Select Page

ભાવના હોસ્પિટલના ડૉકટર વિરૂધ્ધ રાજસ્થાની યુવતીના મૃત્યુ બાબતેસતલાસણામાં મૃતક પ્રસુતાના પિતાની પોલીસ સમક્ષ અરજી

ભાવના હોસ્પિટલના ડૉકટર વિરૂધ્ધ રાજસ્થાની યુવતીના મૃત્યુ બાબતેસતલાસણામાં મૃતક પ્રસુતાના પિતાની પોલીસ સમક્ષ અરજી

સતલાસણાની ભાવના હોસ્પિટલમાં અગાઉ ૧૦૮ ની ઈમરજન્સી મેડીકલ ટેકનીશીયન નિલમબેન પ્રકાશભાઈ ચૌધરીની ડીલેવરી પછી ડૉકટરની બેદરકારીથી મૃત્યુ થવાના આક્ષેપ સાથે સમાજના અગ્રણીઓએ રેલી કાઢી હતી. ત્યારબાદ ર૪-૪-ર૦ર૩ ના રોજ મૃત પ્રસૃતાના પતિ ચૌધરી પ્રકાશકુમાર ધનજીભાઈએ પોલીસથી લઈને અન્ય ૧૧ જવાબદાર પદાધિકારીઓ સાથે મુખ્યમંત્રીને અરજી રૂપે ફરીયાદ કરી હતી. હવે ર૮-૪-ર૦ર૩ ના રોજ રાજસ્થાની સતલાસણા રોજીરોટી માટે આવી દરજી કામ કરનાર નવીનભાઈ પન્નાલાલ પવારની દીકરી પણ ભાવના હોસ્પીટલના ડૉકટરની બેદારકારીથી મૃત્યુ પામ્યાના આક્ષેપ સાથે પોલીસ સ્ટેશન સહીત વડાપ્રધાન કાર્યાલય, મુખ્યમંત્રી સહીત ૧ર અધિકારીઓ અને પદાધિકારીઓ સમક્ષ અરજી રૂપે ફરીયાદ કરવામા આવી છે. આ ભાવના હોસ્પિટલમાં અનેક મહિલાઓના મૃત્યુનો આક્ષેપ પણ કરાયો છે. હજુ બીજી કેટલી ફરીયાદો થાય છે તેતો સમય જ બતાવશે.
રાજસ્થાનના વતની નવીનભાઈ પન્નાલાલ પવાર જે દરજી કામ કરી પોતાનો જીવન નિર્વાહ કરે છે. જેમની પુત્રી સીમાબેનને ત્રણ વર્ષ પહેલા રાજસ્થાન ડાંગરી ગમતા, ફતેગઢ,જી.જેસલમેરના ખેતારામ સવાઈરામ ગોયલ સાથે થયા હતા. દિકરી પ્રેગનેન્ટ હોવાથી સતલાસણા પિતાના ઘરે આવી હતી. તે પછી ૧ અને ૧૬-૩-ર૩ ના રોજ ડૉ.અલ્પેશ પટેલ પાસે ભાવના હોસ્પિટલમાં ચેકઅપ કરાવ્યુ હતુ. ૧૮-૩-ર૩ ના રોજ સાંજે પ-૦૦ કલાકે પ્રેગ્નેન્સીનો દુખાવો ઉપડતા ભાવના હોસ્પિટલમાં દર્દી તરીકે દાખલ કર્યા હતા. પિતાને ડૉકટરે કહ્ય કે ઓપરેશન કરવુ પડશે. ડૉકટર ઉપર ભરોસો રાખી ઓપરેશન કરવા કહ્યુ હતુ. સિઝેરીયન ઓપરેશન સાંજે કર્યુ ત્યારે બાબાનો જન્મ થયો હતો. ઓપરેશન દરમ્યાન ખામી સર્જાતા નસ કપાઈ જતા સીમાબેનને બ્લડીંગ શરૂ થયુ હતુ. ડૉકટરોની હોસ્પિટલમાં હાજરી નહોતી. અડધો કલાક પછી હોસ્પિટલના વોર્ડમાં લાવ્યા તે સમયે એનેસ્થેટીક ડૉકટરો હાજર નહોતા સી.સી.ટી.વી. કેમેરા ચેક કરવા. રાત્રે ૯-૦૦ કલાકે ચાર બોટલ બ્લડ ચડાવ્યુ હતુ. ડૉકટરે જણાવ્યુ કે બ્લડ બંધ થઈ જાય તો બરાબર નહીતર મહેસાણા લાઈફ લાઈનમાં દાખલ કરાવ પડશે. હોસ્પિટલની એમ્બ્યુલન્સમાં રાત્રે મિહીરભાઈ પંડયા સાથે રાત્રે ૧ર-૦૦ કલાકે મહેસાણા દાખલ કર્યા હતા. મહેસાણા ખાતે ઓપરેશન ફરી ખોલવામાં આવ્યુ. ૧૯,ર૦,ર૧-૩-ર૩ સુધી મહેસાણા દાખલ રહ્યા જે દરમ્યાન ૧૦ બોટલ નવુ બ્લડ ચડાવ્યુ છતા તબિયત ન સુધરતા પેશાબ બંધ અને કિડની ડેમેજ થઈ હતી. રર-૩-ર૩ના રોજ આઈ.