
અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલના પાપે છ દિવસ સુધી આયુષ્યમાન કાર્ડનુ એપ્રુવલ નહી મળતા PMJAYનુ કાર્ડ હોવા છતા કેન્સર પીડીત મહિલાએ ખર્ચ કરી સારવાર મેળવી

અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલે સરકારની PMJAY યોજનામાં દર્દીઓના બિનજરૂરી ઓપરેશન કરી કરોડો રૂપિયાનું કૌભાંડ આચરતા સમગ્ર આરોગ્યતંત્ર બદનામ થયુ છે. આ કરોડો રૂપિયાના કૌભાંડ બાદ આજે PMJAY યોજનામાં સારવાર લેતા દર્દીઓને આરોગ્ય વિભાગમાંથી નિયમોનુસાર એપ્રુવલ નહી મળતા દર્દીઓ રીબાઈ રહ્યા છે. જેમાં વડાપ્રધાનના વતન વડનગર તાલુકાના સુંઢિયા ગામે રહેતા ૪૭ વર્ષના કેન્સર પીડીત મહિલાને છ દિવસ સુધી આયુષ્યમાન કાર્ડમાં સારવાર માટે એપ્રુવલ નહી મળતા હોસ્પિટલના ધક્કા ખાઈને થાકેલા દર્દીના પરિવારને રૂા.૨૬,૫૦૦ ખર્ચી કેન્સરની સારવાર કરાવવા મજબુર થવુ પડ્યુ હતુ. જોકે મહેસાણા વોટરપાર્ક શંકુજ હોસ્પિટલના સત્તાધિશોએ આ કેન્સર પીડીત મહિલાને આયુષ્યમાન કાર્ડમાં વિનામુલ્યે સારવાર આપવા અથાક પ્રયત્નો કર્યા હતા. પરંતુ ગાંધીનગરથી એપ્રુવલના ધાંધીયાના કારણે તેમના પ્રયત્નો નિષ્ફળ નિવડ્યા હતા.
કેન્સર પીડીત મહિલાને આયુષ્યમાન કાર્ડમાં વિનામુલ્યે સારવાર મળે તે માટે શંકુજ હોસ્પિટલ ગૃપના સત્તાધિશો અને આરોગ્યમંત્રીના કાર્યાલયથી કાર્ડ એપ્રુવલ માટે નિયમોનુસાર પ્રોસેસ કરવામાં આવી હતી
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો અને તબીબોએ ભેગા મળી સરકારની ઁસ્ત્નછરૂ યોજનામાં દર્દીઓની બિનજરૂરી સારવાર કરી કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યુ હતુ. જેમાં આ હોસ્પિટલને દર્દીઓની સારવાર માટે કલાકોમાં એપ્રુવલ મળતી હતી. જ્યારે સરકારી હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ યોજના હેઠળ સારવાર લેતા દર્દીઓને ૨૪ થી ૪૮ કલાક સુધીમાં એપ્રુવલ મળતી હતી. પરંતુ અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલે PMJAY યોજનામાં કરોડો રૂપિયાનું કૌભાંડ કરતા આજે સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં આયુષ્યમાન યોજનામાં સારવાર લેતા સાચા દર્દીઓને નિયમોનુસાર સમયસર એપ્રુવલ નહી મળતા તેઓ સારવાર માટે રીબાઈ રહ્યા છે. જેમાં વડનગર તાલુકાના સુંઢિયા ગામે ભાણેજના ઘરે રહેતા જાગૃતિબેન સુથાર(ઉ.વ.