Select Page

રોટરી ક્લબ ઓફ વિસનગર રાઉન્ડટાઉનનો નવરાત્રી મહોત્સવ યોજાશે

૨૯ અને ૩૦ સપ્ટેમ્બર તથા ૧ અને ૨ ઓક્ટોબર એમ ચાર દિવસ

આર્થિક જરૂરીયાતમંદ તેજસ્વી વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસમાં મદદ કરી શકાય તેમજ વિવિધ સેવાકીય કાર્યો કરી શકાય તેવા ઉમદા હેતુથી રોટરી ક્લબ ઓફ વિસનગર રાઉન્ડ ટાઉન દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. જેમાં દાતાઓ, સ્પોન્સરર તેમજ કલાપ્રેમી લોકોનો મોટો સહકાર મળી રહે છે. કોરોનાના બે વર્ષ બાદ આ વર્ષે ચાર દિવસ મેગા નવરાત્રી મહોત્સવનુ આયોજન કરવામાં આવ્યુ છે. જેની સફળતા માટે ક્લબના સભ્યો તન, મન અને ધનથી સહયોગ આપી રહ્યા છે.
રોટરી ક્લબ ઓફ વિસનગર રાઉન્ડ ટાઉન વર્ષ ૨૦૧૩-૧૪ થી આર્થિક રીતે જરૂરમતંદ તેજસ્વી વિદ્યાર્થીઓને મેડીકલ, પેરામેડીકલ, એન્જીનીયરીંગ, માસ્ટર ડીગ્રી, વેટરનરી સાયન્સ જેવા ઉચ્ચ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરવા માટે વગર વ્યાજની બેંક લોન આપવા માટે નવરાત્રી મહોત્સવનું આયોજન કરે છે. કોરોના કાળના કારણે બે વર્ષ આયોજન થયુ નહોતુ. પરંતુ માતાજીની કૃપાથી આ વર્ષે તા.૨૯-૩૦ સપ્ટેમ્બર અને ૧-૨ ઓક્ટોબર એમ ચાર દિવસ નવરાત્રી મહોત્સવનુ આયોજન કરવામાં આવ્યુ છે.
નવરાત્રી મહોત્સવના કરકસરયુક્ત આયોજન બાદ થયેલ આવકમાંથી વિદ્યાર્થીઓને આવેલ લોનનુ વ્યાજ ક્લબ દ્વારા ભરવામાં આવે છે. એટલે કે વિદ્યાર્થીઓને વ્યાજ સહાય આપવામાં આવે છે. વર્ષ ૨૦૧૪ થી કુલ ૪૮ વિદ્યાર્થીઓને અંદાજીત રૂા.૯૦ લાખની લોન આપવામાં આવી છે અને તેનુ અંદાજીત રૂા.૨૫ લાખ વ્યાજ ક્લબ દ્વારા ભરવામાં આવ્યુ છે. આ ઉપરાંત્ત સમાજમાં બહેનોમાં ગર્ભાશયના મુખનુ કેન્સર તથા સ્તન કેન્સરના નિદાન માટે ગુજરાત કેન્સર એન્ડ રીસર્ચ ઈન્સ્ટીટ્યુટ અમદાવાદ દ્વારા નિઃશુલ્ક કેમ્પનું આયોજન, વિસનગર વોલન્ટરી બ્લડ બેંકના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પ, આદિવાસી વિસ્તારના પ્રાથમિક શાળાના ભૂલકાઓને સ્વેટર વિતરણ અને ભોજન આપવુ. થેલેસેમીયા, એઈડ્‌સ, ડાયાબીટીસ જેવા ગંભીર રોગો માટે વ્યાખ્યાન દ્વારા કે ર્ડાક્ટરોના કેમ્પ દ્વારા જનજાગૃતિ કાર્યક્રમ, વિસનગરના ગૌરવ સમાન સાર્વજનિક સ્મશાનમાં યથાયોગ્ય દાન અને સેવા, ગરીબ અને નિઃસહાય દર્દિઓ માટે નિઃશુલ્ક હોમિયોપેથી દવાખાનુ ચલાવી નિષ્ણાંત ર્ડાક્ટર દ્વારા નિદાન અને દવાઓની નિઃશુલ્ક સેવા, આ વર્ષે માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે સેનેટરી પડે વેન્ડીંગ મશીન મુકવાનુ આયોજન, કોરોના કાળમાં વિવિધ સેવા, જેવા વિસનગર શહેર અને તાલુકા કક્ષાએ અનેક સેવાકીય કાર્યો છેલ્લા ૨૩ વર્ષથી કરવામાં આવે છે. નવરાત્રી મહોત્સવમાં જાહેરાતો અને અન્ય માધ્યમથી જે દાન પ્રાપ્ત થાય તેમાંથી કરકસરયુક્ત ખર્ચ કર્યા બાદ જે રકમ બચે તેનો ઉપયોગ સેવાકીય પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે. આ સેવાયજ્ઞમાં વિસનગરના વેપારીઓ, શ્રેષ્ઠીઓ, કલાપ્રીય નગરજનો અમૂલ્ય ફાળો આપી રોટરી ક્લબ ઓફ વિસનગર રાઉન્ડ ટાઉનના સેવાયજ્ઞમાં સહભાગી બની રહ્યા છે.
વિસનગરમાં કાંસા રોડ વિશાલ પાર્ટી પ્લોટમાં યોજાઈ રહેલ નવરાત્રી મહોત્સવ માટે દિપક હાર્ડવેર જી.ડી.રોડ, જલારામ સેનેટરી સોના કોમ્પલેક્ષ, પૂજા જ્વેલર્સ ત્રણ દરવાજા ટાવર પાસે તથા અંકુર મેડીકલ સ્ટોર્સ સુરક્ષા સોસાયટીની સામે સંપર્ક કરી શકાશે. આ ઉપરાંત્ત રોટરી ક્લબ ઓફ વિસનગર રાઉન્ડ ટાઉન ટીમના ગીરીશ પટેલનો મો.નં.૯૮૨૫૧ ૭૩૩૦૫, દર્શન વ્યાસનો મો.નં.૯૮૨૫૦ ૨૭૯૦૧ તથા રાકેશ પટેલનો મો.નં.૯૮૯૮૧ ૭૧૩૦૭ ઉપર સંપર્ક કરી શકશે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts