ભાજપ સમર્થિત પેનલના પટેલ ચંદ્રકાન્તભાઈ વિઠ્ઠલભાઈ કાનજીભાઈ માઢવાળા, પટેલ જશવંતભાઈ કચરાભાઈ કાનજીભાઈ માઢવાળા, પટેલ દશરથભાઈ ઈશ્વરભાઈ ભાઈચંદભાઈ છાબલીયા, પટેલ દિલીપભાઈ ભુદરભાઈ ગુલાબચંદ ભુણાયા, પટેલ દિનેશભાઈ કાન્તીભાઈ શંકરભાઈ જેસલોત, પટેલ નટવરભાઈ દ્વારકાભાઈ જીવરામભાઈ ઈયાસરા, પ્રજાપતિ પ્રહલાદભાઈ બબાભાઈ વિરાભાઈ, પટેલ પ્રવિણભાઈ શંકરભાઈ બેચરભાઈ ગુંજીયા, પટેલ બાબુભાઈ શંકરભાઈ ગુલાબચંદ પંખીયા, પટેલ રમેશભાઈ કેશવલાલ ગોપાળભાઈ પંખીયા, પટેલ કપીલાબેન બાબુભાઈ શંકરભાઈ હરગોવનભાઈ નગરીયા, પટેલ બબીબેન રમણભાઈ મનોરભાઈ ઈયાસરીયા તથા સોલંકી રમેશભાઈ પ્રેમજીભાઈ ગણેશભાઈ એમ ૧૩ ઉમેદવારોનો જંગી મતોથી વિજય થયો હતો.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us