Select Page

ન્યાયતંત્રમાં કેટલાક સુધારા કરવાનો સમય પાકી ગયો છે

ન્યાયતંત્રમાં કેટલાક સુધારા કરવાનો સમય પાકી ગયો છે
  • તંત્રી સ્થાનેથી…
ન્યાયતંત્રમાં વિલંબ વિષે ઘણા લાંબા સમયથી નારાજગી જોવા મળે છે. આ નારાજગી કેસ નહિ ચાલવા અંગે અથવા સતત મુદતોના કારણે અટવાતા કેસ સંદર્ભે હોય એ સમજી શકાય તેવી વાત છે. કોર્ટમાં ઘણા કેસોના ઉકેલ આવતા નથી નવા નવા કેસો નિરંત્તર વધતા જ રહે છે. પડતર કેસો હાથમાં લેવાતા નથી તેવી અસીલોમાં ચર્ચા છે. કેટલાક કેસોમાં સાક્ષી ખસી જાય છે. કોઈ કેસમાં સાક્ષીનું મૃત્યુ થાય છે તો કોઈ કેસમાં વકીલ બદલાઈ જાય છે. સરકારી વકીલ હોય તો રજાઓના કારણે વિલંબ થતો હોવાનું કહેવાય છે. કહેવાય છે કે જજોની સંખ્યા ઓછી છે અથવા જજોની જગ્યા ભરાતી નથી. કેસો તો તેની રીતે આવ્યા જ કરતા હોય છે. કોઈ કેસોમાં ગુનેગાર મૃત્યુ પામે, કોઈ કેસમાં ફરીયાદી મૃત્યુ પામે. દિન પ્રતિદિન ન્યાયતંત્રના વિલંબના કારણે પ્રજામાં હતાશા પ્રસરતી જાય છે તેમાં શંકા નથી. કેસ ચાલતા રહેવા જોઈએ. ફરીયાદી/અસીલોને વકીલ અને અન્ય ખર્ચ થતા રહે છે. આમ જ ચાલ્યા કરવાના કારણે કેટલાક વકીલો ખસી જાય છે. ન્યાયતંત્ર ઉપરનો વિશ્વાસ ડગી જાય તે યોગ્ય ન કહેવાય. જેથી ન્યાયતંત્રની કેટલીક બાબતમાં સુધારા ઝડપી થવા જોઈએ. જજોની જગ્યા ખાલી હોય તો ભરવી જોઈએ. અથવા જજોની જગ્યાઓ વધારવી જોઈએ. દેશમાં અદાલતોમાં વિલંબીત કેસોની વધતી સંખ્યાને લક્ષમાં રાખી કાયદામંત્રી કિરણ રજ્જુએ તાજેતરમાં એક સંમેલન કર્યુ. તેમાં રજુઆત થઈ કે ન્યાયાધીશ પચાસ કેસો પતાવે છે ત્યાં સુધીમાં સો કેસો નોંધાઈ જાય છે. લોકો પોતાના ન્યાયીક અધિકારો માટે વધુ જાગૃત થયા છે. અદાલતોમાં વિલંબીત કેસો વધવાના ઘણા કારણો ગણાવાય છે. તેમાં ન્યાયધીશોની ઘટ ન્યાય વ્યવસ્થાની ખામીઓ અને રેઢિયાળ પાયાનુ માળખુ મુખ્ય છે. કોરોના કાળમાં લાંબા સમય સુધી અદાલતોનું કાર્ય ઠપ રહેવાથી સમસ્યા વધુ જટીલ બની છે. માર્ચ-૨૦૨૦ માં જ્યારે લોકડાઉન લાગુ થયુ ત્યારે તે સમયગાળામાં કેસોની સંખ્યા ત્રણ કરોડ બત્રીસ લાખ હતી જે વધી ચાર કરોડ ત્ર્યાંસી લાખ થઈ છે. એમાં ભારતમાં બાર હજાર કેસ સુપ્રીમ કોર્ટ અને ચાર કરોડથી વધારે નીચલી અદાલતોમાં કેસો ચાલે છે. જ્યારે નિર્ભયા ગેંગ રેપ જેવો અતિ સંવેદનશીલ કેસને સાત વર્ષ કરતાં વધારે સમય લાગી જાય તો બાકીના કેસોના રફતારનો અંદાજ સરળતાથી જાણી શકાય છે. અગાઉની વસ્તી ગણતરીના હિસાબથી કેસમાં માથાદીઠ દસ લાખ લોકો સામે ફક્ત અઢાર ન્યાયાધીશો છે. જ્યારે જરૂરીયાત અનુસાર આટલી વસ્તી માટે લગભગ પચાસ ન્યાયાધીશો હોવા જોઈએ તો કોર્ટોમાં કેસોનો ભરાવો થાય નહિ. નીચલી અદાલતોમાં જજો નીમવાની જવાબદારી રાજ્ય સરકારની છે. રાજ્ય સરકાર આ ન્યાયીક સેવા પરીક્ષણ માટે કરે છે. સમસ્યા એવી છે કે જે ગતિથી અદાલતોમાં કેસો આવી રહ્યા છે તેની તુલનામાં જજોની નિયુક્તી થતી રહેતી નથી. ભારતીય ન્યાયતંત્રમાં કેટલાક સ્તરે સુધારા જરૂરી છે. ન્યાયાધીશોની નિમણુંક માટે અગ્રીમતા રહેવી જોઈએ. વધી રહેલા કેસોને કારણે હવે લોકો કંટાળ્યા છે. ૧૩૮ ના કેસમાં દાખલ કર્યા પછી લેણદારને નોટીસ આપ્યા પછી બેઠે ઉઠે પતાવટો થઈ જાય છે. જો પતાવટો ન થાય તો પાંચ છ વર્ષ સુધી કેસ ચાલે. શ્રોફને પોતાનો ધંધો છોડી કોર્ટમાં આવવું પડે તેના કરતા પતાવટ વધારે મુનાસીબ માને છે. લોકશાહી દેશમાં ન્યાયતંત્ર ઉપર વિશ્વાસ ગુમાવવો એ મોટા દુઃખની વાત છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us