
“કુંભકર્ણ કે બાદ અચ્છી તરહ કોઈ સોયા હૈ તો વો હૈ હિન્દુ સમાજ”આદિપુરૂષ જેવી ઘણી ફિલ્મોમાં હિન્દુઓની આસ્થાને ઠેસ પહોચાડી દેવી દેવતાઓને મનોરંજનના પાત્રો બનાવી દીધા
તંત્રી સ્થાનેથી…
હિન્દુ સમાજ અનેક જ્ઞાતિ, વર્ણ, સંપ્રદાય, રાજકીય પાર્ટીઓમાં વહેચાયેલો હોવાથી વખતોવખત તેનો ગેરલાભ ઉઠાવવામાં આવી રહ્યો છે. વર્ષ ૨૦૧૪ માં નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન પદે બેઠા બાદ હિન્દુ રાષ્ટ્ર અને હિન્દુત્વના મુદ્દે અનેક વિવાદો થયા છે. હિન્દુઓ જાગૃત થાય તે માટે રાષ્ટ્રવાદી નેતાઓ તથા સાધુ સંતો દ્વારા સતત પ્રયત્નો થઈ રહ્યા છે. તેમ છતાં કોઈએ ભર નિંદ્રામાં રહેલા કુંભકર્ણને દર્શાવી સોશિયલ મીડિયામાં કટાક્ષ કર્યો છેકે, “કુંભકર્ણ કે બાદ અચ્છી તરહ કોઈ સોયા હૈ તો વો હૈ હિન્દુ સમાજ” આ મેસેજ લોકો વાંચે છે અને સોશિયલ મીડિયાના વિવિધ ગૃપમાં સેન્ડ કરે છે. પરંતુ કરેલા કટાક્ષને કોઈ સમજતુ નથી અને હિન્દુઓની આસ્થા સાથે વારંવાર ખીલવાડ કરવામાં આવી રહ્યો છે. ગત વિકમાં રામાયણ આધારીત આદિપુરુષ ફિલ્મના ડાયલોગને લઈને આ ફિલ્મએ ભારે વિવાદ સર્જ્યો છે. સમાજ મર્યાદાની શીખ આપતા રામાયણ ગ્રંથ અને પ્રભુ શ્રીરામ, સીતાજી, હનુમાનજી, લક્ષ્મણજી પ્રત્યે સમગ્ર હિન્દુ સમાજમાં આદર ભાવ છે. ત્યારે આદિપુરુષ ફિલ્મમાં જ્યારે હનુમાનજી લંકા જાય છે ત્યારે એક રાક્ષસ જોઈને પુછે છે, “યે લંકા ક્યા તેરી બુઆ કા બગીચા હૈ જો હવા ખાને ચલા આયા”. સીતાજીને મળ્યા બાદ હનુમાનજીને લંકાનો એક રાક્ષસ પકડી લે છે ત્યારે મેઘનાથ હનુમાનજીની પુછમાં આગ લગાવ્યા બાદ પુછે જલી, જવાબમાં હનુમાનજી કહે છે “તેલ તેરે બાપ કા કપડા તેરે બાપ કા ઔર જલેગી ભી તેરે બાપકી”. હનુમાનજી લંકાથી પાછા ફર્યા બાદ શ્રીરામ પુછે છે શું થયુ? જવાબમાં હનુમાનજી કહે છે “બોલ દિયા, જો હમારી બહેનો કો હાથ લગાએંગે ઉનકી લંકા લગા દેગે”. લક્ષ્મણજી ઉપર હુમલો કર્યા બાદ ઈન્દ્રજીત એક સંવાદમાં કહે છેકે, “મેરે એક સપોલેને તુમ્હારે શેષનાગ કો લંબા કર દિયા અભી તો પુરા પીટારા ભરા પડા હૈ” ટપોરી જેવી ભાષાના આવા સંવાદોના કારણે આદિપુરુષ ફિલ્મનો વિવિધ રાજ્યોમાં હિન્દુ સંગઠનો, સંસ્થાઓ, સંતો, મહંતો, રાષ્ટ્રવાદી