કે.ડી.આર.સી. સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે વધુ સારવાર અર્થે લઈ ગયેલા જયાં પણ ડૉકટર સાથે આવેલા. ત્રીજીવાર ઓપરેશન ખોલવુ પડશે તેમ કહી વેન્ટીલેટર પર રાખવામા આવ્યા. કિડની સંપુર્ણ ફેઈલ થઈ ગઈ હતી. સ્થિતિ નાજુક હતી. ર૩-૩-ર૩ ના રોજ સીમાબેને સવારે અંતિમ શ્વાસ લીધા હતા. ૧૧ વાગે ડેડબોડી સાથે ડીસ્ચાર્જ કર્યા હતા. સીમાબેનના પતિ, સસરા અને પરિવારના લોકોની હાજરીમાં સામાજિક રીત -રીવાજને કારણે પોષ્ટ મોર્ટમ કરાવ્યુ નહોતું. જયાંથી સીધા રાજસ્થાનના ડાંગરી ગામે રપ-૩-ર૩ના રોજ અંતિમ સંસ્કાર કરાયેલા.
ઉપરોક્ત ફરીયાદ અરજમાં વધુમાં જણાવ્યુ છે કે અમદાવાદના ડૉકટરનું સ્પષ્ટ કહેવુ હતુ કે નસ કપાઈ જતા બ્લડીંગના લીધેજ મૃત્યુ થયુ છે. મહેસાણાના ડૉકટરે પણ નસ કપાઈ જતા મૃત્યુનુ જણાવ્યુ હતુ. સિઝેરીયન વખતે કોઈપણ રિપોર્ટ કરાવ્યા નથી. ઓપરેશન થિયેટરમાં એનેસ્થેટીક ડૉકટરની હાજરી નથી. ઓપરેશન થિયેટરનો સ્ટાફ કાર્યક્ષમ નથી. ઓપરેશન પછી તરત જ બ્લડીંગ થયાની સારવાર અપાઈ નથી. ઓપરેશન વખતના સી.સી.ટીવી કેમેરા ચેક કરવા. ઓપરેશન વખતે ડૉકટરના મળતીયા આવતા જતા હોય છે. જેથી સીક્રેસી જળવાતી નથી. ડૉકટર દારૂ પીવાની ટેવવાળો છે એટલે અગાઉ પણ અને યુવતીના અવસાન પછી અનેક માતાઓ ડીલેવરી વખતે મોતના મુખમાં ધકેલાઈ છે. ઓપરેશન પહેલા લોહીની ઉણપ સોલ્વ કરી જ નથી. બ્લડ કાઉન્ટ કલીયર કર્યા વગર સિઝેરીયન કરેલ છે. બ્લડ ફલોના રિપોર્ટ તરફ બે ધ્યાન રહીને મેડીકલ મુજબ પ્રોપર વર્ક કર્યુ નથી. ગરીબ ટેલર હોવાથી ન્યાયિક પ્રક્રિયામાં ડૉ.અલ્પેશ પટેલ રૂકાવટ કરે તેવી સંભાવના છે. ડૉકટર મુડીપતિ, રાજકીય વગ ધરાવતા હોવાથી સાચી તપાસમાં રૂકાવટ કરે તેમ છે. મહેસાણા અને અમદાવાદ હોસ્પિટલોમાં ડૉકટરની બિન અધિકૃત હાજરી જ બતાવે છે કે મેડીકલ રેકર્ડ અને પુરાવા સાથે ચેડા કર્યા હોય તો સાચી દિશામાં તપાસ થવી જોઈએ. માતૃ મરણ રેશિયામાં વધારો કરતા ડૉકટર સામે કડક કાર્યવાહી જરૂરી છે. ર્ડાક્ટર દ્વારા આવા કેસો નાણાકીય લાલચ આપી રફેદફે કર્યો છે. ભુલ એક બે વાર થાય ડૉકટર માનવજાત માટે ઘાતક પુરવાર થયા છે. મૃતક સીમાબેનની નણંદના સસરા જગદીશભાઈએ ડૉકટર સાથે વોટસએપ પર સિઝેરીયન ઓપરેશનમાં બેદાકારીની વાતચીતમાં ડૉકટરની ઉધ્ધતાઈ જણાઈ છે. લૌકિક ક્રિયાઓ પતાવી હવે ફરીયાદ કરાઈ છે. ડૉકટરના આ બે બનાવો પછી એફ.આઈ.આર દાખલ કરવા આક્ષેપો સાથે અરજી કરાઈ છે. જોઈએ હવે પોલીસ તપાસમાં સાચુ શુ સાબિત થાય છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts