Select Page

તા.૧પ-૪-ર૩ અને ૧૬-૪-ર૩ના રોજ એસ.કે.પટેલ યુનિમાં વિસનગરમાં કુર્મી પાટીદાર મહાસભાનુ ૪પમું રાષ્ટ્રીય મહાઅધિવેશન

કુર્મી પાટીદાર મહાસભા રાષ્ટ્રીય લેવલે ૧ર૭ વર્ષથી કાર્યરત છે. સૌ લેઉવા-કડવા પાટીદાર કુર્મી પાટીદાર છે. ભારતના કુલ રર કરતા વધુ રાજ્યોમાં ૩ર કરોડથી વધુ કુર્મી પાટીદારોની વસ્તી છે.
એસ.કે.પટેલ.યુનિ.વિસનગર ખાતે રાષ્ટ્રીય લેવલનું મહાઅધિવેશન તા.૧પ-૪-અન ે ૧૬-૪-ર૩ શનિ-રવિવારે યોજાશે. જેમા ૭૦૦૦ કરતા વધુ પ્રતિનિધિઓ જુદા જુદા રાજ્યોમાંથી આવશે. આ અધિવેશનના ઉપક્રમે બીઝનેસ સમિટનું જુદા જુદા પ્રકારના ૧૦૦થી વધુ પ્રદર્શન સ્ટોલ તથા ૮થી વધુ ફુડ-કોર્ટ (સ્ટોલ)નું આયોજન કરાયુ છે. આ ઉપરાંત સમગ્ર કુર્મી સમાજ માટે દ્વીતીય “સીતા સ્વયંવર” નું પણ આયોજન છે. જેમાં ૧૦૦થી વધુ દીકરીઓ તેમના વાલીઓ હાજર રહેશે.
નવા વિચાર મુજબ આવનાર દરેક પ્રતિનિધિ -મહેમાન જુદા જુદા ગામ શહેરના પાટીદાર પરિવારના ઘરે રોકાશે. અને ગુજરાતના પાટીદારના અતિથ્યનો લ્હાવો માણશે. આ અંગે વિસનગર ખાતે તડામાર તૈયારીઓ ચાલુ છે. પ્રકાશભાઈ પટેલ પ્રસીડેન્ટ એસ.કે.યુનિ.,રાજુભાઈ કે. પટેલ (આર.કે.જવેલર્સ), નટુભાઈ તિરૂપતિ-પ્રમુખ બહારગામ સમાજ, ગોવિંદભાઈ સમર્થ ડાયમંડ, જશુભાઈ વી.પટેલ કાંસા, પ્રિતેશભાઈ પટેલ એપીએમસી ચેરમેન, પરિમલભાઈ પટેલ કહોડા- એવરેસ્ટ ઈન્સ્ટુમેન્ટ એમ કુલ ૭ (સાત) સમાજ શ્રેષ્ઠીઓની હાઈ પાવર સમિતિ કામ કરી રહી છે. કુર્મી પાટીદાર મહાસભાના ગુજરાતના પ્રમુખ સતીષભાઈ ડી.પટેલ -શંકર છાપ તમાકુવાળા કાંસા તથા તેમની ટીમ, વિસનગર તાલુકાના જુદા જુદા ગામના તથા બહાર ગામ સમાજના પ્રગતિ મંડળના આગેવાનો, શહેરો પ્રગતિ મંડળો, તળ ક.પા. સમાજ, ગોવિંદ ચકલા સમાજ ગુંદીખાડ બાવન/ બાવીસી સમાજના આગેવાનો, વિસનગર કુર્મી ટીમના આગેવાનો, એ.કે.પટેલ, ઈશ્વરભાઈ નેતાજી, બાબુભાઈ વાસણવાળા, કમલેશભાઈ વીરપરા, અલ્પેશભાઈ પટેલ પ્રમુખ, સરદાર હાઈસ્કુલ પિયુષભાઈ પટેલ ઉમતા, મહેન્દ્રભાઈ કે.પટેલ બહાર ગામ સમાજ, કમલેશભાઈ કે.પટેલ નિવૃત શિક્ષક જી.ડી.હાઈસ્કુલ, મહેન્દ્રભાઈ પટેલ કમાણા, નટુભાઈ સદુથલા, રાજુભાઈ કમાણા ઉમીયા પ્લાસ્ટ, કરશનભાઈ લાછડી, પી.સી.પટેલ ગંજબજાર, ડૉ.પારુલબેન પટેલ, દક્ષાબેન પટેલ કમાણા, કૈલાસબેન કંસારાકુઈ, કામીનીબેન સાતસો સમાજ વિગેરે તમામ આયોજનમાં કાર્યરત છે.
આ આયોજનમા જમવાનું નાસ્તો વિગેરે બનાવવાની તેમજ પીરસવાની જવાબદારી જશુભાઈ વી.પટેલ કાંસાની ટીમ સંભાળશે.મહેમાનોને જુદા જુદા ગામ તથા શહેરમા લઈ જવા/ લાવવાની વ્યવસ્થા મોટાબાવન ક.પા.સમાજ પ્રગતિ મંડળ વિસનગરના વસંતભાઈ જે.પટેલ તથા વિષ્ણુભાઈ આઈ પટેલની ટીમ સંભાળશે.
જુદા જુદા ધંધાકીય સ્ટોલનું આયોજન યોગીનભાઈ ડી.પટેલ મો નં.૯૮રપ૦ ૧૦પ૦૬ની ટીમ સંભાળશે. જેમાં બે દિવસનો કુલ ચાર્જ ફક્ત રૂા. ૧૧૦૦૦/- છે. બહેનો દ્વારા સંપુર્ણ રીતે ચાલતા ધંધા માટે પ૦% કન્સેસન રાખવામા આવ્યુ છે.
સીતા સ્વયંવરમાં ગુજરાતની દીકરીઓ પણ ભાગ લઈ શકશે. જેમનો બાયોડેટા વોટસએપ નં. ૯ર૬પ૧ ૦૦૦૬ર દશરથભાઈ પટેલ મંત્રીને મોકલવાનો રહેશે. શહેરી પ્રગતિ મંડળના મિત્રો તથા જુદી જુદી સોસાયટીઓમાં વસતા પાટીદાર પરિવારોની મીટીંગો ચાલુ થઈ ગઈ છે. જે સોસાયટી સમાજ તળ સમાજમાં મીટીંગો બાકી હોય તે સત્વરે કરવા વિનંતી કરવામા આવી છે. મહેમાનોને લઈ જવા- લાવવાની વ્યવસ્થા માટે સ્વેચ્છાએ ગાડીની સેવા આપવાની તૈયારી દર્શાવી છે. આ અંગે હસમુખભાઈ ડી.પટેલ, સેવાલીયા મોનં. ૯૭ર૭૮ ૩૧૭૪૯ નો સંપર્ક કરવાનો રહેશે. વી.આઈ.પી.મહેમાનોને ઉતારાની વ્યવસ્થાનું આયોજન પણ વિચારેલ છે. ૧૦૦ થી વધુ મહિલાઓએ સ્વયં સેવિકા તરીકે કામ કરવા તૈયારી દર્શાવી છે.
પ્રચાર અને પ્રસાર માટે ૬ફુટ x ૬ ફુટના બેનર જુદા જુદા ગામોમાં વિસનગર શહેરના રોડ -રસ્તા પર સોસાના રોડ પર રૂા. ૧રપ૦/-ના દાતાના સહયોગથી ફોટા વિગત સાથે બેનર લગાડવામાં આવશે. આ અંગે પિયુષભાઈ પટેલ ઉમતાવાળા મો નં. ૯૮રપ૦ ૯પ૧ર૧ અથવા કુર્મી કાર્યાલય પાર્વતી પ્રણામ કોમ્પલેક્ષ -એસ.કે.યુનિ.સામે સંપર્ક કરી શકાશે.
સમગ્ર આયોજન અંગે તા.પ-ર-ર૩ ના રોજ રવિવારે કાર્યકરોની મીટીંગ એસ.કે.યુનિ.ડેન્ટલ કોલેજ હોલમાં રાખવામા આવી હતી. જેમા જુદા જુદા ગામના કન્વીનરો, શહેરી પ્રગતિ મંડળના કારોબારી સભ્યો તથા અન્ય આગેવાનો હાજર રહ્યા હતા. અગાઉ આ મહાસંમેલન તા.૪-૩-ર૩ના અને પ-૩-ર૩ના રોજ રાખેલ પરંતુ હોળી તેમજ પરીક્ષા ઓના કારણે તા.૧પ-૪-ર૩ અને ૧૬-૪-ર૩ ના રોજ રાખેલ છે. તેની નોંધ લેવા વિનંતી.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us