Select Page

સિવિલને લોકભોગ્ય બનાવવા વિભાગીય નિયામકની મુલાકાત

વિસનગર પંથકમાં મહત્તમ દર્દીઓ વિના મૂલ્યે તબીબી સેવાઓનો લાભ લે તેવા આરોગ્ય મંત્રીના પ્રયત્નો

આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલના માર્ગદર્શન અને પ્રયત્નોથી વિસનગર સિવિલ હોસ્પિટલમા વિવિધ તબીબી સેવાઓ શરૂ થઈ છે. હોસ્પિટલનો લોકો વધુમા વધુ લોકો લાભ લે તે માટે વિભાગીય નિયામકે મુલાકાત લઈ સુચનો કર્યા હતા.
તા.રપ-૧૦-ર૦ર૩ ના રોજ ગાંધીનગરથી વિભાગીય નાયબ નિયામક ડૉ.સતીષભાઈ મકવાણા તેમની આરોગ્યની ટીમ સાથે વિસનગર સિવિલ હોસ્પિટલની વિઝિટ કરી હતી. જેમા કુપોષિત મુકત ભારત અભિયાન હેઠળ સીએમટીસી વિભાગ ખાતે કુપોષણ બાળકોને કુપોષિત મુક્ત કરવા માટે સવારનો નાસ્તાથી લઈ સાંજે જમવા સુધીનુ વિસ્તૃત માહીતી આપી ઝડપથી બાળક કુપોષિત મુક્ત થાય તે રીતે માર્ગદર્શન કર્યુ હતુ. હોસ્પિટલના ગાયનેક વિભાગની મુલાકાતમા સગર્ભા માતાઓ જોડે વાતચીત કરી લોહીની ઉણપવાળા દર્દીઓ જોડે પરામર્શ કરી પ્રસૂતા વિભાગની સંતોષકારક કામગીરીને બિરદાવી હતી. હોસ્પિટલના તમામ વિભાગની ઝીણવટપૂર્વક તપાસ કરી દર્દીઓને કોઈ જ પ્રકારની હાલાકી ભોગવવી પડે અને દર્દીઓને ઝડપથી ટ્રીટમેન્ટ મળી રહે તે મુજબની સૂચના આપી હતી. ટેલિ આઈસિયુંને અતિ આધુનિક બનાવી ટૂંક જ સમયમા યુ એન મહેતા જોડે સંલગ્ન કરી વિડીયો કોન્ફરન્સ દ્વારા દર્દીઓને ઝડપથી સેવા મળી રહે તે બાબતે સૂચનો કર્યા હતા.
આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના ર૧ મુદ્દાઓ ઉપર સઘન ચર્ચા કરવામા આવી હતી. તેના ભાગ રૂપેની હોસ્પિટલના રોગી કલ્યાણ સમિતિના સભ્યો તેમજ હોસ્પિટલના તમામ વિભાગના ઈન્ચાર્જશ્રીઓ સાથે મિટીંગ કરી હોસ્પિટલમા સારવાર લેવા માટે આવતા દર્દીઓ જોડે માનવતા ભર્યુ અને આશાવાદી વલણ રાખવા અને વધુ ને વધુ દર્દીઓ સરકારી હોસ્પિટલમા સારવાર લેવા માટે આવે તે મુજબની વિસ્તુત ચર્ચા કરી હતી. તા. ર૬-૧૦-ર૦ર૩ ના રોજ હોસ્પિટલમા ગાંધીનગરથી જોઈન્ટ ડાયરેક્ટર તેમજ નાયબ નિયામક ડૉ.હિતેશભાઈ બ્રહ્મભટ્ટ , ડૉ.પ્રિયાંકભાઈ તેમજ તેમની આરોગ્યની ટીમ સાથે હોસ્પિટલમા મુલાકાત લીધી હતી. જેમણે ટેલી આઈસીયુને ટૂંકજ સમયમા અધ્યતન બનાવી કાર્યરત કરવા જરૂરી સુધારા વધારા કરવા પી આઈયુના અધિકારીઓને જરૂરી સૂચનો આપ્યા હતા. તેમજ આઈપીએેચએલ લેબોરેટરીને વધુ સુદ્રઢ બનાવી જરૂરી માર્ગદર્શન કર્યુ હતુ.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us