નેતાઓ અને દર્શકોએ ભારે વિરોધ કર્યો છે. ઘણી જગ્યાએ ફિલ્મના પોસ્ટર ફાડી નાખવામાં આવ્યા તો કેટલાક સિનેમાગૃહમાં શો બંધ કરવામાં આવ્યા. ફિલ્મના આવા સંવાદોને લઈને પહેલા દિવસથીજ આ ફિલ્મની ખુબજ ટીકા થઈ. ફિલ્મના ભારે વિરોધ બાદ લેખક મનોજ મુંતશીરે જણાવ્યુ હતું કે, ફિલ્મનો ધ્યેય ભગવાન શ્રીરામનુ મહાકાવ્ય સનાતનની વાર્તા બાળકો સુધી લઈ જવાનો છે. આ ફિલ્મ હિન્દુઓએજ જોઈને પ્રથમ વિકમાં વર્લ્ડ વાઈસ ગ્રોસ રૂા.૪૧૦ કરોડની કમાણી કરી છે. સ્કુલ અભ્યાસ દરમ્યાનજ જો હિન્દુ ધર્મ અને ગ્રંથોની સમજ આપવામાં આવી હોત તો આવી ફિલ્મોને હિન્દુ રાષ્ટ્રમાં ક્યારેય આવકાર મળ્યો ન હોત. હિન્દુ દેવી દેવતાઓને તો આજ નહી પરંતુ વર્ષોથી મનોરંજનનુ સાધન બનાવી દીધા છે. બાળકોને આકર્ષતિ “નન્હા કનૈયા”, “બાલ ગણેશ”, “છોટા ભીમ” ટીવી સીરીયલો જોવામાં આવે તો ધાર્મિક ગ્રંથોની મૂળ વાર્તા કરતા કંઈ અલગજ બનાવવામાં આવે છે. આમ ઈરાદાપૂર્વક બાળપણથીજ હિન્દુ ધર્મને વિકૃત રીતે દર્શાવવામાં આવે છે. આવી કાર્ટુન સીરીયલો પુખ્ત વયના જોતા નથી અને બાળકોને ટીવી આગળ બેસાડી આપણેજ આપણા ધર્મ અને સંસ્કારોનુ વિકૃત પ્રદર્શન બાળકોને દર્શાવીએ છીએ. હિન્દુ સમાજ વિવિધ ધર્મ અને વર્ણમાં વહેચાયેલો હોવાથી હિન્દુ દેવી દેવતાઓનુ પણ મહાત્મય આપણે સાચવી શક્યા નથી. એટલેજ ઓહ માય ગોડ, આમીર ખાનની પી.કે. જેવી ફિલ્મોમાં હિન્દુ ભગવાનનુ અપમાન કરતા દ્રશ્યો બતાવવામાં આવ્યા છે. ધર્મપ્રત્યેની કટ્ટરતા તો મુસ્લીમ સમાજમાં જે જોવા મળે છે તેવી ક્યાય જોવા મળી નથી. મહંમદ પયંગમ્બર સાહેબની ક્યાંય કોઈ મૂર્તિ નથી કે ફોટા નથી છતા વિરોધમાં એક કોમેન્ટસ થાય તો આખો મુસ્લીમ સમાજ રસ્તાઓ ઉપર ઉતરી આવે છે. જેનુ મુળ કારણ છે બાળપણથીજ ધર્મ પ્રત્યેનુ જ્ઞાન. ભાજપ રાષ્ટ્રવાદી પાર્ટી કહેવાય છે છતા આ પાર્ટીમાં આદિપુરુષ જેવી ફિલ્મ રીલીઝ થાય છે. ધ કાશ્મિર ફાઈલ્સ કે ધ કેરાલા સ્ટોરી જેવી ફિલ્મોથી હિન્દુ સમાજ જાગૃત થતો નથી પરંતુ નફરતના બીજ રોપાય છે. બાળપણથી અભ્યાસમાં ધર્મનુ જ્ઞાન પિરસવામાં આવશે ત્યારબાદ હિન્દુ ગ્રંથો અને ભગવાનનુ સન્માન કરતા સમાજની રચના થશે. પછી આવી ફિલ્મો બનાવવાની કોઈ હિંમત કરશે નહી.