Select Page

કાશીબા વુમન્સ એન્ડ ચિલ્ડ્રન હોસ્પિટલનો શુભારંભ

કાશીબા વુમન્સ એન્ડ ચિલ્ડ્રન હોસ્પિટલનો શુભારંભ

વિસનગરમા સેવાસદન રોડ અભય શોપીંગ સેન્ટરમા

  • ડા.સતિષ પ્રજાપતિ અને ડા.સોનલ પ્રજાપતિ પ્રત્યે દર્દીઓનો વિશ્વાસ અકબંધ- શુભારંભના બીજાજ દિવસથી હોસ્પિટલ ધમધમ્યુ
  • હોસ્પિટલમા હોટલ જેવી સ્યુટ રૂમ, ડીલક્ષ અને સુપર ડીલક્ષ રૂમની સુવિધા
  • બાળકો માટે એન.આઈસીયુમાં પાંચ પેટીની સુવિધા

તબીબી સેવાને આવકના સાધન તરીકે નહી પરંતુ સમાજ સેવા તરીકે અપનાવે છે તે ડાક્ટર ગમે ત્યાં જાય તો પણ દર્દીનો ઘસારો ઓછો થતો નથી. સ્ત્રી રોગના ડા.સતિષ એન.પ્રજાપતિ તથા તેમના પત્નિ બાળરોગના ડા.સોનલ એસ.પ્રજાપતિએ વિસનગરમાં સેવાસદન રોડ શહીદવીર ભગતસિંહના બાવલા સામે અભય શોપીંગ સેન્ટરમા કાશીબા વુમન્સ એન્ડ ચિલ્ડ્રન હોસ્પિટલનો શુભારંભ કરતા બીજાજ દિવસથી દર્દીઓની મોટી સંખ્યામાં ઓપીડી રહી હતી. હોસ્પિટલનું અદ્યતન ઓપરેશન થીયેટર, એસી વેઈટીંગ એરીયા, હોટલો જેવી રૂમ જોઈને આમંત્રીતો અને દર્દીઓ ભારે પ્રભાવિત થયા હતા. વિસનગર શહેર કક્ષાના ચાર્જમા કોર્પોરેટર હોસ્પિટલ કરતા પણ ઉત્તમ સવલતો આપવાની ભાવનાને બીરદાવી હતી.
ખેરાલુના વતની નરસિંહભાઈ કચરાભાઈ પ્રજાપતિના પુત્ર ડા.સતિષ એન.પ્રજાપતિએ અમદાવાદ બી.જે.મેડિકલ કોલેજમાથી એમ.એસ.ગાયનેકની ડીગ્રી મેળવી પાટણમાં ચાર વર્ષ સેવા આપી હતી. જ્યારે નરસિંહભાઈ પ્રજાપતિના પુત્રવધુ તથા ડા.સતિષ પ્રજાપતિના પત્નિ ડા.સોનલબેન પ્રજાપતિ બાળરોગના નિષ્ણાંત બની તેમને પણ તબીબી ક્ષેત્રે કારકિર્દિ શરૂ કરી હતી. પોતાના પંથકમા તબીબી સેવા આપવાના ઉમદા આશયથી આઈ.ટી.આઈ. ચાર રસ્તા પાસે આવેલ ડા.મેહુલભાઈ પંડ્યા અને ડા.મયુરીબેન પંડ્યાની સદ્‌ગુરુ મેટરનીટી હોમમાં ડા.સતિષ પ્રજાપતિ અને ડા.સોનલ પ્રજાપતિએ પ્રેકટીસ ચાલુ કરી હતી. આ હોસ્પિટલમા છ વર્ષ સેવા આપી આ ડાક્ટર દંપતી માનવતાસભર સેવા આપતા હોવાનો દર્દીઓમાં વિશ્વાસ સંપાદન કર્યો હતો.
વિસનગર ઉપરાંત વડનગર, ખેરાલુ, સતલાસણા પંથકના દર્દીઓને એક સારા વાતાવરણમા સારવાર મળી રહે તેવા આશયથી વિસનગરમા સેવાસદન રોડ અભય શોપીંગ સેન્ટરના પ્રથમ માળે કાશીબા વુમન્સ એન્ડ ચિલ્ડ્રન હોસ્પિટલ બનાવતા તા.૮-૬-૨૦૨૫ના રોજ શુભારંભ કરવામાં આવ્યો હતો. શહેરના ભામાશા આર.કે.જ્વેલર્સવાળા રાજુભાઈ પટેલ, જાણીતા બિલ્ડર તિરૂપતીવાળા સોમાભાઈ પ્રજાપતિ, ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી વિગેરેની ઉપસ્થિતિમા રીબીન કાપીને હોસ્પિટલનો વિધિવત શુભારંભ કરવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં આમંત્રીતો, શુભેચ્છકો તથા સારવાર લેનાર દર્દીના સગા સબંધીઓ ઉપસ્થિત રહી શુભેચ્છા આપી હતી.
પુત્ર અને પુત્રવધુ માટે સારી હોસ્પિટલ બનાવવાની ભાવનાથી નરસિંહભાઈ પ્રજાપતિએ સતત એક વર્ષ ખડે પગે રહી નાનામા નાની બાબતોની કાળજી રાખતા અદ્યતન હોસ્પિટલનુ નિર્માણ થયુ છે. હોસ્પિટલમા દર્દીઓને બેસવા માટેના વેઈટીંગ એરીયામાં પણ એસીની સગવડ આપવામાં આવી છે. અદ્યતન ઓપરેશન થીયેટર સાથે બાળકો માટે એન.આઈસીયુ પેટીની વ્યવસ્થા, એટેચડ વોશરૂમ સાથે એસી જનરલ વોર્ડ, સ્યુટ રૂમ, ડીલક્ષ રૂમ, સુપર ડીલક્ષ રૂમ, લીફ્ટ, જનરેટર જેવી તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. નરસિંહભાઈ પ્રજાપતિ, ડા.સતિષ પ્રજાપતિ અને ડા.સોનલ પ્રજાપતિ ઘણા સંઘર્ષ બાદ આગળ આવ્યાછે. ત્યારે દર્દીઓને સારવારમા સંઘર્ષ કરવો પડે નહી તેવી ઉમદા ભાવના ધરાવે છે.