Select Page

વિસનગરમાં ૧,૮૫,૦૦૦ ના ટાર્ગેટ માટે રોજ ૪૦૦૦ ડોઝ જરૂરી

વિસનગરમાં ૧,૮૫,૦૦૦ ના ટાર્ગેટ માટે રોજ ૪૦૦૦ ડોઝ જરૂરી

૭૫ દિવસના વેક્સીન અભિયાનમાં ૫૪ વર્કિંગ ડે

કોરોના સામે રક્ષણ મેળવવા પ્રિકોશન ડોઝ લેવા માટે લોકો જાગૃત થયા છે. ૭૫ દિવસના વેક્સીનેશન અભિયાનમાં વિસનગર શહેર અને તાલુકામાં લોકો ઉત્સાહ દાખવી રહ્યા છે. ત્યારે આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલના તાલુકામાં આરોગ્ય વિભાગ દ્વારા પુરતા ડોઝ નહી આપવામાં આવતા વેક્સીન સેન્ટરો ઉપર ધક્કા ખાઈ રહ્યા છે. ૭૫ દિવસનુ ભલે અભિયાન હોય પરંતુ વિસનગરમાં ૧,૮૫,૦૦૦ ના ટાર્ગેટ માટે ૫૪ વર્કિંગ દિવસ છે. રોજના ૪૦૦૦ ઉપરાંત્ત ડોઝ આપવામાં આવે ત્યારે ટાર્ગેટ પૂર્ણ થશે.
કોરોનાની બીજી લહેરની ભયાનકતા જોયા બાદ લોકો વેક્સીન લેવા માટે જાગૃત થયા છે. વિસનગર શહેર અને તાલુકામાંથી કુલ ૧,૮૫,૦૦૦ લોકોએ પ્રથમ અને બીજો વેક્સીનનો ડોઝ લીધો છે. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ૧૮ વર્ષની ઉપરના તમામ લોકોને વિનામુલ્યે બુસ્ટર ડોઝ આપવાની જાહેરાત કરી છે. કોરોના સામે રક્ષણ મેળવવા વેક્સીન અસરકારક હોઈ બુસ્ટર ડોઝ લેવા માટે આરોગ્ય સેન્ટરો ઉપર ઘસારો જોવા મળી રહ્યો છે. પરંતુ વેક્સીનના પુરતા ડોઝ નહી હોવાથી લોકો વેક્સીન વગર પરત ફરી રહ્યા છે. જાણવા મળ્યા પ્રમાણે વિસનગરમાં વેક્સીનેશન અભિયાન તા.૨૦-૭ થી શરૂ થયુ. ત્યારે તા.૨૦-૭ અને તા.૨૧-૭ એમ બે દિવસમાં ૪૦૦૦ જેટલા બુસ્ટર ડોઝ આપવામાં આવ્યા છે. આવીજ પરિસ્થિતિ રહેશે તો શહેર અને તાલુકામાંથી ઘણા લોકો બુસ્ટર ડોઝના લાભથી વંચીત રહેશે.

આરોગ્ય મંત્રીના તાલુકામાં વેક્સીનના ડોઝ પુરા નહી મળતા લોકો ધક્કા ખાઈ રહ્યા છે

નિઃશુલ્ક વેક્સીનેશન અભિયાન તા.૧૫-૭ થી શરૂ થયુ ત્યારે આ અભિયાનની જાહેરાતના પાંચ દિવસ પછી વિસનગરમાં તા.૨૦-૭ થી વેક્સીન આપવાનુ શરૂ થયુ. બુસ્ટર ડોઝ માટે ૭૫ દિવસ આપવામાં આવ્યા છે. ત્યારે જુલાઈ મહિનામાં ૩ રવિવાર અને ૧ ચોથો શનિવાર, ઓગષ્ટ મહિનામાં ૪ રવિવાર અને બે બીજો-ચોથો શનિવાર, અને સપ્ટેમ્બર મહિનામાં ૪ રવિવાર અને બે બીજો ચોથો શનિવારની રજા તેમજ ઓગષ્ટ માસમાં તા.૯-૮ મોહરમ, તા.૧૧-૮ રક્ષાબંધન, તા.૧૫-૮ સ્વાતંત્ર્ય દિન, તા.૧૯-૮ જન્માષ્ટમી તથા તા.૩૧-૮ ગણેશચતુર્થીની પાંચ જાહેર રજા બાદ કરવામાં આવે તો તા.૧૫-૭ થી ૨૭-૯ સુધીના ૭૫ દિવસમાં ૨૧ રજાના દિવસો આવે છે. બુસ્ટર ડોઝ આપવાના ફક્ત ૫૪ વર્કિંગ ડે છે. આમ રોજના ૪૦૦૦ ઉપરાંત્ત બુસ્ટર ડોઝ આપવામાં આવે ત્યારે વિસનગરમાં ૧,૮૫,૦૦૦ નો ટાર્ગેટ એચીવ કરી શકાય. પરંતુ સરકાર દ્વારા જાહેરાતો મોટી કરવામાં આવે છે. જ્યારે વેક્સીનના પુરતા ડોઝ આપવામાં આવતા નથી. લોકો વેક્સીન લેવા માટે ઉત્સાહ દાખવી રહ્યા છે. જ્યારે વેક્સીનના ડોઝ ખલાસ થઈ જતા વેક્સીન લીધા વગર પરત ફરી રહ્યા છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts