Select Page

વિસનગરમાં સતત વરસાદથી મકાનની દિવાલો પડી

પૂર્વ કોર્પોરેટર વૈભવીબેન પંડીતના પરિવારનો આબાદ બચાવ

વિસનગરમાં સતત વરસાદથી ભેજવાળા વાતાવરણના કારણે બે મકાનની દિવાલ ધસી પડી હતી. જેમાં પૂર્વ કોર્પોરેટર વૈભવીબેન પંડીતના પરિવારનો આબાદ બચાવ થયો હતો. બાજુમાં પડી ગયેલા મકાન માલિક સામે કાર્યવાહી કરવા ઘણા સમયથી રજુઆત હતી. પરંતુ પાલિકા તંત્ર નહી ગણકારતા પૂર્વ કોર્પોરેટરને સહન કરવાનો સમય આવ્યો છે.
વિસનગરમાં સતત વરસાદના કારણે જૂના માટી ચણતરવાળા મકાનોની દિવાલમાં પાણી ઉતરતા દિવાલ ધસી પડવાના બે બનાવ બન્યા હતા. માયાબજારમાં ધંતુરીયા પોળમાં આવેલ કનુભાઈ ઠક્કરના મકાનનો પાછળનો ભાગ ગુંદીખાડ રામચંદ પટેલના માઢમાં આવેલો છે. ત્યારે ૧૬ મી ઓગસ્ટના રોજ ભારે વરસાદના કારણે મકાનના પાછળના ભાગની દિવાલ ધસી પડી હતી. દરબાર રોડ જાનીવાડામાં પાલિકાના પૂર્વ કોર્પોરેટર વૈભવીબેન કેતનકુમાર પંડીતના મકાનની દિવાલ પણ ધસી પડી હતી. ૧૬ મી ઓગષ્ટની રાત્રે વૈભવીબેન પંડીતનો પરિવાર મકાનના ઉપરના ભાગે હતો. ત્યારે રાત્રે ૮-૦૦ કલાકે ભોયતળીયાની દિવાલ ધસી પડતા પરિવારના સભ્યોનો આબાદ બચાવ થયો હતો.
નોધપાત્ર બાબત છેકે, વૈભવીબેન પંડીતના મકાનની બાજુમાં જુના મકાનનો ખુલ્લો ભાગ આવેલો છે. આ મકાનનો કાટમાળ હટાવવા તથા રીપેરીંગ માટે છેલ્લા સાત વર્ષથી રજુઆત કરવામાં આવે છે. વૈભવીબેન પંડીત કોર્પોરેટર પદે હતા તે સમયે પણ રજુઆત કરવામાં આવી હતી. પરંતુ પાલિકા તંત્ર દ્વારા ગણકારવામાં આવ્યુ નહોતુ. બાજુનુ મકાન પડી ગયુ હોવાથી ઘરની દિવાલ ખુલ્લી થતા વરસાદી પાણી ઉતરતા દિવાલ ધસી પડી હતી. પાલિકા દ્વારા બન્ને મકાન માલિકોને ભયજનક મકાન ઉતારી લેવા નોટીસ આપવામાં આવી હતી.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us