Select Page

તાલુકા પંચાયત પ્રમુખની ઓફીસમાં હિરેનભાઈ પટેલ ઉપર હુમલો

તાલુકા પંચાયત પ્રમુખની ઓફીસમાં હિરેનભાઈ પટેલ ઉપર હુમલો

વિસનગર તાલુકા પંચાયતની અનિચ્છનીય વખોડવાલાયક ઘટના

તાલુકા પંચાયત પ્રમુખની ઓફીસમાં હિરેનભાઈ પટેલ ઉપર હુમલો

• લુંટની ફરિયાદ લેવાનો પોલીસે ઈન્કાર કરતા ફરિયાદ માટે અરજી આપવામાં આવી
• પોલીસ સ્ટેશનમાં દોડી આવેલા કોંગ્રેસી અગ્રણીઓનો રોષ-પોલીસ ભેદભાવ કરી રહી છે

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર તાલુકા પંચાયત પ્રમુખની ઓફીસમાં રૂબરૂમાં હુમલો થતા એ કહી શકાય કે પ્રમુખનુ કેટલુ ઉપજે છે. વાલમના પૂર્વ સરપંચ હિરેનભાઈ પટેલ તથા કોંગ્રેસના અન્ય અગ્રણીઓ બેઠા હતા તે વખતેજ ઓફીસમાં ત્રણ વ્યક્તિઓ આવી ચડી હિરેનભાઈ પટેલના માથામાં પથ્થર માર્યો હતો. આ બનાવથી ભારે હોબાળો થયો હતો. તાલુકા અને જીલ્લાના કોંગ્રેસ અગ્રણીઓ દોડી આવ્યા હતા. પોલીસે લુંટની ફરિયાદ ન લેતા વિધાનસભામાં પોલીસ ભેદભાવ રાખતી હોવાનો મુદ્દો ચગાવવા કોંગ્રેસ અગ્રણીઓએ ચીમકી આપી હતી. આ બનાવમાં હિરેનભાઈ પટેલે લુંટનો આક્ષેપ કરતી ફરિયાદ કરવા પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે.
તા.૧૨-૩-૨૦૨૦ ને ગુરૂવારનો દિવસે વિસનગર તાલુકા પંચાયત માટે કાળો દિવસ અને તાલુકા પંચાયતના પ્રમુખ માટે નામોશીભર્યો દિવસ હતો. બપોરના એક કલાકે પંચાયત પ્રમુખ પ્રવિણભાઈ પટેલ, તાલુકા કોંગ્રેસ પ્રમુખ પશાભાઈ પટેલ, પંચાયત સભ્ય ઈન્દ્રવદનભાઈ પટેલ તથા વાલમના પૂર્વ સરપંચ કોંગ્રેસ અગ્રણી હિરેનભાઈ પટેલ પ્રમુખની ઓફીસમાં બેઠા હતા. આ સમયે વાલમના સુનીલભાઈ શંકરભાઈ પટેલ અને ભાવીકકુમાર સુરેશભાઈ કાશાભાઈ પટેલ તાલુકા પંચાયતમાં આવી ગાળો બોલતા હતા. તાલુકા પંચાયતમાં મહિલાઓ પણહોઈ બીભીત્સ ગાળો બોલવાની ના પાડી ઠપકો આપ્યો હતો. આ બાબતની પોલીસને જાણ કરવામાં આવતા તાલુકા પંચાયતમાં પોલીસ આવી હતી. ગાળો બોલનાર વ્યક્તિઓ પાછળ બેઠા હોવાનુ જણાવવા છતાં તેમને પકડ્યા નહોતા. પોલીસ ગયા બાદ ફરીથી ૪-૪૫ કલાકે સુનીલભાઈ શંકરભાઈ પટેલ, ભાવિક સુરેશભાઈ પટેલ અને પ્રવિણજી કેશાજી ઠાકોર ત્રણેય પ્રમુખની ઓફીસમાં આવી ચડી પોલીસ કેમ બોલાવી તેમ કહી ઉશ્કેરાઈ જઈ હિરેનભાઈ પટેલના માથામાં પથ્થર માર્યો હતો. અચાનક થયેલા હુમલાથી પ્રમુખ સહીતના લોકો આવાક બની ગયા હતા. હિરેનભાઈ પટેલ લોહી લુહાણ થઈ ગયા હતા. પોલીસને જાણ કરતા તાબડતોડ પોલીસ આવી ગઈ હતી. હિરેનભાઈ પટેલે સિવિલમાં સારવાર લઈ ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન પહોચ્યા હતા.
વિસનગર સીટી પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પી.આઈ.બી.એસ.રાઠોડ હાજર હતા. ત્યારે હિરેનભાઈ પટેલ સમગ્ર બનાવની જાણ કરી શર્ટના ખીસ્સામાંથી રૂા.૭૦૦૦ થી ૮૦૦૦ ની લુંટ કરી હોવાનો કેસ કરવા રજુઆત કરી હતી. ત્યારે પી.આઈ.રાઠોડે લુંટનો ગુનો દાખલ કરવાનો ઈન્કાર કર્યો હતો. આ દરમ્યાન પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી સુધીરભાઈ પટેલ, લાડોલ જીલ્લા પંચાયત સીટના હર્ષદભાઈ પટેલ, કડા જીલ્લા પંચાયત સીટના મહેશભાઈ પટેલ પાલડી, જીલ્લા માલધારી સેલના પ્રમુખ શૈલેષભાઈ રબારી વિગેરે આવી જતા બોલાચાલી થઈ હતી. પી.આઈ. લુંટની ફરિયાદ નહી લેવા મક્કમ હતા. હુમલો કરી ઈજા કરી હોવાની ફરિયાદ લેવા પી.આઈ.એ જણાવ્યુ હતુ. ત્યારે કોંગ્રેસ અગ્રણીઓએ પોલીસ કોંગ્રેસના કાર્યકરો સાથે ભેદભાવ રાખતી હોવાનો આક્ષેપ કર્યો હતો. મહેશભાઈ પાલડીએ આ મુદ્દો વિધાનસભામાં ચગાવવા ચીમકી આપી હતી. આ બાબતની જીલ્લા પોલીસવડા અને રેન્જ આઈ.જી. સુધી પણ રજુઆત કરવામાં આવી હતી.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us