Select Page

પી.આઈ.એસ.એસ.નિનામાને બાતમી મળતા જ રેડ કરી કડામાંથી વિદેશી દારૂનું કટીંગ કરતા કન્ટેનર ઝડપ્યુ

પી.આઈ.એસ.એસ.નિનામાને બાતમી મળતા જ રેડ કરી કડામાંથી વિદેશી દારૂનું કટીંગ કરતા કન્ટેનર ઝડપ્યુ

વિસનગર તાલુકાના કડા ગામની સીમમાં કન્ટેનરમાંથી વિદેશી દારૂની પેટીઓનું કટીંગ થતુ હોવાની સીટી પોલીસ સ્ટેશનના પી.આઈ.એસ.એસ. નિનામાને બાતમી મળી હતી. તાલુકા પોલીસને જાણ કરતા જ પોલીસે રેડ કરી વિદેશી દારૂની રૂા. ર૬,૦પ,ર૧ર/- ની કિંમતની ૧૮૩૪૮ બોટલો સહીતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સ્થળ ઉપરથી પકડાયેલા ત્રણ આરોપીઓને કોર્ટમાં રજુ કરતા સ્પેશ્યલ જીલ્લા સરકારી વકીલ જયદીપસિંહ રાજપૂતની દલીલો આધારે કોર્ટ ૬ દિવસના રીમાંડ મંજુર કર્યા હતા

  • પોલીસે ૧૮૩૪૮ બોટલો સાથે કુલ રૂા.૪ર,પ૬,૭ર૮ની કિંમતને મુદ્દામાલ જપ્ત કર્યો
  • સ્પેશ્યલ જીલ્લા સરકારી વકીલ જયદિપસિંહ રાજપૂતની દલીલો આધારે આરોપીની પુછપરછ માટે ૬ દિવસના રીમાન્ડ મંજુર

વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. જી.સી.પવાર સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા ત્યારે વિસનગર સીટી પોલીસ સ્ટેશનના પી.આઈ.એસ.એસ. નિનામાએ બાતમી મળી હતી કે કડા ગામની સીમમાં રાઠોડીપુરાથી ગોઠવા જતા રોડ ઉપર ધરેડાનામની સીમમાં રહેતા સંજયજી અરવિંદજી સરતાનજી ઠાકોર તથા પ્રવિણજી સરતાનજી મદાજી ઠાકોર બન્ને એમ.એચ.૪૩ વાય ૩૬૩૩ નંબરના કન્ટેનરમાંથી વિદેશી દારૂની પેટીઓ ઉતારીને એક ઓરડીમાં ભરી રહ્યા છે. જે બાબતની પી.આઈ.નિનામાએ જાણ કરતા જ તાલુકા પોલીસ પહોચતા કન્ટેનરમાંથી માણસો પેટીઓ ઉતારતા હતા. પોલીસને જોઈ અંધારાનો લાભ લઈને કેટલાક ઈસમો ખેતરમાં નાસી ગયા હતા. આસપાસની ઓરડીઓમાં તપાસ કરતા વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી. બાજુમાં પડેલી રીક્ષામાંથી દારૂની પેટીઓ મળી હતી. કન્ટેનર ભરીને દારૂની પેટીઓ હોવાથી સ્થળ ઉપર ગણી શકાય તેમ નહોઈ ડી.વાય.એસ.પી. દિનેશચંદ્ર ચૌહાણની દેખરેખમાં કન્ટેનર તાલુકા પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યુ હતુ. કન્ટેનર ખોલતા અંદરથી વિદેશી દારૂની ૭૪૯ પેટીઓ મળી આવી હતી. પોલીસે સ્થળ ઉપરથી મળી આવેલ રીક્ષા અને બે બાઈકો પણ જપ્ત કર્યા હતા. કન્ટેનર, રોકડ રકમ, અન્ય વાહનો તથા દારૂની બોટલો સહીતનો કુલ ૪ર,૬૦,૭૧ર/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે સ્થળ ઉપરથી પકડાયેલ કડા ધરેડાસીમમાં રહેતા ઠાકોર આકાશજી પ્રવિણજી સરતાનજી, ઠાકોર પ્રવિણજી સરતાનજી ચંદાજી, ઠાકોર સંજયજી અરવિંદજી સરતાનજી તથા પોલીસ રેડ દરમ્યાન નાસી ગયેલ કડા રાઠોડીપુરાનો ઠાકોર અલ્પેશજી પ્રવિણજી સરતાનજી તેમજ વિજાપુર તાલુકાના વડાસણનો વિહોલ અજયસિંહ ઘનશ્યામ વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો હતો. પકડાયેલ ત્રણ આરોપીઓને કોર્ટમાં રજુ કરતા સ્પેશ્યલ જીલ્લા સરકારી વકીલ જયદીપસિંહ રાજપૂતની દલીલો આધારે ૬ દિવસના કોર્ટ રીમાંડ મંજુર કર્યા હતા.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts