ખેરાલુ પોસ્ટ ઓફિસમાં સિનિયર સિટીઝનોનું અપમાન
માલિકીની પેઢીની જેમ ચલાવી દરરોજ
ખેરાલુ પોસ્ટ ઓફિસમાં સિનિયર સિટીઝનોનું અપમાન
• આર.સી.સી.પોસ્ટ બોક્ષનું ઢાંકણું વર્ષો પછી પણ નંખાયુ નથી
• કાયમી પોસ્ટ માસ્ટર મુકવા માંગણી
(પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર
ખેરાલુ શહેરની પ્રજા માટે વિચારવાનું નેતાઓને તો ગમતુ નથી. કેન્દ્ર સરકાર સંચાલિત ખેરાલુ પોસ્ટ વિભાગ ગ્રાહકોની સગવડો માટે દરરોજ નવા નવા નિયમો બનાવે છે. પોસ્ટ વિભાગ એ સમગ્ર દેશમાં સૌથી વિશ્વાસુ વિભાગ તરીકે લોકો ઓળખે છે. પરંતુ તેમાં નોકરી કરતા અધિકારી અને કર્મચારીને પ્રજાની સાથે કેવી રીતે વર્તવું તેના પાઠ કેન્દ્ર સરકાર શિખવાડે તો સારુ કહેવાશે. ખેરાલુ પોસ્ટ ઓફિસમાં આવતા સિનિયર સિટીઝનોનું અપમાન કરવુ તે સામાન્ય બાબત બની ગઈ છે.
તાજેતરમાં ખેરાલુ શહેરની પ્રતિષ્ઠીત સ્કુલના આચાર્યા બહેન ઈન્દુબેન પોસ્ટમાં કોઈ કામે આવ્યા હતા. ત્યારે પોસ્ટના એજન્ટે તેમને ફોર્મ ભરીને આપવા કહ્યુ હતુ. પોસ્ટ ઓફીસમાં બેસીને કે ઉભા રહીને ફોર્મ ભરી શકાય તેવી કોઈ વ્યવસ્થા નથી. જેથી પોસ્ટની બંધ બારી આગળ ઉભા રહીને ઈન્દુબેન ફોર્મ ભરતા હતા ત્યારે ઈન્ચાર્જ પોસ્ટ માસ્તર સુરેશભાઈની હાજરીમાં સેવિંગ્સ ખાતની બારી ઉપર બેસતા મેહુલભાઈએ એકદમ ઉધ્ધત વર્તન કર્યુ હતુ. બહેનશ્રી શિક્ષીત હતા જેથી તેમણે ભારે હોબાળો કર્યો ત્યારે પોસ્ટ માસ્તરે મેહુલભાઈને સમજાવાને બદલે તેમનું ઉપરાણું લઈને બહેન સાથે ઉગ્ર બોલાચાલી કરી. બહેન ઉચ્ચ કક્ષાએ રજુઆત કરશે તેવુ લાગતા છેવટે સમાધાન થયુ. આ બાબતે આજુબાજુની દુકાનો વાળા પાસેથી જાણવા મળ્યુ કે આવા હોબાળા તો રોજ સાંભળવા મળે છે. પોસ્ટ સામે પોતાનો સ્ટુડીઓ ધરાવતા ચંદ્રકાન્તભાઈ ડબગરને આ બાબતે પુછતા તેમણે સાચી વાત હોવાનું જણાવ્યુ હતુ. તેમણે વધુમાં જણાવ્યુ કે પોસ્ટ ઓફિસનુ લોખંડનુ ડબલુ બહાર લગાવ્યુ છે. જેમાં વધારે કાગળો વાળી ટપાલ અંદર જતી નથી. તેની બાજુમાં પોસ્ટ ઓફિસ નવી બની ત્યારે આર.સી.સી.નું પોસ્ટ બોક્ષમાં ટપાલ નાંખવા જાય ત્યારે વધારે કાગળવાળી ટપાલ બોક્ષમાં જતી નથી જેથી હૈરાન થાયછે. લોકોએ વર્ષોથી આ બાબતે ફરીયાદો કરી છે પરંતુ વર્ષોથી પોસ્ટ બોક્ષનું ઢાંકણુ નંખાતુ નથી. ખેરાલુ શહેરની નેતાગીરી મરી પરવારી છે. કોઈ કોઈનું નથી. બધા જ ખીસા ભરવામાં વ્યસ્ત છે. ત્યારે કોંગ્રેસની ફરજ છે કે આ બાબતે કેન્દ્ર સરકાર સમક્ષ પત્ર વ્યવહાર કરી માલીકીની પેઢીની જેમ પોસ્ટ ઓફીસ ચલાવી ઉધ્ધત વર્તન કરતા કર્મચારીઓને સબક શિખવાડે અને પોસ્ટ બોક્ષનું ઢાંકણું નંખાવે.