Select Page

ખેરાલુ રામનવમીની યાત્રામાં સ્વાગત માટે લગાવેલા બેનરોમાંથી ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીનું માથુ કોણે ગાયબ કર્યુ?

ખેરાલુ રામનવમીની યાત્રામાં સ્વાગત માટે લગાવેલા બેનરોમાંથી ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીનું માથુ કોણે ગાયબ કર્યુ?
ખેરાલુ શહેરમાં રામનવમી નિમિત્તે શ્રીરામની રથયાત્રામાં લોકો વધુ પ્રમાણમાં આવે તે માટે ભાજપ-કોંગ્રેસના આગેવાનો દ્વારા હાઈવે ઉપર ઠેરઠેર બેનરો લગાવ્યા હતા. ખેરાલુ શહેરને ભગવા ધ્વજથી દુલ્હનની જેમ શણગારવામા આવ્યુ હતુ. ખેરાલુની સિધ્ધપુર ચોકડી ઉપર શ્રી રામ રથયાત્રામાં લોકોને આવવા માટે વિનંતી કરતુ બોર્ડ લગાવ્યુ હતુ. જેમાં ઉપર શ્રીરામનો ફોટો હતો તેમજ તેની નીચે ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીનો ફોટો હતો. રામનવમી પત્યા પછી કોઈએ બેનરમાંથી ધારાસભ્યનું માંથુ ગાયબ કરતા પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે.
ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી ચુંટાયા ત્યારથી તેમને ભાજપ, કોંગ્રેસ સહીત અનેક લોકોના વિરોધનો સામનો કરવો પડે છે. સરદારભાઈ ચૌધરી ચુંટાયા  પછી તેમનું વર્તન ભાજપના આગેવાનોને પસંદ નથી તેવી બુમો ઉઠી રહી છે. ખેરાલુ શહેરમાં જે વ્યક્તિઓએ ધારસભ્ય સરદારભાઈ ચૌધરીનું માથુ બેનરમાંથી ગાયબ કર્યુ તે વ્યક્તિઓએ રામ નવમીની રથયાત્રા સુધી બેનરને હાથ પણ લગાવ્યો નથી. જેથી સરદારભાઈ ચૌધરીનું માથુ ગાયબ કરનારાઓ શ્રી રામની રથયાત્રાના સમર્થનમાં હતા પરંતુ જેવી રામનવમી પતી કે તુરંત જબીજા કે ત્રીજા દિવસે બેનરમાંથી સરદારભાઈ ચૌધરીનું  માથુ ગાયબ કરી દીધુ હતુ. એવું તો સરદારભાઈએ શું ખોટુ કર્યુ કે વિરોધીઓ તેમનું મોઢુ પણ જોવા માંગતા નથી. ખેરાલુની સિધ્ધપુર ચોકડી ઉપર ચારે બાજુ દેખાય તેવા લંબચોરસ બોક્ષ ટાઈપ બેનરો સર્કલ ઉપર લગાવાયા હતા. આ ચારે દિશાના ચારે બેનરોમાંથી સરદારભાઈ ચૌધરીનું માથુ ગાયબ કરવામા આવતા તાત્કાલિક બેનરો હટાવી દેવામા આવ્યા હતા. 
ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીના વિરોધીઓ ભાજપના કે કોંગ્રેસના તે સંશોધનનો વિષય છે. પરંતુ આવુને આવુ જ ચાલશે તો આગામી લોકસભાની ચુંટણીમાં ભાજપને મોટુ નુકશાન પડશે તે વાત નિશ્વિત છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts