Select Page

નાળુ ખાલી કરવાની જવાબદારી ચીફ ઓફિસર અને રેલ્વે તંત્રની

ખેરાલુ મામલતદાર એસ.એન.વસૈયાની ભરાયેલ પાણી બાબતે સ્પષ્ટતા

ખેરાલુ શહેરમાં ભારે વરસાદ હોય કે સામાન્ય વરસાદ હોય કાયમ રેલ્વે નાળામાં પાણી ભરાઈ રહેતા ખેરાલુથી ચાડા સુધીના ગામોનો સંપર્ક કલાકો સુધી તુટી જાય છે. રેલ્વે તંત્ર દ્વારા નાળામાંથી પાણી કાઢવા માટે પંપ મુક્યા છે. પરંતુ નાળામાં પાણી ભરાવાની શરૂઆત થાય ત્યારથી પંપ ચાલુ કરવાને બદલે નાળુ ભરાઈ જાય અને વાહન વ્યવહાર બંધ થાય ત્યારે રેલ્વે વિભાગનો કોન્ટ્રાક્ટર પંપ ચાલુ કરી પાણી કાઢે છે જેના કારણે લોકો પારાવાર પરેશાન થઈ રહ્યા છે. આ બાબતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી મુકેશભાઈ દેસાઈ દ્વારા સરકારી તંત્ર ઉપર ફીટકાર વરસાવતા ખેરાલુ મામલતદાર એચ.એન.વસૈયા દ્વારા જણાવ્યુ હતુ કે, રેલ્વે નાળામાથી પાણી કાઢવાની જવાબદારી ખેરાલુ ચિફ ઓફિસર અને રેલ્વેતંત્રની છે. મામલતદાર અને પ્રાંત અધિકારી દ્વારા નોટીસ આપી કાયમી ઉકેલ માટે તાકીદ કરવામા આવી છે.
આ બાબતે મુકેશભાઈ દેસાઈ દ્વારા જણાવ્યુ હતુ કે, ચાલુ સાલે સારો વરસાદ થયો છે. ખેરાલુના સત્તાધિશોની અણ આવડતને કારણે રેલ્વેનાળામાથી પુર્વ તરફ જવા માટે ગઠામણ, મલારપુરા, અંબાવાડા, સમોજા, સદિકપુર, ગોરીસણા, કુડા, દેલવાડા, નવા દેલવાડા, લાલાવાડા, ચોટીયા, ચાડા, સાગથળા, વઘવાડી, આસ્પાજુના, નવા મઢાસણા, ખટાસણા, દેદાસણ, કેવડાસણ, માલાપુરા, ધારાવાણીયા, રાઘુપુરા, કનેડીયા, હડોલ, છેલપુરા, બ્રહ્મપુરી, જુની હડોલ જેવા ગામો ખેરાલુ સાથે સીધી રીતે જોડાયેલા છે. રેલ્વે તંત્ર દ્વારા જુનુ ફાટક કાઢી અન્ડરપાસ કરવાથી રસ્તો બંધ રહે છે. રેલ્વેનાળામાં પાંચ ફુટ કરતા વધુ પાણી ભરાઈ રહે છે. ઉપરોક્ત ગામોના લોકો તહેવારોમાં ખરીદી કરવા ખેરાલુ આવી શકતા નથી. હીન્દુઓની કહેવાતી સરકાર હીન્દુઓના તહેવારમાં શહેરમાં આવવાનો રસ્તો ખુલ્લો રાખી શક્તા નથી. જેના કારણે ખેરાલુ વહેપારીઓ દ્વારા મહામંડળના પ્રમુખના નાતે ફરિયાદ કરે છે. કોરોના મહામારીમાં તકલીફો વેઠનાર વેપારીઓ, સરકારની ભુલના કારણે ચોમાસાના તહેવારમાં વેપાર ધંધા વગર બેસી રહેવુ પડ્યુ હતુ. વહેપારી મહામંડળના પ્રમુખે તંત્રને જણાવ્યુ હતુ કે, અંડરપાસમા ઈલેક્ટ્રીક પંપ મુકવો જોઈએ. જેથી વરસાદ પડે કે તુરતજ પંપ ચાલુ કરી શકાય અને પાણી ખાલી કરી શકાય. અત્યારે ફાઈટર મશીન મુકેલ છે. જે સમયસર ચાલુ નહી થવાથી પાણી ભરાઈ જાય છે અને ભારે મુશ્કેલી ઉભી થાય છે. રેલ્વેનાળાથી એ.પી.એમ.સી. થઈ નદીમાં મોટી પાઈપ લાઈન નાંખી પાણીનો નિકાલ કરી શકાય તો તાત્કાલિક ધોરણે આ બાબતે સરકારે વિચરાવુ જોઈએ પરંતુ ઈચ્છા શક્તિના અભાવને કારણે લોકોની તકલીફ સરકારી તંત્રને દેખાતી નથી.
ખેરાલુ ભાજપની નેતાગીરી જાગૃત હોત તો વડનગર, વિસનગરની જેમ ફાટક કાયમી ધોરણે મુકાઈ શક્યા હોત. હાલ જે ખેરાલુનો વિકાસ રૂંધાઈ રહ્યો છે તે રોકી શક્યા હોત. ખેરાલુ પાલિકા ભાજપની છે જેના કારોબારી ચેરમેન ગોવિંદભાઈ પ્રજાપતિ ધંધાનુ સ્થળ પણ દબાઈ ગયુ છે. જેને ભાજપ બચાવી શક્યુ નથી.
મુકેશભાઈ દેસાઈ દ્વારા સરકારી તંત્રની નિષ્ક્રિયતા ઉપર ચાબખા

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us