Select Page

ગુજરાત આરોગ્ય સુવિધા-સુખાકારીમાં દેશમાં મોખરે

ગુજરાત આરોગ્ય સુવિધા-સુખાકારીમાં દેશમાં મોખરે

આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલના માર્ગદર્શનમાં

  • કોરોના કાળમાં વિસનગર સિવિલ હોસ્પિટલમાં જે મુશ્કેલીઓનો સામનો કર્યો તેમાંથી અનુભવ મેળવી ગુજરાતના આરોગ્ય ક્ષેત્રને સુવિધા સભર બનાવ્યુ તેનુ પરિણામ

આરોગ્ય મંત્રી તરીકે સેવાનો મોકો મળ્યો છે ત્યારે ગુજરાતની પ્રજાને આરોગ્ય ક્ષેત્રે ઉત્તમ સુવિધાઓ પ્રાપ્ત થાય તેવી સંવેદના ધરાવતા મંત્રી ઋષિભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાત સતત બીજી વખત આરોગ્ય સુવિધામા દેશમા પ્રથમ ક્રમે રહ્યુ છે. નીતિ આયોગે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ ઈન્ડેક્શનો ૨૦૨૩-૨૪ નો રીપોર્ટ જાહેર કર્યો છે. જેમાં દેશમાં સૌથી વધુ ૯૦ પોઈન્ટ સાથે ગુજરાતે ગૌરવપૂર્ણ સિધ્ધિ પ્રાપ્ત કરી છે.
અનુભવોમાંથી શીખ મેળવી જ્યારે લોકહિતમાં સુધારાના તનતોડ પ્રયત્નો કરવામાં આવે ત્યારે ધારી સફળતા પ્રાપ્ત થાય છે. આરોગ્ય અને સુખાકારીના વિવિધ ૧૧ માપદંડ આધારે નીતિ આયોગ દ્વારા વર્ષ ૨૦૧૮ થી સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ ઈન્ડેક્શ જાહેર કરવામાં આવે છે. નીતિ આયોગ દ્વારા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ(એસ.ડી.જી.) ઈન્ડેક્શનો ચોથો રીપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાત આરોગ્ય વિષયક સેવાઓ તથા સુખાકારીની બાબતમાં ૯૦ પોઈન્ટ સાથે દેશમાં સર્વ પ્રથમ ક્રમે રહ્યુ છે. આ સેવાઓમાં ૨૦૧૮ ના પ્રથમ રીપોર્ટમાં ગુજરાત રાજ્યનો સ્કોર બાવ્વન(૫૨), ૨૦૧૯-૨૦ ના બીજા રીપોર્ટમાં ૬૭ અને ૨૦૨૧-૨૨ ના ત્રીજા રીપોર્ટમાં ૮૬ સ્કોર રહ્યો હતો. આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાત સરકારે આરોગ્ય સુવિધા અને સુખાકારીમાં કેટલી સિધ્ધિઓ પ્રાપ્ત કરી તેની આંકડાકીય માહિતી રજુ કરી હતી. જેમાં માતા મૃત્યુદર દર ૧ લાખે ૭૫ હતો તે ઘટીને ૫૭ થયો, પાંચ વર્ષથી ઓછી ઉંમરમાં બાળ મૃત્યુ દર ૧ હજાર ૩૧ થી ઘટીને ૨૪ થયો, ૯ થી ૧૧ વર્ષના બાળકોમાં બાળ રસીકરણનો દર ૮૭ થી વધીને ૯૫.૯૫ થયો. સંસ્થાકીય પ્રસૂતિનો દર ૯૯.૫૦ ટકાથી વધીને ૯૯.૯૪ થયો. એચ.આઈ.વી.ના કેસનો દર પ્રતિ એક હજાર દર્દીએ ૦.૦૫ થી ઘટીને ૦.૦૩ થયો. દેશનું સરેરાશ આયુષ્ય ૭૦ વર્ષનુ છે જ્યારે ગુજરાતના નાગરિકોનુ સરેરાશ આયુષ્ય ૭૦.૫ વર્ષ થયુ. હેલ્થકેર વર્કસમાં ૧૦ હજાર દર્દીએ ૫૫.૫૬ સંખ્યાબળ થયુ.
આરોગ્ય સુખાકારીમાં સતત બીજા વર્ષે દેશમાં પ્રથમ રહેવાની આવી ગૌરવપૂર્ણ સિધ્ધિનો જશ ખાટવાની જગ્યાએ નિરાભીમાની વ્યક્તિત્વ ધરાવતા આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલે આ સિધ્ધિ રાજ્યના તમામ કર્મચારીઓની ફરજ નિષ્ઠાને આભારી ગણાવી તેમને સમર્પિત કરી હતી. જોકે એસડીજી ગોલ પ્રાપ્ત કરવામાં આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલના પ્રયત્નો જવાબદાર છે. કોરોના કાળમાં વિસનગર સિવિલ હોસ્પિટલમાં તંત્રના કોઈપણ પ્રકારના સહકાર વગર ઋષિભાઈ પટેલે ઓક્સીજન સેવા, ઓક્સીજન પ્લાન્ટ, દવા કીટ વિગેરે સેવાઓ દર્દીઓને પ્રાપ્ત કરાવી હતી. ઋષિભાઈ પટેલના પ્રયત્નોથી ગુજરાતમાં વિસનગર સિવિલ હોસ્પિટલ પ્રથમ હતી કે જેમાં લોકફાળાથી ઓક્સીજન પ્લાન્ટ નાખવામાં આવ્યો હતો. વિસનગર સિવિલ હોસ્પિટલમાંથી આ અનુભવ મેળવી ગુજરાતના આરોગ્ય મંત્રીની જવાબદારી સંભાળી ત્યારથી ગુજરાત સરકાર હસ્તકની તમામ હોસ્પિટલોમાં સુવિધાઓ વધારી, હોસ્પિટલોમાં દવાઓનુ પ્રમાણ વધાર્યુ. ગ્રામ્ય પ્રજાને ઘર આંગણેજ આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે સી.એમ.સી.અમે.પી.એચ.સી. સેન્ટરોમાં પણ સુવિધાઓ વધારી. આરોગ્ય મંત્રીના આવા પ્રયત્નોના કારણે ગુજરાત સતત બીજા વર્ષે આરોગ્ય સુવિધા અને સુખાકારીમાં દેશમાં પ્રથમ નંબરે રહ્યુ છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts