અંકિતભાઈ પટેલ ગુજકોમાસોલના ડિરેક્ટર-ગુમાવેલુ સન્માન મળ્યુ
અગાઉ ચુંટણીમાં ઉમેદવારની યાદીમાં નામ જાહેર કરી કાપ્યુ હતુ
અગાઉ ગુજકોમાસોલની ચુંટણીમાં વિસનગર તાલુકાના સહકારી અગ્રણી અંકિતભાઈ પટેલનુ નામ પ્રદેશ કારોબારી યાદીમાં જાહેર કરાયુ હતુ. ત્યારબાદ રાજકીય સમીકરણો બદલાતા અંકિતભાઈ એમ.પટેલ (ઉમતા)નુ મેન્ડેટ રદ કરતા વિસનગર ભાજપના કાર્યકરોએ હળહળતુ અપમાન થયુ હોવાનો રંજ વ્યક્ત કર્યો હતો. ત્યારે ગુજકોમાસોલમા સરકારી પ્રતિનિધિ ડિરેક્ટર તરીકે અંકિતભાઈ પટેલની વરણી કરવામા આવતા ભાજપના કાર્યકરોમા ગુમાવેલુ સન્માન મળવાનો આનંદ જોવા મળી રહ્યો છે. પોતાના કાર્યકરોનું સન્માન જાળવવા કેબિનેટ મંત્રી ઋષિભાઈ પટેલે પણ રાજકીય દબદબો સાબિત કરી બતાવ્યો છે
કેબિનેટ મંત્રી ઋષિભાઈ પટેલે પોતાના સૌનો સાથ સૌનો વિકાસની કાર્યશૈલીથી ભાજપની અદની નેતાગીરીમા સ્થાન મેળવી લીધુ છે. જેમની આવડત અને રાજકીય કુનેહથી વિસનગર તાલુકા પંચાયત સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન તેમજ માર્કેટયાર્ડના ડિરેક્ટર અંકિતભાઈ એમ.પટેલ(ઉમતા)ની ગુજકોમાસોલમા સરકારી પ્રતિનિધિ તરીકે ડિરેક્ટરની નિમણુક થઈ છે. અંકિતભાઈ પટેલ તાલુકાના ભાજપના અદના કાર્યકર, કેબિનેટ મંત્રીના માર્ગદર્શનમા તાલુકાના વિકાસમા મહત્વનુ યોગદાન આપી રહ્યા છે. સહકારી ક્ષેત્રમા પણ ઉંડો અનુભવ ધરાવે છે. આંતરરાષ્ટ્રીય ખ્યાતી પ્રાપ્ત સંસ્થા ગુજકોમાસોલમા ડીરેક્ટર બની વિસનગર ભાજપનુ ગૌરવ વધાર્યુ છે. કેબિનેટ મંત્રીની નજીકના હોદ્દા મેળવેલ મોટા ભાગના ભાજપના આગેવાનો માથી કોઈનુ કામ ન થાય તો તુર્તજ ગણગણાટ કરતા થઈ જાય છે. જ્યારે અપમાન થયુ હોય તો હસતા મોઢે સહન કરવાનુ ઠરેલ પણુ વ્યક્તિત્વના કારણે પણ અંકિતભાઈ પટેલને ડિરેક્ટર પદ મળ્યુ છે.
ગુજકોમાસોલનુ ડિરેક્ટર પદ મળતા અત્યારે ખાસ કરીને ભાજપના અદના કાર્યકરોમાં વધારે ખુશીનો માહોલ છે. જેમની આંગળી પકડી છે તેવા કેબિનેટ મંત્રીના કાર્યકરને સન્માન અપાવવાના પ્રયત્નને આવકારી રહ્યા છે. જૂન-૨૦૨૨મા ગુજકોમાસોલની ચુંટણી હતી. જેમા મહેસાણા જીલ્લામાથી કેબિનેટ મંત્રી ઋષિભાઈ પટેલના વિશ્વાસુ અંકિતભાઈ પટેલે તથા પુર્વ નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલના વિશ્વાસુ વિનોદભાઈ પટેલે દાવેદારી કરી હતી. સરકાર બદલાયા બાદ ઋષિભાઈ પટેલની કે નિતીનભાઈ પટેલની કોની રાજકીય વગ ચાલે છે તેની ઉપર સૌની મીટ હતી. ત્યારે તા.૬-૬-૨૦૨૨ ના રોજ પ્રદેશ ભાજપ દ્વારા ગુજકોમાસોલના સત્તાવાર ઉમેદવારોની યાદીમા અંકિતભાઈ એમ.પટેલનુ નામ જાહેર થયુ હતુ. વિસનગર ભાજપના કાર્યકરોએ અંકિતભાઈ પટેલને અભિનંદન આપ્યા હતા. ત્યારે બીજા દિવસે નિતીનભાઈ પટેલ સુચીત વિનોદભાઈ પટેલના નામનુ વ્યક્તિગત મેન્ડેટ આવતા અંકિતભાઈ પટેલનુ નામ કપાતા વિસનગર ભાજપના કાર્યકરોએ પ્રદેશ ભાજપની નેતાગીરીએ હળહળતુ અપમાન કર્યાનો રોષ વ્યક્ત કર્યો હતો. ત્યારે અંકિતભાઈ પટેલને ગુજકોમાસોલના ડિરેક્ટર તરીકે નિમણુંક મળતા ગુમાવેલુ સન્માન પાછુ મળ્યાનો આનંદ વિસનગર ભાજપના કાર્યકરોમા જોવા મળી રહ્યો છે.