Select Page

સાતસો સમાજ દ્વારા આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇનો સન્માન સમારોહ યોજાયોકેબીનેટ મંત્રી પદની માનતા ફળી-પગપાળા સંઘ ઉંઝા જશે

સાતસો સમાજ દ્વારા આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇનો સન્માન સમારોહ યોજાયો
કેબીનેટ મંત્રી પદની માનતા ફળી-પગપાળા સંઘ ઉંઝા જશે
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
સાતસો સમાજ વિસનગર અયોજક મંડળ દ્વારા રવિવાર ના રોજ આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલનો કેબીનેટ મંત્રી બનવા બદલ સન્માન સમારોહ યોજાયો. છઁસ્ઝ્ર ગ્રાઉન્ડ વિસનગર સ્થળે આ કાર્યક્રમનું આયોજન થયું હતું. જેમાં સમાજના ભાઇઓ બહેનો યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ઋષિકેશભાઇ પટેલ કાર્યક્રમમાં સ્પેશીયલ સમય ફાળવી ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સમાજની જુદી જુદી સંસ્થાઓ દ્વારા શાલ અને ફૂલહારથી સન્માન થયું હતું. જેમાં સાતસો ઉમિયા ટ્રસ્ટ વતીથી પ્રમુખ હસમુખભાઇ પટેલ, સાતસો પીપલ્સ ક્રેડીટ સોસાયટી વતીથી ચેરમેન કીર્તિભાઈ પટેલ, સાતસો વિવેકાનંદ ફાઉન્ડેશન વતીથી પ્રમુખ ડો.મહેન્દ્રભાઈ, સમગ્ર સાતસો સમાજ વતીથી સમાજના પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ અમદાવાદ, ઉમિયા કેરીયર વતી થી HOD વીજયભાઈ પટેલ, SPL પ્રોજેક્ટ ચેરમેન અંજયભાઈ પટેલ, લગ્ન યોજના ચેરમેન રાજુભાઈ પટેલ દ્વારા તાલીઓના ગડગડાટ વચ્ચે કેબીનેટ આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલનું શાલ બુકેથી સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે સાતસો સમાજ મેનેજમેન્ટ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે ઋષિકેશભાઇ પટેલ કેબીનેટ મંત્રી બનવા બદલ સાતસો સમાજ દ્વારા પગપાળા સંઘ વિસનગરથી ઊંઝા ઉમિયા માતાજીના ધામમાં જશે. પગપાળા સંઘ બાબતે ભૂતકાળને યાદ કરીને જણાવ્યુ હતું કે હતું કે, જ્યારે કીર્તિભાઈ પટેલ કલાનિકેતન વિસનગર શહેર ભાજપ પ્રમુખ હતા ત્યારે તેઓ સાતસો સમાજ પ્રમુખ પણ હતા. જે સમયે દેરોલ હિંમતનગર સ્થળે સાતસો કડવા પાટીદાર સમાજનો સ્નેહ મિલન સમારંભ યોજાયો હતો. આ સમારંભના મુખ્ય મહેમાન ઋષિકેશભાઇ પટેલ હતા. કાર્યક્રમ દરમિયાન સમગ્ર સમાજ દ્વારા ઋષિકેશભાઇ પટેલને ગુજરાત સરકારમાં મંત્રી પદ મળે તે માટે માં ઉમિયાને સામૂહિક પ્રાર્થના કરાઈ હતી. અને માનતા માની હતી કે જ્યારે પણ ઋષિકેશભાઇ પટેલને ગુજરાત સરકારમાં મંત્રી પદ મળશે ત્યારે સમાજ દ્વારા માં ઉમિયાનો રથ લઈ પગપાળા સંઘ દ્વારા ઊંઝા જઈ માં ઉમિયાના દર્શન કરીશું. જે સમય આજે આવી ગયો હતો. જાહેરાત કરાઈ હતી કે સાતસો સમાજ હોલ, કોકિલા ભવનથી રથ લઈ ઋષિકેશભાઇ પટેલના નિવાસ્થાને જશે. ત્યાં સામૂહિક આરતી કરી રથ લઈ પગપાળા સંઘ ઊંઝા માં ઉમિયા ધામ જઈ માં ઉમિયાના દર્શન કરવામાં આવશે. ઋષિકેશભાઇ પટેલ માટે અને સાતસો સમાજની પ્રગતિ માટે અને વિકાસ માટે ઊંઝા માં ઉમિયા માતાજીને પ્રાર્થના કરવામાં આવશે. પગપાળા સંઘ લઈને ઊંઝામાં ઉમિયા ધામ જવા માટે તારીખ મંત્રી ઋષિકેશભાઇ પટેલ નક્કી કરશે તે સ્વીકારવામાં આવશે. જેમાં ઋષિકેશભાઇ પટેલ દ્વારા જાહેરાત થઈ હતી કે તેમના ઘરે સંઘના સભ્યો માટે ભોજન કાર્યક્રમ થશે અને પછી તેઓ સહપરિવાર માં ઉમિયાના રથ અને સંઘને વિદાય આપશે. પાંચ કિલોમીટર સુધી તેઓ પણ સાથે પગપાળા જશે અને પછી માં ઉમિયાના સંઘને વિદાય આપશે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts