Select Page

હસતા-રમતા-ડાન્સ કરતા કે જીમ કરતા શ્વાસ થંભી જાય છે
યુવાનોમાં વધતા હાર્ટએટેકના બનાવ ચિંતાજનક-સાવચેતી જરૂરી

હસતા-રમતા-ડાન્સ કરતા કે જીમ કરતા શ્વાસ થંભી જાય છે<br>યુવાનોમાં વધતા હાર્ટએટેકના બનાવ ચિંતાજનક-સાવચેતી જરૂરી

તંત્રી સ્થાનેથી…
કોરોના કાળ બાદ યુવાનોમાં હાર્ટએટેકના બનાવો વધી રહ્યા છે. આ ઉપરાંત્ત બહારનુ જંકફૂડ, દૈનિક પ્રવૃત્તિઓમાં અનિયમિતતા તેમજ બદલાતા વાતાવરણના કારણે લોકોના આરોગ્યમાં ફેરફાર જોવા મળી રહ્યા છે. હસતા, રમતા, પ્રસંગમાં ડાન્સ કરતા, જીમમાં કસરતા કરતા, સીડી ચડતા સમયે હાર્ટ એટેકના બનાવોથી યુવાન વયે જીવ ગુમાવ્યાના બનાવો બની રહ્યા છે. હાસ્ય કલાકાર રાજુ શ્રીવાસ્તવને જીમમાં ટ્રેડમીલ ઉપર રનીંગ કરતા સમયે એટેક આવ્યો અને લાબી સારવાર બાદ મૃત્યુ થયુ. હૈદરાબાદમાં લગ્ન પ્રસંગે વરરાજાને હલદીની રસમ ચાલી રહી હતી. જેમાં હલદી લગાવતા સમયે એક શખ્સને એટેક આવતા ફસડાઈ પડ્યા. હોસ્પિટલમાં દાખલ કરતા ર્ડાક્ટરે મૃત્યુ થયુ હોવાનુ જણાવ્યુ. તેલંગણાનો એક યુવાન સબંધીને ત્યા લગ્ન પ્રસંગે ગયો હતો. જે ગીત ઉપર ડાન્સ કરી રહ્યો હતો, લોકો ડાન્સ કરતા યુવાનને પ્રોત્સાહન આપતા તાળીઓ પાડી રહ્યા હતા અને ડાન્સ કરતા કરતાજ યુવાન પડી ગયો. ૩૦ સેકન્ડ સુધી યુવાન ઉભો નહી થતા લોકોને શક પડતા યુવકને ઉભો કરવા આવ્યા અને ખબર પડી કે ડાન્સ કરતા કરતા યુવાનને હાર્ટ છેતરી ગયુ. અમદાવાદમાં જી.એસ.ટી. કર્મચારીઓ અને જીલ્લા પંચાયત ટીમ વચ્ચે ક્રિકેટ મેચ ચાલી રહી હતી. એક યુવાન બોલીંગ કરવા ઉભો હતો અને અચાનક બેસી ગયો. અન્ય ખેલાડીઓ દોડીને તપાસ કરતા યુવકનુ મૃત્યુ થયુ હતુ. મધ્યપ્રદેશના એક જીલ્લામાં સિક્યોરીટી કર્મચારી જમી રહ્યા હતા અને અચાનક છાતીમાં દુઃખાવો ઉપડતા જમીન ઉપર પડી ગયા. જેમનુ હાર્ટ એટેકથી મૃત્યુ થયુ. બોલીવુડના હિરોઈન અને નિયમિત જીમ કરતા સુસ્મીતા સેનને હાર્ટ એટેક આવતા સોશિયલ મીડીયામાં જાણ કરી હતી. આવીજ રીતે સીડી ચડતા, બેડમિન્ટન રમતા કે ટુ વ્હીલર ચલાવતા હાર્ટ એટેકના કિસ્સાઓ જોવા મળી રહ્યા છે. હાર્ટ એટેક પહેલા ૬૦ વર્ષથી ઉપરની ઉંમરમાં વૃધ્ધાવસ્થામાં જોવા મળતી બીમારી હતી. અત્યારે હાર્ટ એટેકના કેસોમાં મોટાભાગના લોકોની ઉંમર ૩૦ થી ૪૦ ની આસપાસ છે. હાર્ટ એટેક એ વૃધ્ધોનો રોગ માનવામાં આવતો હતો આજે મોટેભાગે યુવાનો હાર્ટએટેકનો શિકાર બની રહ્યા છે. કોરોના કાળ બાદ લોકોમાં હૃદય સબંધિત રોગોનુ જોખમ નોધપાત્ર રીતે વધી ગયુ છે. કોવીડ-૧૯ વાયરસના કારણે રક્તવાહિનીઓમાં લોહી ગંઠાવાનુ શરૂ થઈ થતા હૃદય સબંધિત રોગોના કેસો વધી રહ્યા છે. સ્ત્રીઓ કરતા સૌથી વધુ પુરુષો હૃદય રોગથી પીડાઈ રહ્યા છે. બ્લડપ્રેશર, સુગર, સ્ટ્રેસ, સ્થુળતા અને અનિયમિત જીવનશૈલીને હૃદયરોગના મુખ્ય કારણો તરીકે જોવામાં આવે છે. હૃદયરોગ માટે ડાયાબીટીસ જવાબદાર છે. ભારતના યુવાનોમાં ડાયાબીટીસની સમસ્યા એટલી ઝડપી વધી રહી છેકે, આ સમસ્યા યથાવત રહેશે તો આવનાર વર્ષોમાં ભારતમાં ડાયાબીટીસના દર્દિઓની સંખ્યા કરોડોમાં હશે. બે-ત્રણ વર્ષથી જોગીંગ કરતી વ્યક્તિને પાંચ કિ.મી. દોડવાનુ કહેવામાં આવે તો સરળતાથી દોડી શકે છે. જ્યારે બે-ત્રણ મહિનાથી જોગીંગ કરતા વ્યક્તિને પાંચ કિ.મી. દોડવાનુ કહેવામાં આવે તો દોડી શકશે નહી, જેને શરીર પર વધુ પડતા દબાણથી થાક લાગશે અને શ્વાસ લેવામાં તકલીફ પડશે. ઓક્સીજનની ઉણપથી એટેકના ચાન્સીસ વધે છે. અત્યારે યુવાનો દેખાદેખીમાં ફિટનેસ માટે કે એબ્સ બનાવવા જીમમાં જાય છે. યુવાનોએ એ જાણવાની જરૂર છે કે સિક્સ પેક એબ્સ બનાવવાનો અર્થ ફીટનેશ નથી. યુવાનો જીમમાં જઈને બીજાને જોઈને ઈગો લીફ્ટીંગ કરે છે અને શરીર ઉપર ક્ષમતા કરતા વધારે ભાર મુકે છે. આ સ્થિતિમાં શરીર પડી ભાગે છે અને વિવિધ સમસ્યાઓ ઉભી થાય છે. નિયમિત જીવનશૈલીજ હાર્ટએટેકથી દુર રાખે છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts