Select Page

એકલતાનો લાભ લઈ ખેતરમાં દુષ્કર્મ કરી દુપટ્ટાથી ગળુ દબાવ્યુવાલમની ગુમ યુવતીનો હત્યારો લીફ્ટ આપનાર રીક્ષાચાલક

પોલીસને ફક્ત કાયદો અને વ્યવસ્થાની જવાબદારી સોપવામાં આવે તો શુ ન કરી શકે તે મહેસાણા જીલ્લા પોલીસે સાબીત કરી બતાવ્યુ છે. વાલમની યુવતીની હત્યાનો ભેદ ઉકેલવા માટે પોલીસે આકાશ પાતાળ એક કરતા લીફ્ટ આપનાર રીક્ષા ચાલક જ હત્યારો હોવાનું ખુલ્યુ. યુવતીના ગુપ્ત ભાગે થયેલી ઈજા પ્રમાણે ગેંગ રેપની પણ શક્યતા નકારી શકાય તેમ નથી. આરોપી રીક્ષાચાલકને કોર્ટમાં રજુ કરતા ૧૦ દિવસના રીમાંડ મંજુર કર્યા હતા.
વિસનગર તાલુકાના વાલમ ગામની યુવતી તા.રપ-૪ ના રોજ મહેસાણા મોલમાં નોકરી કરી ઘરે આવવા નિકળી હતી. જે ગુમ થતા પોલીસે શોધખોળ શરૂ કરી હતી. એવામાં તા.ર૭-૪ ના રોજ બાસણા સીમમાં એરંડાના ખેતરમાં નિર્વસ્ત્ર હાલતમાં યુવતીની લાશ મળી આવતા ભારે ચકચાર જાગી હતી. યુવતીની માતાની ફરીયાદ આધારે તાલુકા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયો હતો. દલિત સમાજની યુવતી હોવાથી કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ આરોપીની ધરપકડ ન થાય ત્યાં સુધી લાશ લેવાનો ઈન્કાર કરતા મામલો પેચીદો બન્યો હતો. યુવતીના હત્યારાની ધરપકડ કરવા વિસનગરમાં સમગ્ર વિસનગર તાલુકા અનુ.જાતિ સમાજ દ્વારા મામલતદારને આવેદન આપવામા આવ્યુ હતુ. બીજી બાજુ ડી.એસ.પી.અચલ ત્યાગીના માર્ગદર્શનમાં વિસનગર ડી.વાય.એસ.પી. દિનેશસિંહ ચૌહાણ , એલ.સી.બી.પી. આઈ.જે.પી. રાવ, એસ.ઓ.જી. પી.આઈ.એ.યુ. રોઝ, પેરોલ ફર્લો પી.એસ.આઈ. એ.એન.દેસાઈ સહીતની પોલીસની ટીમો હત્યાના બનાવના મુળ સુધી પહોચવા આકાશ પાતાળ એક કર્યુ હતુ. મહેસાણાથી બાસણા કોલેજ સુધીના નેત્રમ, પ્રાઈવેટ દુકાનો, નજીકના ગામોના દૂધ મંંડળીઓ એમ વિવિધ જગ્યાના ૧પ૦ થી વધુ સીસીટીવી ફુટેજ તપાસ્યા હતા. બનાવની શક્યતા ધરાવતા ૩પ કી.મી.રૂટના બનાવ સમયે અવર જવર કરનાર ૧૦૦૦ જેટલા વાહનોની મુવમેન્ટ ચેક કરી હતી. લગભગ ૧રપ ઉપરાંત ઈસમોની પુછપરછ કરી હતી.
તા.રપ-૪-ર૦ર૩ ના રોજ યુવતી રાત્રે ૮-૦૦ કલાકે મોલમાંથી નિકળી હતી. ત્યારબાદ મહેસાણા સિવિલ હોસ્પિટલ આગળથી રીક્ષામાં બેસવાના અંદાજીત સમયથી સીસીટીવી ફુટેજ આધારે વાહનો ચેક કરતા જીજે૦ર એ.યુ.૦પ૩૩ નંબરની રીક્ષા શંકાસ્પદ જણાઈ આવી હતી. આ રીક્ષાચાલક બનાવની રાત્રી બાદ બે દિવસ સુધી રીક્ષા લઈને બહાર નિકળ્યો નહોતો. પોલીસે તપાસ કરતા રીક્ષાચાલક વિસનગર તાલુકાના પુદગામનો વિજયજી ઉદાજી ઠાકોર હોવાનું માલુમ પડયુ હતુ. જે બે દિવસથી ઘરે જ હતો. મૃતક યુવતીનો ફોટો બતાવી પુછપરછ કરતા રીક્ષાચાલકે જણાવ્યુ હતુ કે યુવતીએ સ્પેશ્યલ રીક્ષા ભાડે કરતા વિસનગર તરફ જવા નિકળેલ. રીક્ષાચાલકે અન્ય એક શખ્સ પણ રીક્ષામાં બેઠો હોવાનુ જણાવી પોલીસને ગુમરાહ કરી હતી. કડક પુછપરછ કરતા ભાંગી પડેલા રીક્ષાચાલકે જણાવ્યુ હતુ કે યુવતીને બળજબરીથી એરંડાના ખેતરમાં લઈ જઈને દુષ્કર્મ કર્યુ હતુ. યુવતીએ બુમો પાડતા તેના દુપટ્ટા વડે જ ગળે ફાંસો આપી હત્યા કરી હતી. કોઈને શક ન થાય તે માટે રીક્ષા પાછળનુ ગોગ મહારાજનુંં પોસ્ટર ફાડી ફેકી દીધુ હતુ. બળાત્કાર તથા હત્યાને લગતા અન્ય મહત્વના પુરાવા એકત્રીત કરવા ડી.વાય.એસ.પી. દિનેશસિંહ ડી.ચૌહાણને આરોપી સોપ્યો હતો. જેને કોર્ટમાં રજુ કરતા દસ દિવસના રીમાંન્ડ આપ્યા હતા.
આ સમગ્ર ઘટનમાં મહત્વની બાબતતો એ છે કે યુવતીની હત્યાનું પગેરૂ શોધવાના સમયે કોઈ મોટા રાજકીય કાર્યક્રમો નહોતા. વી.આઈ.પી.ના બંદોબસ્ત નહોતા. ડી.એસ.પી. અચલ ત્યાગીના માર્ગદર્શનમાં એસ.આઈ.ટી.ને જવાબદારી સોપવામાં આવી હતી. ગુનાના મુળ સુધી પહોચવામાં ૧૦ ટીમ બનાવવામાં આવી હતી. દરેક ટીમમાં એક અધિકારીને જવાબદારી સોંપવામા આવી હતી. જીલ્લા પોલીસની ૧૦૦ કર્મચારીઓની ફોજ ઉતરી ત્યારે ચકચારી કેસના મુળ સુધી પહોચી શક્યા.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts