Select Page

ખેરાલુ તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન અધ્ધર શ્વાસે

ખેરાલુ તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન અધ્ધર શ્વાસે

તાલુકા પંચાયતનુ કોકડુ ઉકેલતા જીલ્લા મહામંત્રી ભગાજી ઠાકોર

ખેરાલુ તાલુકા પંચાયતના પ્રમુખ પતિ જશુભાઈ ચૌધરી ઉપર મહિલા સાથે બિભીત્સ વર્તન, ભ્રષ્ટાચાર અને વ્યસન બાબતના સીધા આક્ષેપો કરી ભાજપની ત્રણ મહિલાઓએ રાજીનામા આપી દેતા ખેરાલુ તાલુકા પંચાયતમાં ભાજપ પાસેથી સત્તા જાય તેવુ લાગતા મોડે મોડે ભાજપનુ મોવડી મંડળ જાગ્યુ હતુ. અંતે ધારાસભ્ય અજમલજી ઠાકોર, તાલુકા ભાજપ પ્રમુખ પરથીભાઈ ચૌધરી અને જીલ્લા ભાજપ મહામંત્રી ભગાજી ઠાકોરે તાલુકા પંંચાયતની કારોબારીના દિવસે તમામ સભ્યોને સાંભળવા બોલાવ્યા હતા. જેમાં તાલુકા પંચાયત પ્રમુખ પાસે માત્ર બે સભ્યો હતા. જ્યારે બાકીના તમામ પ્રમુખ વિરૂધ્ધ હોવાથી પ્રમુખનુ રાજીનામું લેવા બાબતે જીલ્લા ભાજપ પ્રમુખ જે નિર્ણય કરે તે માન્ય રાખવા તમામ સભ્યો સંમત થતા તાલુકા પંચાયત કારોબારી સમિતીની મિટીંગ ગણત્રીના સમયમાં પુર્ણ થઈ હતી.
ખેરાલુ તાલુકા પંચાયત પ્રમુખને બચાવવા તાલુકા ભાજપના ગણ્યા ગાઠ્યા બે- ત્રણ ચૌધરી સમાજના આગેવાનો સિવાય તમામ આગેવાનો પ્રયત્નો કરતા હતા. ત્યારે ઠાકોર સમાજ અને ઈત્તર સમાજમાં ચર્ચા હતી કે, ચૌધરી સમાજના વ્યક્તિ પાસે હોદ્દો હોય તેનો પતી વ્યસન કરે તો ચાલે,ભ્રષ્ટાચાર કરે તો ચાલે અને મહિલાઓ સાથે દુર વ્યવહાર કરે તો પણ ચાલે પણ સત્તા જવી ન જોઈએ. ખરેખર નિતીમત્તા નામની કોઈ ચિજ વસ્તુ છે કે નહી. ખેરાલુ તાલુકા પંચાયત પ્રમુખ અસ્મીતાબેન ચૌધરી વિરૂધ્ધમાં કોઈ ચર્ચા પણ કરતુ નથી. પરંતુ તેમના પતિની જો હુકમી બાબતે તાલુકા પંચાયતના સભ્યોએ તેનો વિરોધ કર્યા પછી ભાજપે કાર્યવાહી કરી તેવું કાર્યકરોમાં ચર્ચાય છે.
જીલ્લા મોવડી મંડળ પણ આ બાબતે એટલુ જ જવાબદાર છે. અગાઉ માર્ચ મહિનાનુ બજેટ પસાર ન થયુ ત્યારે જીલ્લા મોવડી મંડળે સમાધાન કર્યુ હતુ કે, સવા વર્ષ પછી પ્રમુખ પદ બદલી નાંખવામા આવશે. ત્યારે ખેરાલુ તાલુકા ભાજપના આગેવાનો દ્વારા જીલ્લા મોવડી મંડળને ગેરમાર્ગે દોરી ૧૫ જૂન નો રોજ તાલુકા પંચાયત પ્રમુખનું રાજીનામુ લેવાનુ હતુ તે લેવા ન દીધુ. મોવડી મંડળ પાસે કોરો લેટરપેડ સહિ કરેલો પડ્યો હતો તો પછી કેમ સમયસર રાજીનામું ન લીધુ. ખેરાલુ તાલુકા ભાજપના આગેવાનો દ્વારા મોવડી મંડળને ગેરમાર્ગે દોર્યુ કે અસ્મીતાબેન ચૌધરીનું રાજીનામુ લેવાશે તો વિધાનસભામાં અસર થશે અને ભાજપના વોટ ઘટશે. ભગાજી ઠાકોર અગાઉ આવ્યા ત્યારે રાજીનામુ લેવાના મુડમા ન હોતા જેથી છ સભ્યોની સહીવાળો લેટર ભગાજીને આપ્યો ત્યારે ઉપર છલ્લો વાંચીને ખીસ્સામાં મુકી દીધો.
હવે જોકે સમાધાન થઈ ગયુ છે. ત્રણે સભ્યોના રાજીનામા કારોબારીમાં પેન્ડીંગ કરી દેવાયા છે. તમામ સભ્યોને સાંભળ્યા જેમાં કેટલાક સભ્યો એવુ કહેતા હતા કે, પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનનું રાજીનામું લઈ લો અને કેટલાક સભ્યો માત્ર પ્રમુખનુ રાજીનામું લઈ લેવાનુ કહેતા હતા. ત્યારે ભગાજી ઠાકોરે તમામ સભ્યોનુ સમાધાન કરાવી કહ્યુ કે, જીલ્લા મોવડી મંડળ બે- ત્રણ દિવસમા નિર્ણય જણાવશે.
પ્રમુખનુ રાજીનામું આવે તે પછી રાજીનામું મંજુર કરવા ખેરાલુ તાલુકા પંચાયતની જનરલ મિટીંગ બોલાવવી પડે. જનરલ મિટીંગમા રાજીનામુ મંજુર થાય તે પછી તાલુકા વિકાસ અધિકારી રાજીનામાની દરખાસ્ત બનાવી જીલ્લા વિકાસ અધિકારીને મોકલે. જીલ્લા વિકાસ અધિકારી રાજીનામું મંજુર કરે તે પછી ફરીથી પ્રમુખ કે ઉપપ્રમુખની ચુંટણીનુ જાહેરનામું પડે આમ તાલુકા પંચાયતની સામાન્ય સભા (જનરલ મિટીંગ)માં રાજીનામું મંજુર થાય તે પછી ૧૫ થી ૩૦ દિવસમાં નવા પ્રમુખની વરણી થાય તેમ છે અને છેલ્લે ત્રણ સભ્યોના રાજીનામા પડ્યા ત્યારે ભાજપના આગેવાનો એવુ જણાવતા હતા કે. ગ્રાન્ટ વહેચણીનો હોબાળો છે જેથી જીલ્લા આરોગ્ય સમિતીના ચેરમેન ૧ કરોડ ઉપરાંતની ગ્રાન્ટની દરખાસ્ત ના મંજુર કરવા લેટર લખીને આપી દીધો છે. પરંતુ બિન સત્તાવાર રીતે જાણવા મળ્યુ છે કે, ગ્રાન્ટ મંજુર થઈ ગઈ છે. આગામી સમયમાં આવેલી ૫૫ લાખની ગ્રાન્ટમાં જે સભ્યોને ઓછી ગ્રાન્ટ મળી હોય તેને વધુ ગ્રાન્ટ મળશે. જે હોય તે પણ આગામી એક- બે દિસવમાં પ્રમુખને રાજીનામું આપવુ પડશે તે નક્કી થઈ ગયુ છે. જોઈએ હવે ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનનુ શું થાય છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us