Select Page

ખેરાલુ તાલુકા પંચાયતમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ વધુ રાજીનામાની શક્યતા

ખેરાલુ તાલુકા પંચાયતમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ વધુ રાજીનામાની શક્યતા

ભાજપની ત્રણ મહિલા ડેલીગેટોના રાજીનામા, વધુની શક્યતા

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા અગાઉ જાહેર કરાયુ હતુ કે સમગ્ર ભારત દેશમાં મહિલા સશક્તિકરણ માટે દેશ આગળ આવે, પરંતુ કોઈ સાંભળવા તૈયાર જ નથી. વડાપ્રધાનનો મુખ્ય હેતુ જોઈએ તો પૃથ્વી ઉપર કુદરતની રચના પ્રમાણે સ્ત્રી અને પુરુષો પ૦% – પ૦% સરખા પ્રમાણમાં હોય વિકસીત દેશોમાં સ્ત્રી શક્તિકરણના ભાગરૂપે સ્ત્રીઓનો સરખો હિસ્સો હોય છે. જેમા ઘરકામ હોય, ધંધા રોજગાર કે શિક્ષણ ક્ષેત્રે તમામ ક્ષેત્રે સ્ત્રી સમોવડી ગણાય છે ત્યાં સ્ત્રી અબળા ગણાતી નથી. ભારતીય સંસ્કૃતિએ પુરુષ પ્રધાન સંસ્કૃતિ છે. આવી પુરુષ પ્રધાન સંસ્કૃતિમાં સ્ત્રીઓ સરખા હિસ્સે ભાગીદાર થાય તો વહીવટમાં કેમ નહી ? તેવુ સમજી પુર્વ વડાપ્રધાન સ્વ. રાજીવગાંધીએ ૩૩% સ્ત્રી અનામત લાવ્યા હતા જેને અગાળ વધારી પુર્વ મુખ્યમંત્રી આંનદીબેન પટેલ પ૦% સ્ત્રી અનામત લાવ્યા હતા. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમા ગામનો વહીવટ ગામમાં, તાલુકાનો વહીવટ તાલુકામાં, જિલ્લાનો વહીવટ જિલ્લામાં અનેરાજ્યનો વહીવટ રાજ્યમાં તે મુખ્ય ઉદેશ છે. જેથી સરપંચ સભ્યો, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગર પાલિકા અને મહાનગર પાલિકામાં સરખા હિસ્સે સ્ત્રી શસક્તિકરણના ભાગ રૂપે મહિલાઓને સ્થાન મળ્યુ. પરંતુ પુરુષ પ્રધાન સમાજની માનસિક્તા છે તેમા સ્ત્રીઓમાં પતિ જ વહીવટ કરે છે. જેથી રાજકીય પક્ષો કોઈની બેન કોઈની દિકરી, કોઈની પત્નિ તરીકે ટીકીટો ફાળવે છે. ફરજીયાત મહિલા ચુંટાઈ જાય તે પછી નેતાઓ મહિલાના નામે વહીવટો પુરૂષો કરે છે. નરેન્દ્રભાઈ મોદીનું પણ સ્વપ્ન છે કે સ્ત્રીઓ પુરુષો સમોવડી બને, અને વહીવટમાં ભાગીદાર થાય, પુરુષો એવા ભ્રમમાં રાચતા હોય છે કે સ્ત્રી અબળા છે તેને વહીવટ કરતા ન આવડે પરંતુ સ્ત્રીઓ પુરુષો કરતા પણ સારો, સ્વચ્છ અને પારદર્શક વહીવટ કરી જ શકે છે. જેનું ઉત્તમ ઉદાહરણ પુર્વ રાષ્ટ્રપતિ પ્રતિભાબેન પાટીલા, પુર્વ સાંસદ સુષ્માસ્વરાજ, પુર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, સુ.શ્રી. માયાવતી, મમતાબેનરજી અને સૌથી મોટુ ઉદાહરણ પુર્વ વડાપ્રધાન ઈન્દીરા ગાંધી છે. ગુજરાતમાં તલાટી, પોલીસ, પંચાયત, સહાયક, કલાર્કમાં મહિલાઓ સેવા આપે છે. મલ્ટી નેશનલ કંપનીઓ મહિલાઓને વધારે પ્રાધાન્ય આપે છે. કારણ કે મહિલાની રજા ઓછી હોય, રખડવાનું મહિલાને ના ગામે, વ્યસન મહિલા કરે નહી, કસ્ટમકેરમાં મહીલાઓ જ હોય છે. આ બધા જ ફાયદા સ્ત્રીઓના હિસાબે મળ્યા જ છે. વડાપ્રધાન હંમેશા એસ.પી.(સદસ્ય-પતિ) ઓને વહીવટથી દૂર રહેવા જણાવ્યુ છે. પરંતુ વડાપ્રધાનની સલાહ ખેરાલુ તાલુકા – પંચાયત પ્રમુખ પતિ સાંભળવા તૈયાર નથી જેના કારણે ખેરાલુ તાલુકામાં ભાજપની આબરૂ દાવ ઉપર લાગી છે. છતા જિલ્લા ભાજપ પ્રમુખ રાજકીય પ્રેશરમાં કોઈ નિર્ણય લઈ શકતા નથી.

• પ્રમુખ પતિ વિરુધ્ધ ભ્રષ્ટાચાર અને ચારિત્ર વિશે રજુઆત કરતા મનિષાકુમારી પ્રજાપતિ (ગોરીસણા)
• પ્રમુખપતિ વહીવટ કરી વ્યાપક ભ્રષ્ટાચાર કરે છે- બબુબેન ચૌધરી (ચાણસોલ)
• પ્રમુખપતિ ભ્રષ્ટાચાર અને ચારિત્ર બાબતે ખરાબ છે. તાલુકા ભાજપ પ્રમુખ જ્ઞાતિવાત છાવરે છે. -વસુબેન ઠાકોર (ડભોડા)
• જિલ્લા ભાજપ પ્રમુખ સમક્ષ સવા સવા વર્ષની ફોરમ્યુલા નક્કી થઈ અને હવે વિધાનસભાનું બહાનું બતાવાય છે- ભુપતજી ઠાકોર (ડભોડા)

ખેરાલુ તાલુકા પંચાયતમાં ત્રણ મહિલા સભ્યોએ પ્રમુખ પતિ ઉપર આક્ષેપો કરી ખુલ્લા પત્રો સોશિયલ મિડીયામા ફરતા કર્યા છે. જૈ પૈકી તાલુકા પંચાયતના ન્યાય સમિતિના ચેરમેન મનિષાકુમારી અમિતકુમારી પ્રજાપતિએ તાલુકા વિકાસ અધિકારીને રાજીનામાનો પત્ર મોકલ્યો છે. જેમા આક્ષેપ સાથે જણાવ્યુ છે કે તાલુકા પંચાયતના પ્રમુખ પતિ વહીવટ કરે છે. કોઈને ગણતા નથી પ્રમુખ ભ્રષ્ટાચારી અને ચારિત્રના ખરાબ હોઈ નશાની હાલતમાં ઘરે જઈને અભદ્ર વર્તન કર્યુ છે. મહિલાનો સમાજમાં માન મોભો ન જળવાતા રાજીનામું આપ્યુ છે. તાલુકા પંચાયતના ચાણસોલ સીટના સભ્ય બબુબેન ભરતભાઈ ચૌધરીએ રાજીનામા પત્રમાં જણાવ્યુ છે કે પ્રમુખ પતિ જસુભાઈ પોતે વહીવટ કરે છે. ખુલ્લે આમ ભ્રષ્ટાચાર કરે છે. એક તરફી સાશન ચલાવે છે. રજુઆત સાંભળતા નથી. જેથી રાજીનામું આપ્યુ છે. ડભોડા-૧ ના મહિલા સભ્ય વસુબેન ભુપતસિંહ ઠાકોરે રાજીનામા પત્રમાં જણાવ્યુ છેકે તાલુકા પંચાયત પ્રમુખપતિ વહીવટ કરે છે તેઓ ભ્રષ્ટાચાર તથા ચારિત્રના ખરાબ હોઈ માન મોભો ઈજ્જત જળવાતુ નથી. ભાજપ સંગઠન પ્રમુખ પરથીભાઈ ચૌધરી જાતિવાદના કારણે રજુઆતો ધ્યાનમાં લેતા નથી. અને કહે છેકે, પ્રમુખનો પતિ વહીવટ કરશે હું તેની સાથે છું. તમારે સંગઠનનુ સાંભળવું ન હોય તો રાજીનામું આપી દો તેમ પત્રમાં લખી રાજીનામું આપ્યુ છે.
ઉપરોક્ત રાજીનામા બાબતે ખેરાલુ તાલુકા ભાજપ પ્રમુખ પરથીભાઈ ચૌધરીએ જણાવ્યુ હતુ કે મારી ઉપર ખોટા આક્ષેપો કરે છે. પ્રમુખ તરીકે મારી કોઈનું રાજીનામું લેવાની સત્તા નથી. ગ્રાન્ટની વહેચણી બાબતે વિવાદ થતા ખેરાલુ તાલુકા પંચાયતની તમામ ગ્રાન્ટ રદ કરી દીધી છે. આ બાબતે ધારાસભ્ય અજમલજી ઠાકોરે જણાવ્યું હતુ કે ખેરાલુ તાલુકા પંચાયતમાં ૧૮ સીટો આવેલી છે. જેમા ભાજપના હારેલા- અને જીતેલા તમામ ડેલીગેટોને સરખા ભાગે ગ્રાન્ટ વહેચવા સુચના આપી છે. જિલ્લા પંચાયતમાં દરખાસ્ત કરાયેલી ગ્રાન્ટ રદ કરવા પ્રભારી તથા જિલ્લા ભાજપ મહામંત્રી ભગાજી ઠાકોરે જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન અવચળભાઈ ચૌધરીને સુચના આપી છે. હવે કોઈ વિવાદ નથી.
આ બાબતે ડભોડા સરપંચ ભુપતસિહ ઠાકોરે જણાવ્યુ હતુ કે આવા જ આક્ષેપો સાથે ગત ફેબ્રુઆરીમાં વિવાદ થતા રાજીનામું આપ્યુ હતુ. તે બાબતે યોગ્ય નિર્ણય ન લેવાતા બજેટ બેઠક ના મંજુર થઈ હતી તે સમયે જિલ્લા ભાજપ પ્રમુખે કોરા લેટરપેડ ઉપર તાલુકા પંચાયત પ્રમુખનું રાજીનામું લઈ લીધું હતુ. અને સવા-સવા વર્ષની ફોરમ્યુલા નક્કી થઈ હતી. ૧પ-જુનના રોજ સવાવર્ષ પુર્ણ થયા છતા પ્રમુખનું રાજીનામુ ન લેતા આ ત્રણ સભ્યોએ રાજીનામું આપ્યુ છે અને જો યોગ્ય નિર્ણય મોવડી મંડળ નહી લેતો બીજા ત્રણ રાજીનામા પડશે તે નક્કી જ છે. ખેરાલુ તાલુકા પંચાયતમાં ભારેલા અગ્ની જેવી સ્થિતિ છે ગમે ત્યારે ગમે તે બની શકે છે.


BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us