Select Page

ઉપ પ્રમુખ રૂપલભાઈ પટેલનુ હાઈવે સ્વચ્છતા અભિયાન

ઉપ પ્રમુખ રૂપલભાઈ પટેલનુ હાઈવે સ્વચ્છતા અભિયાન

વેપારીઓએ સ્વેચ્છાએ દબાણો દુર કરી સહકાર આપ્યો

તક મળી છે ત્યારે લોકોની સેવા કરવાની તીવ્ર ઈચ્છા શક્તિ હોય તેજ આદર્શ દ્રષ્ટાંતરૂપ કામ કરી શકે છે. પાલિકા ઉપ પ્રમુખ રૂપલભાઈ પટેલે હાઈવે સ્વચ્છતા અભિયાન આદર્યુ છે. રોડ સાઈડની ગંદકી, જામેલી માટે તથા ફુટફાથ ઉપરના દબાણો દુર થતા દેણપ ત્રણ રસ્તાથી પાલડી ત્રણ રસ્તા સુધીનો રોડ સ્વચ્છ અને ખુલ્લો જોવા મળી રહ્યો છે. ઉપ પ્રમુખની મહેનત જોઈને વેપારીઓ પણ ફુટપાથ ઉપરના દબાણો સ્વેચ્છાએ દુર કરી સહકાર આપી રહ્યા છે.
વિસનગર માથી પસાર થતા કડા ત્રણ રસ્તાથી પાલડી ત્રણ રસ્તા સુધીનો હાઈવેની બંન્ને બાજુ મોટા પ્રમાણમાં દબાણો જોવા મળી રહ્યા છે. કેટલાક માર્કેટોનું નિયમાનુસારનુ બાંધકામ થતા આગળ જગ્યા છે. જ્યારે એવા પણ કેટલાક માર્કેટ છે જ્યાં રોડ સેન્ટરથી જગ્યા છોડવામા નહી આવતા માર્કેટની દુકાનોના વેપારીઓ તથા ગ્રાહકોના સાધનો રોડ ઉપર મુકવામાઆવે છે. હાઈવે રોડની બંન્ને સાઈડ રાહદારી અકસ્માતનો ભોગ ન બને તે માટે ફુટપાથ બનાવવામાં આવી છે. ત્યારે કેટલાક વેપારીઓએ ફુટપાથ ઉપર વર્ષોથી અડ્ડો જમાવી માલસામાન મુકે છે. હાઈવ ઉપર રોડની સાઈડમાં માટીના થર જામેલ છે. જે સ્વચ્છતાના કોન્ટ્રાક્ટર દ્વારા સાફ કરવામાં આવતા નથી. આ સીવાય કેટલીક જગ્યાએ હાઈવેની સાઈડમાં ગંદકી પણ જોવા મળે છે. પાલિકા તંત્રની નિષ્કાળજીના કારણે હાઈવેની દુર્દશા થઈ ગઈ છે. જેના કારણે અકસ્માતના પણ નાના મોટા બનાવો બને છે. ભાદરવી પૂનમના મેળા બાદ વિસનગર પાલિકા ઉપપ્રમુખ રૂપલભાઈ પટેલે હાઈવે સ્વચ્છતા અભિયાન હાથ ધર્યુ છે. જેની શરૂઆત પાલડી ત્રણ રસ્તાથી કરી છે. પાલડી ત્રણ રસ્તાથી દેણપ ત્રણ રસ્તા સુધી રોડની સાઈડમાં વર્ષોથી જામેલી માટી તથા કચરાનો નિકાલ કરવામાં આવ્યો છે. કેટલીક જગ્યાએ ફુટપાથ ઉપર દબાણો થયા હતા. માર્કેટના વેપારીઓ દ્વારા માલ સામાન મુકવામાં આવ્યો હતો. ત્યારે ઉપપ્રમુખની મહેનત જોઈ તેમજ ઉપપ્રમુખની વિનંતીથી વેપારીઓ દ્વારા સ્વેચ્છાએ દબાણો હટાવી હાઈવે સ્વચ્છતા અભિયાનમા સહકાર આપી રહ્યા છે. ઉપપ્રમુખની સવારથી મોડી સાંજ સુધીની ખડેપગે મહેનત બાદ પાલડી ત્રણ રસ્તાથી દેણપ ત્રણ રસ્તા સુધીનો હાઈવે સ્વચ્છ તેમજ ખુલ્લો જોવા મળી રહ્યો છે. બંન્ને બાજુની ફુટપાથના દબાણો દુર થશે તેમજ સ્વચ્છતા થશે આખો હાઈવે કેવો લાગશે.

હોય તો એ અંગે કાયદો કાયદાનું કામ કરવાનો જ હતો તો પછી ઓચીંતી ધરપકડ શા માટે? આવો અત્યાચાર શા માટે? છેલ્લા એકાદ વર્ષથી સમાજની સંસ્થા “અર્બુદા સેના”ના નેજા નીચે તેઓ સામાજિક અને રચનાત્મક પ્રવૃત્તિઓ કરી રહ્યા હતા. ગત ૧૫ ઓગસ્ટના દિવસે ગુજરાતના વિવિધ તાલુકાઓમાં તિરંગા યાત્રા, બ્લડ ડોનેશન કેમ્પ અને વૃક્ષારોપણના કાર્યક્રમો તેઓની પ્રેરણા અને માર્ગદર્શન નીચે યોજવામાં આવ્યા હતા. આ ઉપરાંત્ત આગામી સરદાર જયંતિ અને ગાંધી જયંતિના દિવસોએ પણ બ્લડ ડોનેશન કેમ્પ, વ્યસન મુક્તિ અને સામાજીક કુરિવાજોની નાબુદી જેવા કાર્યક્રમો તેઓના માર્ગદર્શન નીચે યોજવાનું આયોજન કરવામાં આવેલ. રચનાત્મક કામો કરી કોઈ આગેવાન લોકપ્રિયતા મેળવે તો સરકારને કે આ પ્રકારની દિશા બતાવનાર લોકોને નહિ રુચતી હોય?
‘અર્બુદા સેના’ દ્વારા વિપુલભાઈ ચૌધરી સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના બધાજ સમાજના લોકોને નડતી મુશ્કેલીઓ અને પ્રશ્નો ઉજાગર કરતા હતા. એમાં શુ ખોટુ હતું? નાના વર્ગને થતા અન્યાયની વાત કરવી એ શું ગુનો છે. તંદુરસ્ત લોકશાહી માટે ખરેખર આ બાબત શોભાસ્પદ નથી, વિપુલભાઈ ચૌધરીને તાત્કાલિક છોડી દેવા અમારી માંગણી છે.
વિપુલભાઈ ચૌધરીને જો તાત્કાલિક મુક્ત કરવામાં નહિ આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts