Select Page

દાખલામા સહી કરવામાં ટી.ડી.ઓ.વિલંબ કરતા હોવાથીવિસનગર તાલુકા પંચાયતમાં દાખલા માટેે ધક્કા

દાખલામા સહી કરવામાં ટી.ડી.ઓ.વિલંબ કરતા હોવાથીવિસનગર તાલુકા પંચાયતમાં દાખલા માટેે ધક્કા

વિસનગર તાલુકા પંચાયતના ટી.ડી.ઓ. ગમે તે કારણે આવકના તથા અન્ય દાખલામાં સહીઓ કરવામાં ચાર થી પાંચ દિવસ વિલંબ કરતા હોવાથી ગ્રામ્ય વિસ્તારના અરજદારો દાખલા માટે આગઝરતી ગરમીમાં કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે. ત્યારે કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલ આગઝરતી ગરમીમાં શેકાતા વિદ્યાર્થીઓના હિતમાં ટી.ડી.ઓ.ને ઝડપી દાખલા આપવા સુચના આપે તેવી વાલીઓની માગણી છે.
તાજેતરમાં શાળા-કોલેજોની પરિક્ષાના પરિણામો જાહેર થતા વધુ અભ્યાસ માટે વિદ્યાર્થીઓને આવકનો, જાતિનો તથા અન્ય દાખલાની જરૂરીયાત ઉભી થાય છે. વિસનગર તાલુકાના વિદ્યાર્થીઓ આવકનો દાખલો, જાતિનો દાખલો, ક્રિમીલેયર સર્ટીફિકેટ, સહિત અન્ય દાખલા લેવા માટે તાલુકા પંચાયત અનેે મામલતદાર કચેરીમાં દોડધામ કરી રહ્યા છે. જેમાં તાલુકા પંચાયતના ટી.ડી.ઓ. મેઘાબેન ભગત ગમે તે કારણે આવકના તથા જાતિના દાખલામાં સહી કરવામાં ચાર થી પાંચ દિવસનો સમય લેતા હોવાથી ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ દાખલા લેવા માટે આગઝરતી ગરમીમાં કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે. જેના કારણે વિદ્યાર્થીઓને વધુ અભ્યાસ માટે ફોર્મ ભરવાની તારીખ જતી રહે છે. વિદ્યાર્થીઓ સરકારી લાભ લેવાથી વંચિત રહી જાય છે. જો ટી.ડી.ઓ મેઘાબેન ભગત વિદ્યાર્થીઓ પ્રત્યે હમદર્દી રાખી આવકના અને જાતિના દાખલામાં સમય કાઢી ઝડપી સહી કરે તો વિદ્યાર્થીઓને ગરમીમાં કચેરીના ધક્કા ખાવાની નોબત ન આવે અને સમગ્ર વહીવટ પ્રક્રિયા સરળ બને. જાણવા મળ્યા મુજબ કેટલાક વાલીઓ પોતાના બાળકના શૈક્ષણિક ભાવિ માટે ઝડપી દાખલો મેળવવા માટે તાલુકા પંચાયતના પદાધિકારીઓને ભલામણ કરે છે. પરંતુ ટી.ડી.ઓ ગમે તે કારણે પદાધિકારીઓની ભલામણને ધ્યાને લેતા નથી. જેથી તાલુકા પંચાયતના પદાધિકારીઓ લાચાર બની વાલીઓ અને વિદ્યાર્થીઓને ધક્કા ખાતા તમાશો જોઈ રહ્યા છે. ત્યારે વિસનગરના ગુજરાત સરકારના કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલ ગ્રામ્ય વિસ્તારના બાળકોના હિતમાં ટી.ડી.ઓ.ને ઝડપી દાખલામાં સહીઓ કરવા સુચના આપે તેવી વાલીઓની માગણી છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us