Select Page

ઉપસ્થિત કાર્યકરો તથા આગેવાનોના ઉત્સાહ વચ્ચે વિસનગરમાં કોંગ્રેસના ચુંટણી કાર્યાલયનુ ઉદ્‌ઘાટન

વિસનગર શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા વિધાનસભાની ચુંટણીની તૈયારીઓ આરંભી દીધી છે. મતદારોનો મુડ જોઈ કોંગ્રેસના આગેવાનો તથા કાર્યકરોમા આ વખતે ચુંટણીલક્ષી ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ દ્વારા વિસનગરમા ચુંટણી કાર્યાલયનુ ઉદ્‌ઘાટન કરવામા આવતા મોટી સંખ્યામા કાર્યકરોએ હાજરી આપી હતી.
વિસનગર કોંગ્રેસ દ્વારા વિધાનસભાની ચુંટણીના કાર્યાલયનુ ઉદ્‌ઘાટન કરવામા આવ્યુ હતુ. આઈ.ટી.આઈ. ચાર રસ્તા પાસે સુર્યાબા હોસ્પિટલની સામે સોના કોમ્પલેક્ષમા ચાણક્ય લાયબ્રેરીની બાજુમા કોંગ્રેસના કાર્યાલયનુ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ રણજીતસિંહ ઠાકોર તથા પ્રભારી ગીતાબેન પટેલના હસ્તે કાર્યાલયનુ ઉદ્‌ઘાટન કરવામા આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં વિસનગર શહેર અને તાલુકા કોંગ્રેસ પ્રમુખ સહીત શહેર તેમજ તાલુકાના હોદ્દેદારોએ હાજરી આપી હતી. ચુંટણીનું જાહેરનામુ બહાર પડે તે પહેલાજ કાર્યાલયનું ઉદ્‌ઘાટન કરતા કોંગ્રેસના કાર્યકરોમા ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. શહેર કોંગ્રેસ પ્રમુખ તેમજ પાલિકા સભ્ય હિરેનભાઈ પટેલે જણાવ્યુ હતુ કે, વિસનગર વિધાનસભા સીટમા હસમુખભાઈ આર.ચૌધરી, કિર્તિસિંહ કે. ઝાલા, મનુજી મફાજી ઠાકોર, સી.કે.ઠાકોર, વિક્રમજી જેસંગજી ઠાકોર, સુરેશભાઈ બબલદાસ પટેલ, પીલાજી મોતીજી ઠાકોર, અનીલજી ગાંડાજી ઠાકોર, અંતરબેન એસ.ઠાકોર, રામજીભાઈ સોનાજી ઠાકોર, પ્રકાશબેન વિક્રમસિંહ ઠાકોર, શીલાબેન સુધીરભાઈ પટેલ, સુધિરભાઈ પટેલ, જીતુભાઈ નારાયણભાઈ ચૌધરી, રીટાબેન પટેલ, ભારતીબેન મહેશકુમાર રાઠોડ, હેમરાજભાઈ મોતીભાઈ દેસાઈ, લાલાજી ઠાકોર, ડા.બિપીનચંદ્ર એમ.પટેલ, હિરાજી કાન્તિજી ઠાકોર, હિરેનભાઈ વિઠ્ઠલભાઈ પટેલ તથા ગોવિંદભાઈ મગનલાલ પટેલ, તલાટી એમ કુલ ૨૨ કાર્યકરોએ ઉમેદવારી માટે દાવેદારી કરી છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us