Select Page

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના વચન પ્રમાણે

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના વચન પ્રમાણે

ખેરાલુ વિધાનસભામાં સરદારભાઈ અને અજમલજી બે ધારાસભ્યો કામ કરશે

ખેરાલુ વિધાનસભાની ચુંટણીમાં ભાજપ- કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે ત્રિપાંખીયો જંગ ખેલાયો હતો. ખેરાલુ વિધાનસભાના ૭૦ હજાર ઉપરાંત ઠાકોર સમાજના મત એક તરફી રીતે અપક્ષ રામસિંહ ઠાકોરને મળે તેમ હતા. ચુંટણીના દિવસોમાં લોકો એવુ કહેતા હતા કે જીત રામસિંહ ઠાકોરની થશે બીજા ક્રમે આવવા માટે ભાજપ- કોંગ્રેસ વચ્ચે લડાઈ છે ત્યારે પૂર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોર છાતી ઠોકીને કહેતા હતા કે, ઠાકોર સમાજના વધુમાં વધુ મત ભાજપને મળશે છતાં લોકો માનવા તૈયાર ન હોતા. ચુંટણી દરમ્યાન ખેરાલુ કોલેજ ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી તથા દેશમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પછીનુ સ્થાન ધરાવતા અમિતભાઈ શાહની સભા યોજાઈ હતી. જેમાં હજારોની સંખ્યામાં તમામ સમાજોમાંથી લોકો સ્વયંભુ ઉમટી પડ્યા હતા. તે સભામાં અમિતભાઈ શાહે લોકોને વચન આપ્યુ હતુ કે, ખેરાલુ ધારાસભ્ય અજમલજી ઠાકોરની ચિંતા તમે ન કરતા હું કરીશ. વિધાનસભાની ટીકીટ એકજ વ્યક્તિને મળે છે. જેથી અજમલજી ઠાકોરની ચિંતા કરવાની જવાબદારી મારી છે. દરેક મત વિસ્તારને એક ધારાસભ્ય મળે છે. તમે સરદારભાઈ ચૌધરીને જીતાડો ખેરાલુ વિધાનસભામા બે ધારાસભ્ય મળશે. આ વચનથી પ્રભાવિત થઈ ખેરાલુ વિધાનસભાના ઠાકોર તથા ઈતર સમાજે જ્ઞાતિવાદ પરિવારવાદ ભુલીને ભાજપના ઉમેદવાર સરદારભાઈ ચૌધરીને જીતાડવા ખોબલે ખોબલે મત આપ્યા.
ખેરાલુ વિધાનસભામાં બે ધારાસભ્યોનુ વચન કેન્દ્રીય મંત્રી અમિતભઆઈ શાહે કેમ આપ્યુ? તે જોવા જઈએ તો ક્ષત્રિય સમાજમાં સ્વ. શંકરજી ઠાકોર પરિવાર ચુંટણી લડતો હતો ત્યારે પૂર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોરની ટીકીટ કપાઈ ગઈ છતાં તેમના મોંઢા ઉપર જરા પણ ટીકીટ કપાયાનો રંજ જોવા મળતો ન હોતો અને સહેજપણ રિસાયા વગર ભાજપને જીતાડવા માટે કામે લાગી ગયા તેની પ્રદેશ ભાજપે નોંધ લીધી હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહે નોંધ લીધી હતી. ધારાસભ્ય અજમલજી ઠાકોરની ટીકીટ કપાવા છતાં કોઈપણ પ્રકારનો ડખો, ઉપદ્રવ કે ખાનગી વિરોધ કર્યો ન હતો. ગુજરાતમાં અનેક ધારાસભ્યના ઉમેદવાર બનવા ઈચ્છતા ભાજપના આગેવાનોએ પહેલા વિવાદો ઉભા કર્યા જેના હોબાળા થયા પછી સમાધાનો થયા છે. ત્યારે ખેરાલુ વિધાનસભાની ટીકીટ જાહેર કરી તેજ દિવસથી ભાજપને જીતાડવામાં લાગી ગયા હતા. પૂર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોર કોઈપણ અપેક્ષા વગર સરદારભાઈ ચૌધરીને જીતાડવા ભરપુર પ્રયત્નો કરતા હતા. ચુંટણી દરમ્યાન અર્બુદા સેનાના ભાજપને હરાવવા એડી ચોટીનું જોર લગાવ્યુુ હતુ જેના પરિણામ સ્વરૂપે ખેરાલુ અને સતલાસણા તાલુકાના ચૌધરી સમાજના લોકોએ કોંગ્રેસમાં ભરપુર મતદાન કરશે તે જાણતા હોવાથી ખેરાલુ વિધાનસભાના ઠાકોર સમાજને સમજાવવા અજમલજી ઠાકોર તનતોડ પ્રયત્ન કરતા હતા. ચુંટણી દરમ્યાન અજમલજી ઠાકોર લોકોને સામાજીક સમરસતા બાબતે સમજાવતા હતા. ક્યાંય પણ ઉશ્કેરાટ વાળુ કામ કર્યુ ન હોતુ. બધાને સાથે લઈને ચાલનાર અજમલજી ઠાકોરના કાર્યની નોંધ કેન્દ્રીય નેતાગીરીએ લેતા ખેરાલુ વિધાનસભામાં બે ધારાસભ્યનુ વચન અમિતભાઈ શાહે આપ્યુ હતુ. જેની નોંધ ઠાકોર સમાજે લીધી અને જે ગેરસમજ હતી તે દુર થઈ હતી અને અમિતભાઈ શાહનું વચન ઠાકોર સમાજના છેવાડાના માનવી સુધી ધારાસભ્ય અજમલજી ઠાકોરે પહોંચાડ્યુ હતુ. હવે સરદારભાઈ ચૌધરીની ભવ્ય જીત થઈ ગઈ છે. ત્યારે ખેરાલુ વિધાનસભામાં બે ધારાસભ્યો કામ કરશે. લોકો અમિતભાઈ શાહના વચનનુ અલગ- અલગ મુલ્યાંકન કરે છે. કેટલાક કહે છે કે, ૨૦૨૪માં લોકસભામાં અજમલજી ઠાકોરને ટીકીટ મળશે. કોઈ કહે છે કે, ઠાકોર વિકાસ નિગમના ચેરમેન બનશે. કોઈ કહે છે કે, પ્રદેશ સંગઠનમાં મહત્વનું પદ મળશે. જે હોય તે પણ ખેરાલુ વિધાનસભાના ખેરાલુ- વડનગર અને સતલાસણા તાલુકાના લોકોનુું નસિબ સારુ છે. જેથી સરદારભાઈ ચૌધરી જેવા શિક્ષીત ધારાસભ્ય મળ્યા છે. ખેરાલુ અને સતલાસણા તાલુકાના ખેડુતો, પશુપાલકો માટે પાણી નો પ્રશ્ન ઝડપથી હલ થઈ જશે તે દિવસો હવે દુર નથી.
અને છેલ્લે ખેરાલુ વિધાનસભામાં કેન્દ્રીય નેતાગીરીએ ધારાસભ્ય અજમલજી ઠાકોરના ત્રણ વર્ષના કામો સાથે સાથે કાર્યકર્તાઓ સાથેના આત્મીયતાના સબંધોએ મુખ્ય ભુમિકા ભજવી હતી.ખેરાલુ વિધાનસભામાં ખુબ મોટો વર્ગ ભાજપથી વિમુખ ન થાય તેના અજમલજી ઠાકોરના પ્રયત્નોની કેન્દ્રીય નેતાગીરીએ નોંધ લેતા ખેરાલુ વિધાસભામાં બે ધારાસભ્યો મળ્યા છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us