૪૭)ને ચોથા સ્ટેજનું કેન્સર હતુ. ત્યારે આ કેન્સર પીડીત મહિલાના પરિવારજનો આયુષ્યમાન કાર્ડમાં તેમની કીમીયોથેરાપી સારવાર માટે બુધવારે મહેસાણા વોટરપાર્કની શંકુજ હોસ્પિટલમાં લાવ્યા હતા.જ્યાં શંકુજ હોસ્પિટલ દ્વારા આયુષ્યમાન કાર્ડમાં મહિલાની વિનામુલ્યે સારવાર આપવા ગાંધીનગર આરોગ્ય વિભાગમાં એપ્રુવલ માટે જરૂરી પ્રોસેસ કરવામાં આવી હતી. જેમાં ત્રણ દિવસ સુધી એપ્રુવલ નહી મળતા મહિલાને સારવાર મળી ન હતી. ત્યારે મહિલાના પરિવારે જીલ્લા આરોગ્ય વિભાગમાં તપાસ કરાવતા
આયુષ્યમાન કાર્ડ એક્ટીવ હતુ. જ્યારે ગાંધીનગર
આયુષ્યમાન કાર્ડના સોફ્ટવેરમાં આ કાર્ડ બંધ બતાવતુ હતુ. જે બાબતે મહિલા દર્દીના પરિવારે શંકુજ હોસ્પિટલ ગૃપના સેવાભાવી લાઈજનીંગ હેડ ડા. હિતેન્દ્રભાઈ રાજ અને જનરલ એડમીન અબ્બાસ અલી કાજીને રજુઆત કરતા તેમને આયુષ્યમાન કાર્ડમાં વિનામુલ્યે મહિલાને સારવાર આપવા અથાક પ્રયત્નો કર્યા હતા. પરંતુ ગાંધીનગરથી એપ્રુવલ નહી મળતા વિનામુલ્યે મહિલાને સારવાર આપવાના તેમના પ્રયત્નો નિષ્ફળ ગયા હતા. આ મહિલાના પરિવારની આર્થિક સ્થિતિ નાજુક હોવાથી તેઓ આયુષ્યમાન કાર્ડમાં વિનામુલ્યે સારવાર કરાવવા દોડધામ કરતા હતા. આ કેન્સર પીડીત મહિલાને આયુષ્યમાન કાર્ડમા વિનામુલ્યે સારવાર થાય તે માટે આરોગ્યમંત્રી ઋષિભાઈ પટેલના વિસનગર ખાતેના ધારાસભ્ય કાર્યાલયથી લઈને ગાંધીનગર આરોગ્યમંત્રીના કાર્યાલય સુધી આયુષ્યમાન કાર્ડના પુરાવા સાથે રજુઆત કરવામાં આવી હતી. જેમાં આરોગ્યમંત્રીના કાર્યાલયના સરકારી પી.એ.હરિશચંદ્ર રાઠોડ અને વિસનગર કાર્યાલયના પી.એ. ચિરાગભાઈ પટેલે PMJAY ની સરકારી હેલ્પલાઈન દ્વારા આયુષ્યમાન કાર્ડ એપ્રુવલ કરવા પ્રયત્નો કર્યા હતા. છતાં સોમવાર સુધી એટલે કે છ દિવસ સુધી એપ્રુવલ નહી મળતા મહિલાના પરિવારે થાકીને રૂા.૨૬,૫૦૦ ખર્ચી શંકુજ હોસ્પિટલમાં મહિલાની સારવાર કરાવી હતી. અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલ કાંડના કારણે કેટલાય દર્દીઓ આયુષ્યમાન કાર્ડ હોવા છતાં રૂપિયા ખર્ચીને સારવાર લેવા મજબુર થયા હશે? ત્યારે અગાઉ ખ્યાતિ હોસ્પિટલને દર્દીની સારવાર માટે કલાકોમાં કેવીરીતે એપ્રુવલ મળતી હશે તે વિચારવા જેવુ છે. અત્યારે તો ઘોડા છુટી ગયા પછી તબેલાને તાળા મારવા જેવી સરકારની કામગીરી લોકોને દેખાય છે.
આજે દર્દીઓને આયુષ્યમાન કાર્ડમાં સારવાર લેવા માટે ગાંધીનગરથી ઝડપી એપ્રુવલ મળતી નથી,
ત્યારે ખ્યાતિ હોસ્પિટલને
કલાકોમાં કેવીરીતે એપ્રુવલ મળતી હતી તે વિચારવા જેવુ છે