Select Page

વિસનગરમાં તા.૪ અને ૫ માર્ચે રાષ્ટ્રીય કુર્મી પાટીદાર મહા અધિવેશન

વિસનગરમાં તા.૪ અને ૫ માર્ચે રાષ્ટ્રીય કુર્મી પાટીદાર મહા અધિવેશન
  • એસ.કે.પટેલ યુનિવર્સિટીમાં મહા અધિવેશન મળશે

અખીલ ભારતીય કુર્મી પાટીદાર મહાસભા ગુજરાત આયોજીત રાષ્ટ્રીય કુર્મી પાટીદાર મહાસભા આગામી ૪ અને ૫ માર્ચ ૨૦૨૩ ના રોજ વિસનગર ખાતે યોજવાનું આયોજન થઈ રહ્યુ છે. આ મહાસભામાં સમગ્ર ભારતના ૨૨ જેટલા રાજ્યોમાંથી ૨૮ કરોડથી વધુ કુર્મી પાટીદારો છે. જે મોટાભાગે ખેતીના વ્યવસાય સાથે જોડાયેલ છે. તેમાં કડવા અને લેઉવા કુર્મી પાટીદારો છે. અખીલ ભારતીય કુર્મી ક્ષત્રીય પાટીદાર મહાસભા રાષ્ટ્રીયકક્ષાની ૧૨૭ વર્ષ જુની સંસ્થા છે. જેના પ્રમુખ પદે સરદાર વલ્લભભાઈ પટેલના મોટાભાઈ વિઠ્ઠલભાઈ, શિવાજી મહારાજના ભાઈ શાહુજી મહારાજ સર સયાજીરાવ ગાયકવાડ કુર્મી પાટીદાર હતા. હાલના લોકલાડીલા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, દેવગોંડા, નિતીશકુમાર, ભૂપેન્દ્ર બધેલ, અપનાદલના અનુપ્રિયા પટેલ, મધ્યપ્રદેશના રાજસભાના સભ્ય કવીતા પટેલ આવા રાજકીય આગેવાનો કુર્મી પાટીદારો છે.
આ અધીવેશનમાં સમગ્ર ભારતના કુર્મી પાટીદારોને ધંધા, રોજગાર, લગ્ન વિષેયક રીતે સામાજીક તેમજ રાજકીય રીતે એક કરવાનુ અને એક પ્લેટફોર્મ પર લાવવાનું આયોજન છે. જે આ સંસ્થા કરી રહી છે. ગુજરાતની આ સંસ્થા રાષ્ટ્રીય લેવલે ઉપરોક્ત સંસ્થા સાથે જોડાયેલ છે. આ સંસ્થા દ્વારા ઉપરોક્ત હેતુઓ પાર પાડવા અનેક કાર્યક્રમો થયા છે. કેટલીય સમાજયાત્રાઓ સ્વરૂપે દરેક રાજ્યમાં ગુજરાતના પ્રતિનિધિઓ જાય છે. તેમજ દરેક રાજ્યોમાંથી પ્રતિનિધી મંડળો ગુજરાતમાં આવે છે. આગામી તા.૪, ૫ માર્ચ-૨૦૨૩ ના રોજ અખીલ ભારતીય કુર્મી ક્ષત્રિય મહાસભાનું રાષ્ટ્રીય મહા અધિવેશન વિસનગર ખાતે સાંકળચંદ યુનિવર્સિટીમાં આયોજન કરવાનુ નક્કી કરેલ છે. આ સંમેલનમાં જુદા જુદા ૨૨ રાજ્યોમાંથી કુલ ૭૦૦૦ થી વધુ ડેલીકેટ્‌સ પધારશે. જુદા જુદા રાજ્યની કુર્મી પાટીદારોની દીકરીઓ તથા આપણા ગુજરાતના દિકરાઓના લગ્ન સબંધો માટે દ્વિતીય સીતા સ્વયંવરનું આયોજન છે. જેમાં ૧૦૦ થી વધુ કુર્મી પાટીદારોની દિકરીઓ તથા તેમના વાલીઓને હાજર રાખવાનુ આયોજન છે. એસ.કે.યુનિ.ના પ્રમુખ પ્રકાશભાઈ પટેલ, ઉમિયા પરિવારના ઈશ્વરભાઈ નેતા, કમલેશભાઈ જી.ડી., પીયુષભાઈ ઉમતા, બાબુભાઈ વાસણવાળા, બાબુભાઈ બેંકર, ભરતભાઈ આરતી, કરશનભાઈ પટેલ, ઉમિયા પરિવારની મહિલા ગૃપ વિગેરે સહયોગ આપી રહ્યા છે.
નવા વિચાર મુજબ દરેક મહેમાનો વિસનગર તાલુકાના જુદા જુદા ગામો તથા શહેરના પાટીદાર પરિવારના ઘરે બે દિવસ માટે રોકાશે. અને ત્યાંથી મહા અધિવેશનના સ્થળ પર આવશે. તા.૩-૩-૨૦૨૩ ના રોજ સાંજે મોડી રાત સુધી પ્રતિનિધિઓ આવી જશે. દ્વિતીય સીતા સ્વયંવર તથા અધિવેશન એસ.કે.યુનિવર્સિટી કેમ્પસમાં યોજવાની વ્યવસ્થા કરેલ છે. બન્ને સ્થળ અલગ અલગ હશે. ડેલીકેટને આશરે પાંચ ટાઈમ જમવાની, ચાર ટાઈમ ચા-પાણી નાસ્તો વ્યવસ્થા હશે. સીતા સ્વયંવરમાં ભાગ લેવા માટે દિકરીઓએ www.kurmipatidar shaadi.com
પર બાયોડેટા અન્ય શરતો સાથે આપવાનો રહેશે. બહારથી આવેલ દીકરીઓની સંખ્યાના આધારે દીકરાઓને તેમની યોગ્યતા મુજબ બોલાવામાં આવશે જેનુ આયોજન અલગ રહેશે.
મહાસંમેલનના આયોજન માટે જુદી જુદી સમિતિઓ બનાવવામાં આવશે. જેમાં સમગ્ર પાટીદાર સમાજ વિસનગર શહેરનો સાથ સહકાર આવકાર્ય છે. સહયોગ આપવા માટે આયોજકોનો સંપર્ક કરવો. આ આયોજન માટે વિસનગર તાલુકા અને આજુબાજુ અન્ય પાટીદાર ગામો વિસનગર શહેર ખાતે બધાજ પાટીદાર સમાજોની આયોજન મીટીંગો શરૂ કરી દીધી છે. આગામી ૧૮-૧૨-૨૦૨૦ થી વિસનગર તાલુકાના ગામડાઓમાં રાત્રી સભાઓ અને મહેમાનોની ગામમાં ઉતારા વ્યવસ્થાની યાદીઓ તૈયાર થશે. ધંધા રોજગારની માહિતી આદાન-પ્રદાન માટે અધિવેશનમાં ચર્ચા વિચારણા થશે.
જુદા જુદા ઔદ્યોગીક ઉત્પાદકો તથા વેચાણ સેવાનો સ્ટોલ લગાડવામાં આવશે તેવુ આયોજન છે. સમગ્ર મહાસભાના આયોજન સમગ્ર રાજ્યના અખીલ ભારતીય કુર્મી સભાના પ્રમુખશ્રી સતીશભાઈ ડી.પટેલ, દશરથભાઈ મંત્રીશ્રી, અમદાવાદ, હિંમતનગર, સુરત, ઉંઝા અને રાજ્યના હોદ્દેદારો દ્વારા એસ.કે.યુનિ.માં મીટીંગ કરવામાં આવી હતી. તેમાં સતીશભાઈ પટેલ, દશરથભાઈ પટેલ, એ.કે.પટેલ, આર.કે.પટેલ, ઈશ્વરભાઈ નેતા, ઉમિયા માતાજી સંસ્થાના જયપ્રકાશ પટેલ, મનુભાઈ પટેલ, ઓલ ઈન્ડીયા કુર્મી શાખાના ઉપપ્રમુખ, લેઉવા પાટીદાર સમાજના આગેવાનો, વિસનગર તળ કડવા પાટીદાર સમાજના તમામ હોદ્દેદારો, વિસનગર સ્થિત બહારગામ સમાજના તમામ સમાજના હોદ્દેદારો સભામાં હાજર રહ્યા હતા.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us