Select Page

વિસનગર રેલ્વે સ્ટેશન પ્લેટફોર્મ ૩૦૦ મીટર લંબાવવા રજુઆત

વેઈટીંગ રૂમ અને ડીસ્પ્લેની સુવિધા શરૂ કરો

  • વિસનગર રેલ્વે સ્ટેશનમાં સુવિધાઓ વધારવા સાંસદ શારદાબેન પટેલની અસરકારક રજુઆત

૧૬ કોચની લંબાઈ ધરાવતા વિસનગર રેલ્વે સ્ટેશનને લંબાવવામાં નહી આવે તો લાબા રૂટની ટ્રેનનુ સ્ટોપેજ મળવુ અશક્ય છે. વિસનગર વેપારી મહામંડળના પ્રમુખ કાળુભાઈ પટેલ, ઉપપ્રમુખ ઈશ્વરલાલ નેતા, મહામંત્રી મહેશભાઈ પટેલ ઓમકાર પ્લાયવુડ, હર્ષલભાઈ પટેલ એમ.જે.મેડીકલ વિગેરે દ્વારા હયાત પ્લેટફોર્મની ૩૦૦ મીટર લંબાઈ વધારવા માટે સાંસદ શારદાબેન પટેલને રજુઆત કરવામાં આવી છે. જે રજુઆત અંતર્ગત સાંસદ સભ્યએ અમદાવાદ ખાતેની મીટીંગમાં રેલ્વે અધિકારીઓ સમક્ષ વિસનગર રેલ્વે સ્ટેશનની વિવિધ સમસ્યાઓ બાબતે અંગત રસ દાખવી ચર્ચા કરી હતી.
વિસનગર વેપારી મહામંડળના નેજા હેઠળ મહેસાણા, તારંગા, અંબાજી રેલ્વે અભિયાન એસોસીએશનની શરૂઆત કરી બ્રોડગેજ રેલ્વે લાઈન માટે લડત કરી હતી. લાંબી લડત બાદ નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બનતા વર્ષો જૂની માગણી સંતોષાઈ હતી. આ વિસનગર વેપારી મહામંડળના પ્રમુખ કાળુભાઈ પટેલ, ઉપપ્રમુખ ઈશ્વરલાલ નેતા, મહામંત્રી પટેલ મહેશભાઈ ઓમકાર, પટેલ હર્ષલભાઈ એમ.જે. વેપારીઓના સહકારથી વિસનગર રેલ્વે સ્ટેશનના પ્રશ્નો બાબતે તત્પરતા દાખવી રહ્યા છે. વડનગર વલસાડ ટ્રેન શરૂ થઈ ત્યારે ટ્રેનની લંબાઈ પ્રમાણે વિસનગર રેલ્વે સ્ટેશનનુ પ્લેટફોર્મ નાનુ હોવાથી સ્ટોપેજ મળ્યુ નહોતુ. હાલ આ ૨૪ કોચની ટ્રેન ઉભી રહે છે. ત્યારે આગળના અને પાછળના ત્રણ થી ચાર કોચ પ્લેટફોર્મથી બહાર હોય છે. જેથી પેસેન્જરો ઉતરી શકતા નથી. આ સીવાયના રેલ્વેના લગતા અન્ય પ્રશ્નો પણ છે.
વિસનગર રેલ્વે સ્ટેશનના સંદર્ભે વિસનગર વેપારી મહામંડળ દ્વારા સાંસદ શારદાબેન પટેલ સમક્ષ રજુઆત કરવામાં આવી છેકે, ૨૪ કોચની લાંબા રૂટની ટ્રેન કરતા પ્લેટફોર્મ નાનુ હોવાથી પેસેન્જરોને ચડવા ઉતરવામાં ખુબજ તકલીફ પડી રહી છે. જેથી ૩૦૦ મીટર પ્લેટફોર્મની લંબાઈ તાત્કાલીક ધોરણે લંબાવવામાં આવે. ટ્રેનનો કયો કોચ ક્યા ઉભો રહેશે તેનુ માર્ગદર્શન આપતા ડીસ્પ્લે નહી હોવાથી ટ્રેન આવે ત્યારે પેસેન્જરોને ભારે ભાગદોડ કરવી પડે છે. જેથી ડીસ્પ્લેની વ્યવસ્થા કરવા, વેઈટીંગ રૂમની સુવિધા નહી હોવાથી આધુનિક વેઈટીંગ રૂમ બનાવવા, શહેરની ત્રણે ફાટકો ઉપર તાકીદે ઓવરબ્રીજ બનાવવા, સવારના સમયે અમદાવાદથી વડનગર ટ્રેન શરૂ કરવા, વડનગર-વિસનગર-મહેસાણા ડેમુ ટ્રેન દિવસમાં ત્રણ ટાઈમ શરૂ કરવા, સવારે અમદાવાદ જવા કોઈ ટ્રેન નહી હોવાથી વરેઠા ગાંધીનગર ટ્રેન અમદાવાદ સુધી લંબાવવા, ગાંધીનગર રેલ્વે સ્ટેશને રાત્રે પડી રહેતી ઉજ્જૈન ગાંધીનગર ટ્રેન વડનગર સુધી લંબાવવા તેમજ વડનગર-વલસાડ ટ્રેનને મુંબઈ સુધી લંબાવવા રજુઆત કરવામાં આવી છે. જે રજુઆત સંદર્ભે સાંસદ સભ્યએ અમદાવાદ મળેલી મીટીંગમાં રેલ્વે અધિકારીઓ સમક્ષ રજુઆતોનુ નિરાકરણ લાવવા ચર્ચા કરી હતી. નોધપાત્ર બાબત છેકે ગત સપ્તાહે જ પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર અશોક મિશ્રાએ વડનગર રેલ્વે સ્ટેશનની મુલાકાત લીધી હતી. જે મુલાકાતમાં વિસનગર રેલ્વે સ્ટેશનના વિવિધ પ્રશ્નો બાબતે કોઈ નોધ લીધી હોય તેવુ જાણવા મળ્યુ નથી. જેથી સાંસદ શારદાબેન પટેલની વિસનગર રેલ્વે સ્ટેશનની રજુઆતો કેટલી ધ્યાને લેવાઈ છે તે સમય બતાવશે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us