Select Page

કોરોનાની ચોથી લહેરથી સાથે મંકીપોક્સ આવી રહ્યો છે-સાવચેત રહો

કોરોનાની ચોથી લહેરથી સાથે મંકીપોક્સ આવી રહ્યો છે-સાવચેત રહો

તંત્રી સ્થાનેથી…

કોરોનાની ચોથી લહેર વિષે વારંવાર સંકેતો, ચેતવણીઓ મળ્યા કરે છે. નવો રોગ મંકીપોક્સનો ડર પેદા કરી રહ્યો છે. કોરોનાની સાથે મંકીપોક્સ નામના રોગે દેખાડો દીધો છે. જે કોરોનાની જેમ કેરાલાથી બે કેસ મળ્યા છે. ચોથી લહેરમાં તથા મંકીપોક્સ રોગથી લોકો ગભરાયા છે. પણ તેના માટે કોઈ સાવચેતી લેવાતી નથી. એનુું કારણ છે ત્રીજી લહેર બહુ ઘાતક રહી નહતી. ચોથી લહેરના કોરોના અને મંકીપોક્સ રોગના ચિન્હો કેટલા ઘાતક છે તેવું કહી શકાતુ નથી. કોરોના કાળે આખી દુનિયાને બદલી નાંખી છે. તે અંગે જાત જાતના વિચિત્ર વિચિત્ર કિસ્સાઓ અવારનવાર સમાચારોમાં પ્રગટ થતા રહ્યા હતા. જેણે બે ડોઝ અને બુસ્ટર ડોઝ લીધા છે તેમને ચોથી લહેરનો કોરોના અને મંકીપોક્સ થઈ શકે છે. એના માટે કોરોનાના જેવીજ સાવચેતી રાખવી પડશે. બે ગજનું અંતર રાખો, માસ્ક પહેરો, તાવ આવે તો તુરતજ દવાઓ લઈ લો, સેનેટાઈઝર વાપરો, હાથ ધુઓ અને સ્વચ્છતા જાળવો. આ ઘટના ક્રમ પાછો આવી શકે છે. અત્યારે લોકો કોરોનાને ભૂલી ગયા છે. બીજુ બાજુ કોરોના અને મંકીપોક્સ હુમલો કરવાની તૈયારીમાં છે. હજુ પણ લોકો જાત-જાતના મેળવડામાં જાય છે. રથયાત્રામાં પણ હજ્જારો લોકો ભેગા થયા હતા. તે વખતે પણ સરકાર દ્વારા ચેતવણી ઉચ્ચારાઈ હતી કે સતત ગાઈડલાઈનનું પાલન કરો પરંતુ હજુ પણ બેપરવાહી દેખાય છે. ઘણા લોકો કોરોના છે જ નહિ તેમ માની માસ્ક પહેર્યા વિના ફરતા નજરે પડે છે. એટલું જ નહિ માસ્ક ધારણ કર્યુ હોય તેને એમ કહેનારા લોકો મળે છે કે શું હજુ પણ કોરોના છે?, કોરોના ગયો નથી? તમે જુઓ કોઈના મોં ઉપર માસ્ક છે? શું તમને એકલાનેજ કોરોના થઈ જશે? આવી અનેક દલીલો સાંભળવા મળે છે. હવે ચોથી લહેરના ડાકલા વાગે છે. ત્રીજી લહેરનો અંત આવ્યો છે. તેવા સમાચારો પ્રસિદ્ધ થયા હતા. કોરોના ગયા પછી આડ અસર મૂકી જાય છે. મંકીપોક્સ પણ કોરોનામાંથી ઉદ્‌ભવેલો એક રોગ છે. તેની હજુ સુધી ચોક્કસ રસીની શોધ થઈ નથી. પણ કોરોના જેવી તકેદારીઓ રાખવી જરૂરી છે. ભારતમાં કેરાલામાં મંકીપોક્સના બે કેસ મળ્યા છે. કેરાલામાં જે બે મંકીપોક્સના દર્દીઓ મળ્યા છે. તે દર્દી સંયુક્ત આરબ અમીરાતથી આવ્યા હતા. એટલે એના માટે નજરંદાજ કરવું ભૂલ ભરેલુ છે. જાન્યુઆરી ૨૦૨૦ માં પ્રથમ કોરોનાનો કેસ કેરળથી મળ્યો હતો. તે પછી આખા ભારતમાં કોરોના ફેલાયો હતો. દક્ષિણ ભારતમાં વિદેશ જનારાનો સિલસિલો વધુ છે. કોરોના ઉપરથી બોધપાઠ લઈ મંકીપોક્સના બે દર્દીઓ ઉપર ધ્યાન રાખવામાં આવી રહ્યુ છે. બ્રીટન, ફ્રાન્સ, જર્મની, સ્પેન, ઓસ્ટ્રેલીયા વિગેરે દેશોમાં મંકીપોક્સના દર્દીઓ મળ્યા છે. મંકીપોક્સથી બચવા માટે કોરોનાની જ ગાઈડલાન કારગત છે. મંકીપોક્સ વાંદરા અને બીજા જંગલી જાનવરોથી ફેલાતો રોગ છે. આ વાયરસ પ્રથમવાર ૧૯૫૮ માં મધ્ય પશ્ચિમ આફ્રિકાના જંગલના વાંદરાઓમાં જોવા મળ્યો હતો. માણસોમાં ૧૯૭૦ માં જોવા મળ્યો હતો. ભારતમાં મંકીપોક્સના બે કેસ નોંધાયા બાદ ઉર્ૐં એ તેની ગંભીરતા લીધી છે. વૈજ્ઞાનિકોને આ રોગ માટે ચોક્કસ માહિતી નથી અને તેની રસી પણ શોધાઈ નથી. વર્ષો પહેલાં અછબડાના રોગની રસી આપવામાં આવતી હતી તે રસી બંધ થયા પછી માણસો મંકીપોક્સના સકંજામાં આવતા થયા છે. જોકે મંકીપોક્સ ઘાતક નથી પણ સાવચેત રહેવું એ જરૂરી છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us