Select Page

વિસનગર પ્રાન્ત ઓફિસરની અધ્યક્ષતામાં વિવિધ પ્રશ્નોની રજુઆત તાલુકા સ્વાગતમાં પ્રાથમિક શિક્ષકોના ઈન્કમટેક્ષનો મુદ્દો ચમક્યો

વિસનગર પ્રાન્ત ઓફિસરની અધ્યક્ષતામાં વિવિધ પ્રશ્નોની રજુઆત તાલુકા સ્વાગતમાં પ્રાથમિક શિક્ષકોના ઈન્કમટેક્ષનો મુદ્દો ચમક્યો

વિસનગર પ્રાન્ત અધિકારી વિકાસ રાતડાની અધ્યક્ષતામાં બુધવારના રોજ તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ (સ્વાગત) કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પ્રાન્ત અધિકારીએ હાજર અરજદારોની રજુઆત સાંભળી સબંધકર્તા કચેરીના અધિકારીને તેનો ઝડપી ઉકેલ લાવવા સુચના આપી હતી. આ કાર્યક્રમમાં તાલુકા પ્રાથમિક શિક્ષકોના ટી.ડી.એસ. રિટર્નના અટવાયેલા નાણાંનો વિવાદ ચમક્યો હતો.
વિસનગર પ્રાન્ત અધિકારી વિકાસ રાતડાની અધ્યક્ષતામાં યોજાયેલ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં કયા ગામના અરજદારે શું રજુઆત કરી તે જોઈએ તો વિસનગર તાલુકાના પાલડી ગામના ચૌધરી ભરતભાઈ ઘેમરભાઈએ વિસનગર મામલતદારશ્રીના હુકમ મુજબ નોંધ પાડવા બાબત, ખંડોેસણના ચૌધરી પ્રકાશકુમાર નારાયણભાઈએ ખંડોસણ ગામના સર્વે નં.૭૧૪માં કરલી વાલમ નવી વિજ લાઈન ઉપર વિજ ટાવર નાખવા બાબત, વિસનગરના શાહ રસેશ રમેશચંદ્રએ ગેરકાયદેસર વિજ કનેક્શનો રદ કરવા બાબત, વિસનગર અક્ષરધામ ટાઉનશીપમાં રહેતા પટેલ અરવિંદભાઈ પ્રહલાદભાઈએ વિસનગર શહેર પોલીસ દ્વારા છેલ્લા નવ મહિનાથી એફ.આઈ.આર ન નોંધવા બાબત, સિધ્ધપુરના રાજપુરમાં રહેતા રામી હિમાનીબેન મિહીરભાઈએ બારકોડનો નવો જન્મનો દાખલો કાઢી આપવા બાબત, વિસનગરમાં ગોકુળનગર સોસાયટીમાં રહેતા પટેલ ભગવાનભાઈ શંકરદાસે સુંશી ગામના સ.નં.૩૭૪માં દુરસ્તી કરવા બાબત, વાલમ ગામના પટેલ વાલજીભાઈ પિતામ્બરભાઈએ વાલમ ગ્રામ પંચાયતની આકારણીમાં ખોટીરીતે ચાલતા નામમાં સુધારો કરવા બાબત, વિસનગર શહેરની વિદ્યાનગર સોસાયટીમાં રહેતા પટેલ રમેશકુમાર શંકરલાલે તાલુકાના પ્રાથમિક શિક્ષકોના પગારમાંથી કપાયેલ ઈન્કમટેક્ષના નાણાં ટાન નંબરે જમા કરવા બાબત, ગુંજાળા ગામના સરપંચશ્રીએ ગુંજાળાથી થુમથલ ગામને જોડતા રોડ પાસે ડામર રોડ કરવાની ગ્રામજનોની માગણી સ્વિકારવા બાબત, કડા ગામના શ્રીમાળી રમેશભાઈ વશરામભાઈએ ગેરકાયદેસર બાંધકામ અટકાવવા બાબત, રામપુરા (લાછડી) ગામના રાવળ ચમનભાઈ અરજણભાઈએ મફત ગાળાના સરકારી પ્લોટના પ્રશ્ન બાબત અને ગણેશપુરા (પુ) ગામના વ્યાસ ભરતભાઈ બાબુલાલે ગણેશપુરા ગામથી કાંસા ગામ વચ્ચે પાંચ કિ.મી. બિસ્માર રોડનુ સમારકામ કરવા બાબતે રજુઆત કરી હતી. જેમાં પ્રાન્ત અધિકારીએ હાજર અરજદારોની રજુઆત શાંતિપુર્વક સાંભળી સબંધકર્તા કચેરીના અધિકારીને તેનો ઝડપી ઉકેલ લાવી અરજદારને ન્યાય આપવા સુચના આપી હતી. આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં વિસનગર તાલુકાના પ્રાથમિક શિક્ષકોના વર્ષ ૨૦૨૦ પહેલા પગારમાંથી કપાયેલ ઈન્કમટેક્ષના નાણાં જુના ટાન નંબરમાં જમા કરવાનો વિવાદ ચમક્યો હતો. ત્યારે આ વિવાદમાં મામલતદાર ડી.એફ.પટેલે તાલુકા શિક્ષણ ખાતાના જવાબદાર અધિકારી કે કર્મચારી સામે કાયદાકીય કાર્યવાહી કરવા સુચન કર્યુ હતુ. જ્યારે એક અરજદારની પોલીસ ફરિયાદ નોંધવાનો મુદ્દો પેન્ડીંગ રાખવામાં આવ્યો હતો.
આ સ્વાગત કાર્યક્રમમાં મામલતદાર દિનેશભાઈ એફ.પટેલ. ટી.ડી.ઓ. ભૌમિકભાઈ ચૌધરી, ટી.પી.ઓ. સંગીતાબેન પટેલ, નાયબ મામલતદાર મહેસુલ અમરતભાઈ ચૌધરી, કનુભાઈ સોલંકી, પોલીસ કોન્સ્ટેબલ વિરલભાઈ વ્યાસ સહિત કર્મચારીઓ હાજર રહ્યા હતા.