Select Page

ખેરાલુ પાલિકાનું રૂા.ર.ર૬ કરોડનું ટેન્ડર ધારાસભ્યની સુચનાથી ખોલાયુ

ખેરાલુ પાલિકાનું રૂા.ર.ર૬ કરોડનું ટેન્ડર ધારાસભ્યની સુચનાથી ખોલાયુ

ખેરાલુ પાલિકામાં વહીવટદાર અને ચિફ ઓફીસર વચ્ચેના વિવાદોને કારણે છેલ્લા અઢી મહિનાથી ખેરાલુ પાલિકાનું રૂા. ર.ર૬ કરોડનું ટેન્ડર ખુલતુ નહોતું. પાલિકા સભ્યોએ પોતાની ટર્મ પુરી થવાના ગણત્રીના દિવસો પહેલા આ ટેન્ડરમાંં રીંગ થઈ છે તેવું પાલિકા પુર્વ કારોબારી ચેરમેને ગોવિંદભાઈ પ્રજાપતિએ વાંધા અરજી આપી હતી. જેમાં પાલિકાના પુર્વ પ્રમુખ હેમન્તભાઈ શુકલએ પણ અરજીમાં યોગ્ય કાર્યવાહી કરવા શેરો માર્યો હતો. પાલિકાની ટર્મ પતી ગઈ તે પછી વહીવટદાર એચ.એન.વસૈયા અને ચિફ ઓફીસર વચ્ચે ટેન્ડર રદ કરવા અને ખોલવા બાબતે અલગ અલગ મત મતાંતર થયા હતા. ખેરાલુ ચિફ ઓફીસર ઉમાબેન રામિણા દ્વારા આ વિવાદમાં કોઈ નિર્ણય ન લેતા ગાંધીનગર આર.સી.અમે. સમક્ષ આ મુદ્દે શુ કરવું તેની સલાહ માંગી હતી. ગાંધીનગર આર.સી.એમ દ્વારા ત્વરીત નિર્ણય ન કરતા ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીએ રજુઆત કરતા આર.સી.એમ. દ્વારા પાલિકાનું ટેન્ડર ખોલવા ગુજરાત નગરપાલિકા અધિનિયમ-૧૯૬૩ ની કલમ ૬૭(૧) અને ૬૭ (ર) ની જોગવાઈઓ પ્રમાણે કાર્યવાહી કરવા સુચનાઓ આપી હતી. ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીએ તાજેતરની ખેરાલુ પાલિકાની મુલાકાતમાં ચિફ ઓફીસરને ટેન્ડર ખોલવા સુચના આપતા અંતે ટેન્ડર ખોલવામાં આવ્યુ છે.
ખેરાલુ પાલિકાના સભ્યોએ રૂા. ર.ર૬ કરોડના ટેન્ડરમાં રીંગ થઈ છે. તેવી વાંધા અરજી આપી છતા ટેન્ડર રદ કરી ફરીથી મંગાવવાની કોશીશ પણ ન કરાતા લોકોમાં ભારે ચર્ચાનો વિષય બનવા પામ્યો છે. ટેન્ડર ખોલી દેવા બાબતે ખેરાલુ પાલિકાના વહીવટદાર મામલતદાર એચ.એન.વસૈયાને પુછતા તેમણે જણાવ્યુ હતુ કે હાલ તેઓ રજા ઉપર છે. હાલ ખેરાલુ પાલિકાના વહીવટદારનો ચાર્જ વડનગર મામલતદાર પાસે છે. ટેન્ડર ખોલવા બાબતે કોઈ જાણતા નથી. નોકરી ઉપર હાજર થયા પછી ટેન્ડર કોની સુચનાથી કેવી રીતે ખોલાયુ તેનો જવાબ માંગવામા આવશે. આ બાબતે ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીને પુછતા તેમણે જણાવ્યુ કે ટેન્ડરમાં રીંગ થઈ છે કે નહી તે બાબતે હું કાંઈ જાણતો નથી. પરંતુ મારા મત વિસ્તારના વિકાસનું કામ રોકાય નહી એટલે ટેન્ડર ખોલવા મૌખિક સુચના આપી છે. ટેન્ડર ખોલવા સુચના આપી પાલિકામાંથી નિકળી ગયા હતા. કોનું ટેન્ડર ખોલ્યુ કોનું નથી ખોલ્યુ તે બાબતે હું કોઈ જાણતો નથી. ટેન્ડરમાં રીંગ થઈ છે કે નહી તેની ખબર કયારે પડે ? ટેન્ડર ખોલાશે તેમાં રીંગ થયાનું જણાશે તો હાયર ઓથોરીટી ટેન્ડર રદ કરી દેશે. જેથી ફરીથી રીટેન્ડરીંગ થશે. પાલિકા ચિફ ઓફીસરને સુચના આપી કે ગરમી પડે છે જેથી તમામ સ્ટ્રીટ લાઈટો ચાલુ રહેવી જોઈએ. પાણી નિયમિત મળે તેની વ્યવસ્થા જાળવી, રોડ રસ્તાના પ્રશ્નો હોય તો ઝડપથી કાર્યવાહી કરવા સુચના આપવા શુભેચ્છા મુલાકાત હતી. ટેન્ડર ખોલવા માટે સુચના આપવા ગયા નહોતા.
ઉપરોક્ત બાબતે ચિફ ઓફીસર ઉમાબેન રામિણાને પુછતા તેમણે જણાવ્યુ કે રૂા.ર.ર૬ કરોડનુ ટેન્ડરમાં રીંગ થઈ છે. તેવી વાંધા અરજી આવી હતી. આ બનાવ તેમના સેવાકાળમાં પહેલો હતો જેથી આર.સી.એમ. ગાંધીનગર સમક્ષ સલાહ લેવા પત્ર વ્યવહાર કર્યો હતો. જેમાં આર.સી.એમ.અધિકારી દ્વારા ગુજરાત નગરપાલિકા અધિનિયમ ૧૯૬૩ ની કલમ ૬૭ (૧) અને ૬૭ (ર) પ્રમાણે કાર્યવાહી કરવા સલાહ આપી છે જેથી ૬૭(૧) માં ટેન્ડર ખોલવાની સત્તા ચિફ ઓફીસરને અપાઈ છે. તેમજ ૬૭(ર) પ્રમાણે કારોબારીએ બહાલી આપવાની થાય હાલ વહીવટદાર રાજ હોવાથી ટેન્ડર મંજુર કરવાની સત્તા વહીવટદાર કરશે. પાલિકાના રૂા. ર.ર૬ કરોડના ત્રણ ટેન્ડર બહાર પડયા હતા. જેમે ૧ કરોડનું ટેન્ડર ધોરમનાથ કંસ્ટ્રકશન ખેરાલુ એ ૧૬.૧૦% નીચું ખુલતા મંજુર થયુ છે. (ર) ૯૩ લાખનું ટેન્ડર ધોરમનાથ કંસ્ટ્રકશન ખેરાલુ એ ૮.૧૦% ઉંચુ ભરતા મંજુર થયુ છે તેમજ (૩) પપ લાખનું ટેન્ડર એમ.એમ.ખરાડીયા પાલનપુરનું ૭ % ટકા ઉંચુ મંજુર કરવામાં આવ્યુ છે. જેની બહાલી વહીવટદાર મામલતદાર આપશે તો વર્ક ઓર્ડર આપવામા આવશે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us