Select Page

જશુભાઈ પટેલની અધ્યક્ષતામાં મુખ્યમંત્રી તથા કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલને આવેદન આપ્યુદિકરીના લગ્ન નોંધણીમાં માતા-પિતાનુ સોગંદનામુ ફરજીયાત કરો

જશુભાઈ પટેલની અધ્યક્ષતામાં મુખ્યમંત્રી તથા કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલને આવેદન આપ્યુદિકરીના લગ્ન નોંધણીમાં માતા-પિતાનુ સોગંદનામુ ફરજીયાત કરો

વિસનગર ભાજપના અગ્રણી જશુભાઈ પટેલે ગુજરાતના તમામ સમાજોને એક કરી હિન્દુ યુવતીઓને લગ્નની લાલચમાં ફસાવી બરબાદ કરનાર તત્વો સામે અવાજ ઉઠાવ્યો છે. ગત વર્ષમાં ઓગષ્ટ માાસમાં મોટુ સંમેલન આયોજીત કર્યુ હતુ. ત્યારબાદ ફરીથી ભાજપ સરકારે રાજ્યમાં સત્તાની ધુરા સંભાળતા હિન્દુ લગ્ન અધિનિયમમાં ફેરફાર કરવા જશુભાઈ પટેલની અધ્યક્ષતામાં મુખ્યમંત્રી તથા કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલને આવેદન આપવામાં આવ્યુ હતુ.
ચોરાસી કડવા પાટીદાર સમાજ ચેરીટેબલ ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રમુખ તેમજ વિસનગર ભાજપના અગ્રણી જશુભાઈ પટેલે છેલ્લા એક વર્ષથી હિન્દુ યુવતીઓને વિધર્મિઓના હાથે બરબાદ થતી બચાવવા એક મોહિમ ઉપાડી છે. જે અંતર્ગત વર્ષ-૨૦૨૨ ના ઓગષ્ટ માસમાં ગુજરાત રાજ્યમાં વસતા જ્ઞાતિ જાતિ સમાજનુ સંગઠન બનાવી એક સંમેલન બોલાવ્યુ હતુ. જેમાં રાજ્યના ૧૪ જીલ્લાના ૪૫૦ સમાજના ૨૦ લાખ કુટુંબના
પ્રતિનિધિઓએ
હાજરી આપી પોતાના સમાજમાં બનેલી ઘટનાઓની માહિતી આપી હતી. ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં ભાજપે ફરી સત્તા સંભાળતા જશુભાઈ પટેલે સમાજના અગ્રણીઓ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા વિસનગરના ધારાસભ્ય તેમજ કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલને આ મુદ્દે આવેદન પત્ર આપ્યુ હતુ. જેમાં લગ્ન હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ અને હિન્દુ લગ્ન અધિનિયમ ૧૯૯૫ ની કલમ ૫ તથા ૭ માં દર્શાવેલ વિધિ મુજબ થયેલુ હોવુ જોઈએ અને તેના પુરાવા રજુ કરવા જોઈએ. કોઈપણ ૧૮ વર્ષ કે તે ઉપરની ઉંમરની દિકરી લગ્નની નોંધણી કરાવવા માટે આવે તો તેના માતા-પિતાની સહમતી દર્શાવતુ સોગંદનામુ સાથે બીડવાનુ તેમજ આંતરજ્ઞાતિય લગ્ન નોંધણી ૨૫ વર્ષથી નીચેની દિકરા દિકરીની ઉંમર હોય તો તેની લગ્ન નોંધણી થઈ શકશે નહી. એટલે કે આંતરજ્ઞાતિય લગ્ન કરતા યુવક-યુવતીની ઉંમર ૨૫ વર્ષથી નીચેની હોવી જોઈએ નહી તેવા હિન્દુ લગ્ન અધિનિયમમાં રાજ્ય લેવલે ફેરફાર કરવા આવેદન પત્રમાં માગણી કરવામાં આવી છે.
આ બાબતે જશુભાઈ પટેલે જણાવ્યુ છેકે, આંતરજ્ઞાતિય લગ્ન અને વિધર્મી સાથેના લગ્ન કાયદેસરના વાલીઓની સહમતી વિના થતા સમાજમાં કાયદો અને વ્યવસ્થાને ગંભીર અસર થઈ છે. ગુજરાતમાં એવા ઘણા કિસ્સા બન્યા છેકે ધો.૧૦ કે ૧૨ માં ભણતી બાલીકાઓને લફંગા તત્વો પ્રેમજાળમાં ફસાવે છે. સગીરાઓને ફસાવી તેના ફોટા પાડી અને વિડીયો ઉતારી સમાજમાં બદનામ કરવાની ધમકી આપવામાં આવે છે. આ રીતે બાલીકાઓને ફસાવી ભગાડી જઈ માતા-પિતાની સહમતી વગર ગ્રામ પંચાયતના તલાટી સમક્ષ લગ્ન નોંધણી કરાવી દે છે. ત્યારબાદ દિકરીઓનુ શોષણ કરવામાં આવે છે. આવા બનાવોના કારણે બે જ્ઞાતિ વચ્ચે વર્ગ વિગ્રહ થાય છે. આવા બનાવો બનતા અટકે તે માટે તા.૨૭-૦૮-૨૦૨૨ ના રોજ ગુજરાતમાં વસતા હિન્દુઓની જાતિ, જ્ઞાતિ, સમાજ, ગોળનુ સંમેલન મહેસાણા ચોર્યાસી સમાજના સંકુલમાં બોલાવવામાં આવ્યુ હતુ. હિન્દુ સગીર દિકરીઓને વિધર્મી દ્વારા લલચાવી ફોસલાવી જે રીતે બરબાદ કરી ધર્માંતરણ કરવામાં આવે છે તે અટકાવવા આ મોહીમ ઉપાડી છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us