Select Page

ખેરાલુ પુરવઠા ના.મામલતદાર ૧૦ હજારની લાંચ લેતા ઝડપાયો

ખેરાલુ પુરવઠા ના.મામલતદાર ૧૦ હજારની લાંચ લેતા ઝડપાયો

ખેરાલુ શહેરના મહેતા કનૈયાલાલ મોહનલાલ મામલતદાર તરીકે વર્ષો પુર્વે નોકરી કરતા હતા. નિષ્ઠાવાન અને પ્રમાણિક મામલતદાર કનૈયાલાલનું ચાલુ નોકરીમાં અવસાન થતા તે વખતના સરકારના રહેમરાહે નોકરી આપવાના નિયમ અનુસાર ધર્મેન્દ્ર કનયૈલાલ મહેતા ઉર્ફે ડી.કે.મહેતાનુ રેવન્યુ વિભાગમાં નોકરી અપાઈ હતી. પ્રમાણિક પિતાની જગ્યાએ નોકરી કરનાર પુત્રએ વ્યાપક ભ્રષ્ટાચાર કરી ખેરાલુ અને સતલાસણામાંથી ખુબનાણાં કમાયા છે તેમજ ખેરાલુ શહેરનો વતની હોવાથી તેના વેપારી મિત્રોમાં સૌથી પૈસાદાર તરીકે તેની ઓળખ હોવાની ચર્ચા છે.આમ દિવા પાછળ અંધારૂ છવાયુ હોવાનુ કહેવાય.
ખેરાલુ મામલતદાર કચેરીના પુરવઠા શાખામાં લાંચિયા અધિકારી તરીકે પ્રખ્યાત નાયબ મામલતદાર ડી.કે.મહેતા દ્વારા સસ્તા અનાજના પરવાનેદારો પાસેથી વ્યાપક પ્રમાણમાં કાળી કમાણી કરવાની બુમ છેલ્લા દોઢેક વર્ષથી ઉઠી હતી. નાયબ પુરવઠા મામલતદારના ત્રાસથી ગ્રામ્ય વિસ્તારના સસ્તા અનાજની દુકાનોના પુરવાનેદારો રાજીનામુ આપવાનું વિચારતા હતા. ત્યારે એક સસ્તા અનાજની દુકાનદારે બે મહિના સુધી કાંઈ ન કરવાના ૧૦ હજાર લેવાનુ નક્કી થતા કંટાળેલા લાયસંસ ધારકે છઝ્રમ્નો સંપર્ક કર્યો હતો. ત્યારે સમય સીમા પ્રમાણે ૧૦ હજારની લાંચ લેતા નાયબ પુરવઠા મામલતદાર ખેરાલુને રંગે હાથે ઝડપી લીધો હતો.
મામલતદાર પિતાનું મૃત્યુ થતા રહેમરાહે નોકરી મેળવનાર નાયબ મામલતદારે કરોડોની સંપતી ભેગી કર્યાની શહેરમાં ચર્ચા
સસ્તા અનાજની દુકાનદારોના ગ્રાહકો પ્રમાણે ૧ હજારથી પાંચ હજારના હપ્તા દર મહિને નક્કી કરાયા હતા. દર મહિને એકલો પુરવઠા નાયબ મામલતદારનો હપ્તો રૂા.૮૦,૦૦૦/- હોવાનુ ચર્ચાય છે. કાળી કમાણીની કરતુતો છઝ્રમ્ પાસે પહોચતા છઝ્રમ્ ટીમે સસ્તા અનાજના પરવાનેદારને સાથે રાખી છટકુ ગોઠવ્યુ હતુ. જેમાં ડી.કે.મહેતા ૧૦ હજારની લાંચ લેતા ઝડપાયો હતો. ડી.કે.મહેતાએ રેવન્યુ વિભાગની નોકરી દરમ્યાન અપ્રમાણસર મિલ્કતો ભેગી કરી છે. તેની વિઝીલન્સ તપાસ પણ થાય તેવુ લાગે છે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા ભ્રષ્ટાચારી રીત રસમો અપનાવનાર ઉચ્ચ ઓફિસરોને પણ ફરજીયાત નિવૃત કરી દીધા છે. ત્યારે આવા લાંચિયા નાયબ મામલતદારોને તો કડક શિક્ષા કરશે તેવુ લાગે છે. અનાજની દુકાનેથી જીવન જરૂરીયાતની ચિજો સરકાર મફત આપે છે અને આવા લાંચિયા અધિકારીઓને કારણે સસ્તા અનાજની દુકાનોવાળા ખોટા નાણાં ચુકવવાને કારણે મને ક મને ગરીબોનું અનાજ હડપ કરીને ચોરીઓ કરવી પડે છે. ત્યારે સાચા અને પ્રમાણિક સસ્તા અનાજની દુકાનોવાળા હારી થાકી અને કંટાળીને છઝ્રમ્ ટ્રેપ કરાવવા લાંચિયા અધિકારીઓ વિરૂધ્ધ મજબુર બનવુ પડે છે. રાજ્ય સરકાર સસ્તા અનાજની દુકાન ધારકોનુ કમિશન વધારે અને લાંચિયા અધિકારીઓ ઉપર કંટ્રોલ લાવે તે જરૂરી છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us