Select Page

આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં
સુપોષણ શિશુ મિશન-કુપોષણ મુક્ત અભિયાનનો પ્રારંભ

જીલ્લા આરોગ્ય તંત્ર, મહેસાણા દ્વારા જીલ્લામાં આરોગ્યની સેવાઓ વધુ સુદ્રઢ બને તે હેતુથી તા.રર-૭-ર૦રરના રોજ વિસનગર રોટરી ભવન હોલ ખાતે સુપોષણ શિશુ મિશન, કુપોષણ મુક્ત અભિયાન કાર્યક્રમનો આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ.ઓમપ્રકાશ (IAS) દ્વારા શુભારંભ કરવામા આવેલ.
જિલ્લા આરોગ્ય તંત્ર મહેસાણા અને આરોગ્ય વિભાગની બહેનો દ્વારા નવજાત શિશુઓને દત્તક લઈ તેઓનો યોગ્ય વિકાસ થાય તેમજ બાળક તંદુરસ્ત બને તે માટે આવા બાળકોનું ધ્યાન રાખવામા આવશે. તેમજ માતાઓનું યોગ્ય ધાવણ મળી રહે, માતાઓનું પણ આરોગ્ય જળવાઈ રહે તે અંતર્ગત કામગીરી કરશે. કાર્યક્રમ દરમ્યાન ડૉ.બિનલબેન પટેલ આયુષ મેડીકલ ઓફીસર દ્વારા માતાઓ અને બાળકોનો વિકાસ, સ્વાસ્થ્ય સારૂ બની રહે તે માટે પ્રેઝન્ટેશનથી માર્ગદર્શન આપવામાં આવ્યુ.
આરોગ્ય મંંત્રી ઋષિકેશભાઈ પટેલ, વિસનગર પાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ.ઓમપ્રકાશ (IAS), તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.કાપડીયા, એે.ડી.એચ.ઓ.ડૉ.ગઢવી, ડી.એમ.ઓ., ડૉ.વિનોદભાઈ પટેલ, ટી.એચ.ઓ.વિસનગર ડૉ.રાજુભાઈ પટેલ અને તેમની ટીમ દ્વારા વિસનગર સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલની મુલાકાત લેવામા આવેલ ત્યારબાદ રોટરીભવન વિસનગર ખાતે કાર્યક્રમનું ઉદઘાટન કરવામા આવ્યુ હતુ.
વિસનગર રોટરી કલબ ખાતેના કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી ડૉ.ઓમપ્રકાશ (IAS) દ્વારા કાર્યક્રમને અનુરૂપ પોતાનું પ્રવચન આપવામા આવેલ. જેમા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા શુપોષિત શિશુ મિશન મહેસાણા કાર્યક્રમની શરૂઆત કરવામા આવી હોવાનું જણાવ્યુ હતુ. નવીન ટેકનોલોજીનો ઉપયોગ કરી મેલેરીયા નિયંત્રણ કાર્યક્રમ કેવી રીતે વધુ સારી રીતે અમલીકરણ થઈ શકે તે માટે મહેસાણા જિલ્લામાં કેસ સ્ટડી પ્રોજેકટની શરૂઆત કરવામા આવી. મલેરીયા નિયંંત્રણ કાર્યક્રમ અંતર્ગત જયાં માનવ સંસાધન પહોચવામાં સક્ષમ નથી તેવી જગ્યાએ ડ્રોન ટેકનોલોજીના માધ્યમથી એરીયા સર્વે કર્યા બાદ દવાનો છંટકાવ કરી પોરાનાશક કામગીરી કરી મેલેરીયા તેમજ મચ્છર જન્ય રોગથી મહેસાણા જિલ્લાને મુક્ત કરી આરોગ્યની સેવાઓ વધુ સારી બનાવી શકાશે. NVBDCP
કાર્યક્રમ અંતર્ગત આ કાર્યક્રમ ગુજરાત રાજ્ય ખાતે પ્રથમ કેસ સ્ટડી કાર્યક્રમ કરવામા આવશે.
આ સાથે સ્વચ્છ ભારત મિશન મહેસાણા અને દ્રષ્ટી ફાઉન્ડેશન ટ્રસ્ટના ઉપક્રમે રોટરી કલબ વિસનગર ખાતે ડી.ડી.પરીખ સ્કુલની કન્યા છાત્રાઓ સાથે મળી માસિક સ્ત્રાવ સ્વચ્છતા સંબધિત માર્ગદર્શન તેમજ તરૂણીઓને સેનેટરી નેપકીન તેમજ હાઈજીન પેડ વિતરણ કરવામા આવ્યા. આ સાથે મહેસાણા જિલ્લા ખાતે એકલાખ સેનેટરી પેડ તેમજ હાઈજીન કીટ વિતરણ કરવામા આવશે. તેમજ એડોસેશન કાર્યક્રમ અંતર્ગત તરૂણીઓને માર્ગદર્શન પુરુ પાડવામા આવશે. જેમા RBSK નોડલ ઓફીસર ડૉ.ખુશ્બુબેન સોલંકીએ પોતાના પ્રેઝન્ટેશન દ્વારા સમજાવવામાં આવ્યુ.
મહેસાણા આરોગ્ય તંત્ર તેમજ આરોગ્ય કચેરી વિસનગર દ્વારા વિસનગર ખાતે ત્રણ પ્રોગ્રામનું અનાવરણ કરવામા આવ્યુ. કાર્યક્રમ દરમ્યાન જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ. ઓમપ્રકાશ (IAS) દ્વારા જણાવવામાં આવ્યુ કે માતા મરણ, બાળ મરણ, મચ્છરજન્ય રોગ તેમજ અન્ય રોગોની સામે લોક રક્ષણ કરવા માટે મહેસાણા આરોગ્યની ટીમ કટીબધ્ધ છે. જયારે આરોગ્ય મંંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવેલ કે બાળકના જન્મથી લઈ સિનિયર સીટીજન સુધી એક પણ આરોગ્યની સેવાથી કોઈ લાભાર્થી વંચિત ન રહે તે માટે ગુજરાત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તેમજ મહેસાણા આરોગ્ય વિભાગ કટિબધ્ધ છે તેમજ છેવાડાના માનવીને ગુજરાત સરકારની આરોગ્યની સેવાઓ મળી રહે તે માટે સતત પ્રયત્નશીલ રહેશે. કાર્યક્રમની પુર્ણાહુતિ તાલુકા આરોગ્ય અધિકારી વિસનગર ડૉ.આર.ડી.પટેલ દ્વારા કરવામા આવેલ તેમજ તેમના જણાવ્યા અનુસાર વિસનગર તાલુકા અને મહેસાણા જિલ્લાની તમામ આરોગ્ય ટીમો આરોગ્યની તમામ સુવિધાઓને જનતા સુધી પહોચાડી માતા મરણ, બાળ મરણનો રેશીયો ઘટાડવામા અગ્રેસર કામગીરી કરશે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us