દિવાળીમાં દારૂડીયાઓનો મુડ બગડયો રૂા.૭ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
સીટી પોલીસ સ્ટેશનમા નવ નિયુકત પી.આઈ.કે.બી.પટેલનો સપાટો
વિસનગર સીટી પોલીસ સ્ટાફે અચાનક દેશી અને વિદેશી દારૂની મોટા પ્રમાણમાં રેડ કરતા દિવાળીના તહેવારમા દારૂડીયાઓનો મુડ બગડયો હતો. સીટી પોલીસ સ્ટેશનમા નવ નિયુક્ત પી.આઈ.કે.બી.પટેલની અસામાજીક પ્રવૃત્તિઓ ઉપરની દબંગાઈથી દારૂના બુટલેગરોમા ફફડાટ ફેલાયો છે. પોલીસે એક જ અઠવાડીયામા દેશી દારૂનો ૧૧પ૦૦ લીટર વોશનો નાશ કર્યો હતો. જ્યારે વિદેશી દારૂની પાંચ રેડમા રૂા.૩.૯૩ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અસામાજીક પ્રવૃત્તિઓ અને તત્વો ઉપર પોલીસની આવી કડકાઈ કાયમ માટે રહે તેજ શહેરના હિતમાં છે.
વિસનગર સીટી પોલીસ સ્ટેશનના પી.આઈ. એે.એન.ગઢવીની બદલી થતા કે.બી.પટેલ પીઆઈનો ચાર્જ સંભાળ્યો છે. નવ નિયુક્ત પી.આઈ.એ ચાર્જ લેતાની સાથે જ દિવાળીમા શહેરમાંથી અસામાજીક દુષણોની સફાઈ કરી હતી. દેશી અને વિદેશી દારૂની મોટા પ્રમાણમા રેડ કરતા અસામાજીક પ્રવૃતિઓ કરતા તત્વોમા ફફડાટ ફેલાયો છે. વિસનગરમા દુષ્કર્મનો બનાવ બન્યો હતો. તે સમયે જ કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલે અસામાજીક તત્વોને નેસ્તનાબુદ કરવા ડી.વાય.એસ.પી.ડી.એમ.ચૌહાણને સુચના આપી હતી. જે સુચનાનો અમલ થતા દિવાળીના તહેવારમા જોવા મળ્યો હતો. બાતમી આધારે બહુચરનગર વોહના છાપરામા ચેહરાજી દશરથજી ઠાકોર ના અડ્ડા ઉપર રેડ કરી રૂા.પ૦,૦૦૦ની કિંમતનો ર૦૦૦ લી. દારૂ ગાળવાના વોસનો નાશ કર્યો હતો. આ રેડ દરમ્યાન વોહના છાપરામા અશોકજી રમેશજી સબાજી ઠાકોરના અડ્ડા ઉપર રૂા.૩૭પ૦૦ ની કિંમતનો ૧પ૦૦ લી. તથા રઘાજી સબાજી ઠાકોરના અડ્ડા ઉપર રૂા. પ૦,૦૦૦ની કિંમતનો ર૦૦૦ લી. વોસનો નાશ કરાયો હતો. આ ઉપરાંત બહુચરનગર વોહના છાપરામા ગોંવિદજી રણછોડજી ઉર્ફે રસુલજી ઠાકોરની ભઠ્ઠી ઉપર રેડ કરી રૂા.૪પ,૦૦૦ની કિંમતની ૧૮૦૦ લી. અરવિંદજી જવાનજી જેણાજી ઠાકોરની ભઠ્ઠી ઉપર રૂા.૩૦,૦૦૦/- ની કિંમતનો ૧ર૦૦ લી. વોસ તથા રાજુજી દશરથજી પ્રતાપજી ઠાકોરની ભઠ્ઠી ઉપર ૩૦૦૦ લી. વોસ તથા ૮૦લી. દેશી દારૂ સાથે રૂા.૭પ૦૦૦ની કિંમતના મુદ્દામાલનો નાશ કર્યો હતો. દેશી દારૂ ગાળવાની આ ભઠ્ઠી ઉપર પોલીસે રેડ કરી ત્યારે પ્લાસ્ટીકના બેરલો ભરી વોસ ઝડપાયો હતો. જ્યાંથી મોટા જથ્થામા દેશી દારૂની ડીલેવરી થતી હોવાનુ પણ જાણવા મળ્યુ છે. દેશી દારૂની આ રેડમા રૂા.૩,૦૩,પ૦૦ની કિંમતનો ૧૧પ૦૦ લી વોસનો નાશ કરવામા આવ્યો હતો.
