Select Page

પી.આઈ.એસ.એસ.નિનામાએ માહિતી મળતાજ સ્થળ ઉપર પહોચી ટેન્કર જપ્ત કર્યુવિસનગર તળાવમાં એસીડ ઠાલવનાર વિરુધ્ધ કડક કાર્યવાહી

પી.આઈ.એસ.એસ.નિનામાએ માહિતી મળતાજ સ્થળ ઉપર પહોચી ટેન્કર જપ્ત કર્યુવિસનગર તળાવમાં એસીડ ઠાલવનાર વિરુધ્ધ કડક કાર્યવાહી

વિસનગરમાં સદુથલા રોડ ઉપર મોડી રાત્રે એક ટેન્કર તળાવમાં ઝલદ પ્રવાહી ઠાલવતુ હોવાની પોલીસને બાતમી મળી હતી. ત્યારે પી.આઈ. એસ.એસ.નિનામા તાત્કાલીક સ્થળ ઉપર પહોચી ટેન્કર જપ્ત કરી કડક કાર્યવાહી હાથ ધરી હતી. એફ.એસ.એલ. તથા પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓને બોલાવી સેમ્પલ લઈ ટેન્કર ચાલક તથા ઝલદ પ્રવાહી મોકલનાર વિરુધ્ધ ગુનો નોધી માનવ જીંદગી તથા પર્યાવરણને હાની પહોચાડનારની શોધખોળ શરૂ કરી છે.
રાત્રે ૧-૦૦ વાગે સદુથલા રોડ ઉપર તળાવમાં ઝલદ પ્રવાહી ઠાલવતા હતા
વિસનગર સીટી પોલીસ સ્ટેશનના પી.આઈ. એસ.એસ. નિનામા, બાહોશ મહિલા એ.એસ. આઈ.શીતલબેન રમેશભાઈ સોલંકી વિગેરે નાઈટ પેટ્રોલીંગમાં હતા. ત્યારે પ્રજાપતિ પવનભાઈ સુરેશભાઈએ પોલીસને જાણ કરી હતી કે સદુથલા રોડ ઉપર ગણેશ ઓઈલ મીલ સામેના તળાવમાં એક ટેન્કર ચાલક ઝલદ પ્રવાહી ઠાલવી રહ્યો છે. પી.આઈ. તાત્કાલીક સ્થળ ઉપર પહોચતા ટેન્કર ઉભુ હતુ તે વિસ્તારમાં ખુબજ ધુમાડો ફેલાયેલો હતો. નાકમાં બળતરા થાય તેવી તીવ્ર વાસ આવતી હતી. આંખમાં પણ ધુમાડાના કારણે બળતરા થતી હતી. પી.આઈ.એ તાત્કાલીક એફ.એસ.એલ. તથા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને જાણ કરી હતી. એફ.એસ.એલ. આવી તપાસ કરતા ઝલદ એસીડ હોવાનુ જાણવા મળ્યુ હતુ. પોલ્યુશન કંટ્રોલ બોર્ડે પણ કેમિકલ તથા જ્યા કેમિકલ ઢોળાયુ હતુ તે ભાગની માટીના સેમ્પલ લીધા હતા.
જી.જે.૦૨ ઝેડ ઝેડ ૩૫૭૩ નંબરના ટેન્કર ઉપર ડોઝ વેસ્ટ તથા વાહન ૧૦ ફૂટ દુર રાખવાની ચેતવણી આપતુ લખાણ લખ્યુ હતુ. ટેન્કરની પાછળ ખતરાનો ખોપડીવાળો સીમ્બોલ દોર્યો હતો. ટેન્કરના કેબીનમાં તપાસ કરતા ભારત કેમિકલ કોર્પોરેશનના નામના બે બીલ તથા ડી.કે.એન્જીનીયર ઈન્ડસ્ટ્રીયલ ટેસ્ટીંગ યુટીલીટી લખેલ બે પત્ર મળી આવ્યા હતા. પ્રવાહી એટલુ ઝલદ હતુ કે આવતા જતા તમામને નામ અને આંખમાં બળતરા થતી હોવાની ફરિયાદ હતી. પ્રવાહી જ્યાં પડ્યુ હતુ તે જમીન ઉપર ઉગેલ ઘાસ બળીને સાફ થઈ ગયુ હતુ. તળાવના ઝલદ પ્રવાહી વાળુ પાણીના સંપર્કમાં આવનારને ગંભીર અસર થાય, જીવનુ જોખમ થાય તેમજ પર્યાવરણને મોટુ નુકશાન થાય તેમ હોઈ આ ગંભીર બાબતે પી.આઈ.નિનામાની સુચનાથી કડક કાર્યવાહી કરવામાં આવી હતી.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us