પદ્માવત ફિલ્મ વખતે ક્ષત્રિય સમાજ ઉપર થયેલા કેસો પરત ખેંચાતા ઉત્તર ગુજરાત રાજપૂત સમાજના પ્રમુખ જયરાજસિંહ પરમારે સરકારનો આભાર માન્યો
૨૦૧૭ માં સંજય લીલા ભણસાલી દ્વારા નિર્માણ કરાયેલ પદ્માવતી ફિલ્મમા દેશના બોલીવુડના માધ્યમથી ક્ષત્રિય સમાજની સંસ્કૃતિ અને સંસ્કારોનું ખોટું ચિત્રણ કરી ને સમગ્ર ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મને લાંછન લાગે તેવા દ્રશ્યો અને સ્ટોરી દર્શાવી હતી. જેના વિરોધમાં સમગ્ર દેશના અને ગુજરાતના ક્ષત્રિય સમાજમાં રોષ ફાટી નીકળ્યો હતો તે વખતે થયેલા ઉગ્ર આંદોલનમાં ક્ષત્રિય સમાજના યુવાઓ ઉપર અનેક પોલીસ કેસ થયા હતા. આ ઉગ્ર આંદોલન કોઈ વ્યક્તિ કે સરકાર સામે ન હતું પરંતુ ક્ષત્રિય સમાજને બદનામ કરતા સંજય લીલા ભણસાલી સામે હતું અને ફિલ્મના માધ્યમથી ક્ષત્રિય સમાજને બદનામ કરી , ભારતીય નારીને ન શોભે તેવા કાલ્પનિક દ્રશ્યો બતાવી પ્રેક્ષકો ખેંચવા અને બોક્સ ઓફીસ છલકાવાનું એક કાવતરું હતું.
આ કેસમાં ઉશ્કેરાટ અને આવેશમાં આવીને યુવાનો દ્વારા દેખાવો થયા હતા જેના કારણે ક્ષત્રિય સમાજના યુવાઓ ઉપર પોલીસ કેસ થયા હતા. આ થયેલા પોલીસ કેસો પાછા ખેંચવા માટે ઉત્તર ગુજરાત રાજપૂત સમાજના પ્રમુખ અને ભાજપના ગુજરાત પ્રદેશ પ્રવક્તા જયરાજસિંહ પરમારની આગેવાની હેઠળ રાજપૂત કરણી સેનાના પ્રમુખ વીરભદ્રસિંહ જાડેજા, મહાકાલ સેનાના પ્રમુખ વિજયસિંહ ચાવડા , રાજપૂત વિદ્યાસભાના અશ્વિનસિંહ સરવૈયા , કિરપાલસિંહ ચાવડા સહીત એક હજાર કરતા વધુ આગેવાનો ધારાસભ્ય સી. જે. ચાવડા સહીત ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી તથા વર્તમાન ઉર્જા મંત્રી અને તત્કાલીન કાયદામંત્રી ઋષિકેશભાઈ પટેલની સાથે ક્ષત્રિય સમાજનું પ્રતિનિધિ મંડળ સ્વર્ણિમ સંકુલ નર્મદા હોલમાં મળ્યું હતુ. જયરાજસિંહ પરમારની આગેવાનોમાં સમગ્ર કેસની વિગતવાર છણાવટ કરી રજુઆત કરી હતી. ત્યારબાદ એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિત્વ મંડળ જયરાજસિંહ પરમાર, વીરભદ્રસિંહ જાડેજા અને વિજયસિંહ ચાવડાની આગેવાનીમાં , પૂર્વ મંત્રી બલવંતસિંહ રાજપૂત અને વિજાપુરના ધારાસભ્ય ડો. સી. જે. ચાવડાની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રીના નિવાસ્થાને રાજ્યના મુખ્ય સચિવ એમ.કે. દાસની ઉપસ્થિતીમાં મળ્યા હતા. જેમા મુખ્યમંત્રીએ કેસો પાછા ખેંચવાની ખાતરી આપી હતી.
ઋષિકેશભાઈ પટેલ જ્યારે કાયદામંત્રી હતા ત્યારે કેસો પરત ખેંચવા ઘણી મદદ કરી હતી-જયરાજસિંહ પરમાર
ઉત્તર ગુજરાતના મહુડીના કેસો વિજાપુર પોલીસ સ્ટેશનના તાબા હેઠળના તથા મહેસાણા પોલીસ સ્ટેશનના કેસો પાછા ખેંચવાની વિનંતી કરતી અરજી સરકારે કોર્ટમાં રજુ કરતા કોર્ટે માન્ય રાખી છે.. આ સમગ્ર કેસો અને કાર્યવાહી દરમ્યાન ક્ષત્રિય સમાજના નિઃશુલ્ક કેસ લડતા એડવોકેટ મહેન્દ્રસિંહ જાડેજા ( અમદાવાદ ) કાયદાકીય પ્રક્રિયામાં પણ મુખ્ય ભાગ ભજવ્યો હતો.
જયરાજસિંહ પરમાર, વિરભદ્રસિંહ જાડેજા, વિજયસિંહ ચાવડા, અશ્વિનસિંહ સરવૈયા તથા કિરપાલસિંહ ચાવડા સહીત ક્ષત્રિય સમાજના તમામ આગેવાનો ગુજરાત પ્રદેશ શ્રી રાજપૂત કરણી સેના તથા મહાકાલ સેનાના તમામ પદાધિકારીઓ સહીત ગુજરાત પ્રદેશ ટીમના તમામ હોદ્દેદારો જિલ્લાના હોદ્દેદારો સહીત બકુલસિંહ વાઘેલા સેજપાલસિંહ ઝાલા તથા રાજપૂત કરણી સેના ગુજરાત પ્રદેશ મંત્રી જેમણે આ મુદ્દે સતત જયરાજસિંહ પરમારના સંપર્કમાં રહ્યા જે તમામ હોદ્દેદારો આગેવાનોનો ક્ષત્રિય સમાજ ખુબ આભર વ્યક્ત કરે છે. કેસો પાછા ખેંચતા ગુજરાતનો સમગ્ર ક્ષત્રિય સમાજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી તથા ઊર્જા અને પંચાયત મંત્રી ઋષિકેશભાઈ પટેલનો જાહેર આભાર વ્યક્ત કર્યો હતો.