વિસનગરમા વિદેશી દારૂનો પણ મોટા પ્રમાણમા વેપાર થાય છે. દિવાળીનો તહેવાર હોવાથી બુટલેટરોએ મોટા પ્રમાણમા સ્ટોક કર્યો હતો. ત્યારે ભક્તોના વાસમા રહેતો કલ્પેશજી ઉર્ફે કમલેશજી ઉદાજી ઠાકોર જીજે ૧૬ બીબી ર૭૭૪ નંબરની કારમા વિદેશી દારૂ ભરી સુંશી રોડ ઉપર વેપાર કરતો હોવાથી બાતમી મળતા પોલીસે રેડ કરી બીયરના ૭૦ ટીના તથા વિદેશી દારૂની ૪૦ બોટલો અને કાર સાથે રૂા.ર,ર૪,૦પ૦ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. કાનકુવા વાસમા રેડ કરી સંદેશજી ચંદુજી ઠાકોરના નિવાસ્થાનેથી રૂા.૧૧૬૪ ની કિંમતની વિદેશી દારૂની ૯ બોટલ જપ્ત કરી હતી. મહેસાણા રોડ ઉપર રાજેન્દ્ર કોલોની આગળથી નરેન્દ્રસિંહ અર્જુનસિંહ ચૌહાણને એક્ટીવામા વિદેશી દારૂ રાખી વેપાર કરતા ઝડપ્યો હતો. પોલીસે એક્ટીવા તથા વિદેશી દારૂની ૬ બોટલ સાથે પર૯૭૦ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. થલોટા રોડ હેરીટેજ સોસાયટીમા રહેતા અને મુળ કમાણા ગામનો નિલેશભાઈ જયંતિભાઈ વિઠ્ઠલદાસ મીસ્ત્રી એક્ટીવા સ્કુટરમા વિદેશી દારૂ ભરીને ગંજ બજાર આગળ વેપાર કરતો હોવાની બાતમી મળતા જ પોલીસે રેડ કરી હતી. જ્યા નિલેશભાઈ મિસ્ત્રીને એકટીવા તથા દારૂની બોટલ સાથે ઝડપી રૂા. ૬૦૧૩પ/- ની કિંમતનો મુદામાલ જપ્ત કર્યો હતો. પુછપરછમા ગુંજાનો રોહીતજી દશરથજી ઠાકોર તથા આથમણા વાસનો રાહુલ ઠાકોર વિદેશી દારૂ આપી ગયા હોવાનુ જણાવતા પોલીસે ત્રણ વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો હતો. વડનગરી દરવાજા સાત પીપળી વિસનગરમા રહેતો વેલજી ઓડ જીજે ૦ર ઈએલ ર૭૪૦ નંબરના એક્સેસમા વિદેશી દારૂ રાખી વેપાર કરતો હોવાની બાતમી આધારે રેડ કરતા વિદેશી દારૂની ૩૧ બોટલ તથા બીયરના ૪ ટીન જપ્ત કર્યા હતા. આ રેડમા પોલીસે રૂા.પપ૩૮૬ની કિંમતનો મુદામાલ જપ્ત કર્યો હતો. વિદેશી દારૂની કુલ પાંચ રેડમા રૂા.૩,૯પ,૭૦પ/- ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.