રાજ્યના ૧૫૦૦ કર્મચારીઓને નોકરીમાંથી છુટા કરવાના નિર્ણયથી હાહાકાર
સરકારની ઈ-ગ્રામ વિશ્વગ્રામ યોજનામાં ફરજ બજાવતા
- વિસનગર તાલુકાના ટી.એલ.ઈ. સહિત કર્મચારીઓએ ટી.ડી.ઓ. ભૌમિકભાઈ ચૌધરીને આવેદનપત્ર આપી નોકરીમાંથી છુટા કરવાની કાર્યવાહી સ્થગિત કરવાની સરકાર સમક્ષ માગણી કરી છે
ગુજરાત સરકાર દ્વારા વર્ષ-૨૦૦૭ થી ચાલતા ઈ-ગ્રામ વિશ્વગ્રામ પ્રોજેક્ટ હેઠળ સમગ્ર રાજ્યમાં ૧૫૦૦થી વધુ કર્મચારીઓ ફરજ બજાવતા હતા. ત્યારે તાજેતરમાં ગ્રામ વિકાસ કમિશ્નરે તા.૧-૨-૦૨૬ના રોજ રાજ્યના તમામ ્ન્ઈ, સ્ૈંજી તથા ૧૫મા નાણાં પંચના કર્મચારીઓને નોકરીમાંથી છુટા કરવાનો આદેશ (પરિપત્ર) કરતા ૧૫૦૦ જેટલા કર્મચારીઓ બેરોજગાર બન્યા છે. કર્મચારીઓને પોતાના પરિવારનું ગુજરાન કેવીરીતે ચલાવવુ તેની ચિંતા સતાવી રહી છે. ત્યારે ગુજરાતની સંવેદનશીલ સરકાર રાજ્યમાં બેરોજગાર બનેલા ૧૫૦૦ કર્મચારીઓના પરિવાર માટે સંવેદના દાખવશે ખરા?
ગુજરાત સરકારે ગ્રામ્ય વિસ્તારોમાં ડીજીટલ સેવાઓ પુરી પાડવા માટે વર્ષ ૨૦૦૭મા ઈ-ગ્રામ વિશ્વગ્રામ પ્રોજેક્ટ અમલમાં મુક્યો હતો. આ ઈ-ગ્રામ વિશ્વગ્રામ યોજનામાં રાજ્યના દરેક તાલુકામાં ્ન્ઈ, સ્ૈંજી તથા ૧૫મા નાણાં પંચના કર્મચારીઓ સામાન્ય પગારમાં ફરજ બજાવતા હતા. જેમાં કેટલાક કર્મચારીઓતો છેલ્લા ૧૮ વર્ષથી નિષ્ઠાપુર્વક પોતાની જવાબદારી નિભાવતા હતા. આ યોજનાના કર્મચારીઓ ગ્રામ પંચાયત સ્તરે ઈ-ગર્વનન્સની કામગીરી, ઓનલાઈન પ્રમાણપત્રો વિવિધ સરકારી યોજનાઓની અમલવારી કરાવવી, ટેકનીકલ સહાય, ગ્રામજનોને સરકારની વિવિધ જન કલ્યાણકારી યોજનાઓનું માર્ગદર્શન તેમજ તાલુકા પંચાયતમાં ડ્રાફ્ટીંગ તથા નાણાંપંચની કામગીરી કરતા હતા. આ કર્મચારીઓ મારફતે ગ્રામજનો ડીજીટલ ગુજરાત અને સરકારશ્રીની તમામ યોજનાઓની સેવાઓ ગ્રામ પંચાયતમાં જ મળતી હતી. ત્યારે તાજેતરમાં ગુજરાત સરકાર (ગ્રામ વિકાસ કમિશ્નરે) આ પ્રોજેક્ટ હેઠળ કામ કરતા રાજ્યના ૧૫૦૦થી વધુ કર્મચારીઓને તા.૧-૨-૨૦૨૬થી નોકરી માંથી છુટા કરવાનો (પરિપત્ર) આદેશ કરતા કર્મચારીઓ બેરોજગાર બન્યા છે. જેમાં મોટાભાગના કર્મચારીઓ છેલ્લા ૧૮ વર્ષથી નોકરી કરતા હતા. જેઓની સરકારી કે અન્ય પ્રાઈવેટ નોકરી માટે વય મર્યાદા પુરી થઈ ગઈ છે. આવા કર્મચારીઓ પાસે અત્યારે આજીવિકાનો બીજો કોઈ રસ્તો નથી. સરકારના આ તઘલખી નિર્ણયથી રાજ્યના ૧૫૦૦ જેટલા કર્મચારીઓના ઘરનો ચુલો બંધ થયો છે. કર્મચારીઓના માથે મોટુ સંકટ આવ્યુ છે. ત્યારે ગુજરાતની સંવેદનશીલ સરકારે નોકરીમાં ઉંમર વટાવી ચુકેલા નિષ્ઠાવાન કર્મચારીઓની રોજગારી ન છીનવાય તે માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી કર્મચારીઓના પરિવાર ઉપર સંવેદના દાખવવી જોઈએ. અત્યારે દરેક તાલુકાના ઈ-ગ્રામ વિશ્વગ્રામ યોજનાના કર્મચારીઓ સરકારનો આ પરિપત્ર રદ કરવાની માગણી સાથે ટી.ડી.ઓ.ને આવેદનપત્ર આપી રહ્યા હતા. જેમાં ગુજરાત રાજ્યના પંચાયત મંત્રી ઋષિભાઈ પટેલના મત વિસ્તાર વિસનગર તાલુકાના કર્મચારીઓએ ટી.ડી.ઓ. ભૌમિકભાઈ ચૌધરીને આવેદનપત્ર આપી નોકરીમાથી છુટા કરવાની કાર્યવાહી સ્થગિત કરવાની સરકાર સમક્ષ માગણી કરી છે.