Select Page

વિસનગર તિરંગા યાત્રામાં નાગરિકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ

સરકાર ‘આઝાદી કા અમૃત મહોત્સવની’ ઉજવણીના ભાગરૂપે તા.૧૩ થી ૧૫ ઓગષ્ટ દરમિયાન ‘હર ઘર તિરંગા’ અભિયાન ઉપાડ્યુ છે. ત્યારે સરકારના આ રાષ્ટ્રવ્યાપી અભિયાનમાં નાગરિકોનો ઉત્સાહ વધારવા માટે કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ વિસનગર શહેર તાલુકા ભાજપ સંગઠન દ્વારા તા.૯ અને ૧૦ના રોજ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં તિરંગા યાત્રાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં શહેર તાલુકા ભાજપ સંગઠનના હોદ્દેદારો, સહકારી આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા.
કેન્દ્ર સરકારે આઝાદીના ૭૫ વર્ષની ઉજવણીના ભાગરૂપે તા.૧૩ થી ૧૫ ઓગષ્ટ દરમિયાન ‘હર ઘર તિરંગા’ રાષ્ટ્રવ્યાપી અભિયાન શરૂ કર્યુ છે. ત્યારે સરકારના આ રાષ્ટ્રવ્યાપી અભિયાનનો લોકોના ઘર ઘર સુધી સંદેશો પહોંચાડવા વિસનગર શહેર તાલુકા ભાજપ સંગઠન દ્વારા તા.૯ અને ૧૦ ઓગષ્ટના રોજ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં તિરંગા યાત્રા યોજાઈ હતી. જેમાં ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા દરેક નાગરિકોને તા.૧૩ થી ૧૫ ઓગષ્ટ દરમિયાન પોતાના ઘર, દુકાન, જાહેર સ્થળો, કોમર્શિયલ ઈમારતો, સામાજીક અને સહકારી સંસ્થાઓ વગેરે જગ્યાએ આન, બાન,શાનથી રાષ્ટ્રધ્વજ લહેરાવી દેશભાવના દર્શાવવા પ્રોત્સાહન પુરૂ પાડવામાંં આવ્યુ હતુ. ત્યારે આ અભિયાનમાં ભાગીદાર બનવા માટે નાગરિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ તિરંગા યાત્રામાં શહેર ભાજપ પ્રમુખ મનિષભાઈ પટેલ (ગળીયા), તાલુકા ભાજપ પ્રમુખ સતિષભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ સુમિત્રાબેન પટેલ, પાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલ, એ.પી.એમ.સી.ના ચેરમેન પ્રિતેશભાઈ પટેલ, તાલુકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન મુકેશભાઈ ચૌધરી, પાલિકા ઉપપ્રમુખ રૂપલભાઈ પટેલ, પાલિકા કારોબારી ચેરમેન આશાબેન પટેલ, તાલુકા પંચાયત સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન અંકિતભાઈ પટેલ, દુધ સાગર ડેરીના ડીરેક્ટર એલ.કે.પટેલ, દિલીપભાઈ ચૌધરી (કિયાદર), પાલિકા બાંધકામ સમિતીના ચેરમેન વિજયભાઈ પટેલ, મહેશભાઈ પટેલ (સુંશી), તાલુકા પંચાયત પુર્વ પ્રમુખ રાજુભાઈ ચૌધરી, તાલુકા ભાજપ મહામંત્રી મહેન્દ્રભાઈ ચૌધરી, અરવિંદભાઈ પટેલ (ઘાઘરેટ), રાજુભાઈ પરમાર (કાંસા એન.એ.), જીલ્લા ભાજપ મંત્રી નેહાબેન દવે, સુરેશભાઈ રબારી (એન.એ.), કમલેશભાઈ પટેલ (વકીલ), જય મહેતા, કિન્નલ વ્યાસ, આશિષ પટેલ (ખવી) સહિત શહેર- તાલુકા ભાજપ સંગઠનના હોદ્દેદારો સહકારી આગેવાનો અને કાર્યકરો ટુ- વ્હીલ સાથે મોટી સંખ્યામાં જોડાયા હતા.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us