Select Page

ધારાસભ્ય ઋષિભાઈ પટેલે રૂા.૨૧.૬૦ લાખના ચેક જીલ્લા રજીસ્ટ્રારને આપ્યા

ધારાસભ્ય ઋષિભાઈ પટેલે રૂા.૨૧.૬૦ લાખના ચેક જીલ્લા રજીસ્ટ્રારને આપ્યા

કોરોના મહામારીમાં સરકારને મદદરૂપ બનવા તાલુકાની મંડળીઓને અપીલ કરાઈ હતી

ધારાસભ્ય ઋષિભાઈ પટેલે રૂા.૨૧.૬૦ લાખના ચેક જીલ્લા રજીસ્ટ્રારને આપ્યા

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
કોરોના મહામારીના સામે બાથ ભીડનાર તંત્રને મદદરૂપ બનવા માટે ધારાસભ્ય ઋષિભાઈ પટેલ દ્વારા અત્યારે સરાહનીય પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ધારાસભ્યએ તાલુકાની સેવા સહકારી મંડળીઓ, દુધ મંડળીઓ તથા સંસ્થાઓને ફાળો આપવા અપીલ કરી હતી. જેમના પ્રયત્નોથી પી.એમ. અને સી.એમ. રાહતફંડમાં રૂા.૨૧,૬૦,૨૨૨/- ની રકમના ચેક આવતા જીલ્લા રજીસ્ટ્રારને તમામ ચેક અર્પણ કરાયા હતા.
વિસનગર તાલુકામાં કોરોના સંક્રમણ રોકવા માટે તેમજ કોરોના મહામારીમાં લડત આપતા તંત્રને મદદરૂપ બનવા માટે ધારાસભ્ય ઋષિભાઈ પટેલ દ્વારા તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. કોરોના મહામારીમાં સરકારને મદદરૂપ બનવા પી.એમ. અને સી.એમ. રાહતફંડમાં ફાળો આપવા માટે ધારાસભ્ય ઋષિભાઈ પટેલે તાલુકાની સેવા સહકારી મંડળીઓ, દુધ મંડળીઓ તથા અન્ય સંસ્થાઓનો સંપર્ક કર્યો હતો. જેમના પ્રયત્નથી પી.એમ.રાહત ફંડમાં એપીએમસી વિસનગર દ્વારા રૂા.૧૧ લાખ, બાકરપુરમાં કો.ઓ.ક્રેડીટ સોસાયટી લી. દ્વારા રૂા.૧૧,૦૦૦, નાગર હોસ્ટેલ દ્વારા રૂા.૫૧,૦૦૦, ચૌધરી જસવંતભાઈ જેસંગભાઈ દ્વારા રૂા.૧૧,૧૧૧, પટેલ સતીષભાઈ ભગવાનદાસ તરફથી રૂા.૧,૨૧,૧૧૧, ગુજરાત એગ્રો કો.ઓ.લી. તરફથી રૂા.૧૧,૦૦૦ તથા સાર્વજનિક પુસ્તકાલય ગણેશપુરા તરફથી રૂા.૩૧,૦૦૦ મળી આ સંસ્થાઓ દ્વારા કુલ રૂા.૧૩,૩૬,૨૨૨/- ની રકમના ચેક આપવામાં આવ્યા હતા.
જ્યારે સી.એમ.રાહત ફંડમાં એ.પી.એમ.સી. વિસનગર દ્વારા રૂા.૫ લાખ, શ્રી દેણપ દુધ ઉત્પાદક સ.મં.લી. તરફથી રૂા.૭૧,૦૦૦, શ્રી સદુથલા દુધ ઉત્પાદક સહ.મં.લી. તરફથી ૫,૦૦૦, શ્રી કુવાસણા દુધ ઉત્પાદક સહ.મં.લી. તરફથી ૧૦,૦૦૦, શ્રી કુવાસણા સેવા સહ.મં.લી. તરફથી ૧૧,૦૦૦, ચિત્રોડા દુધ ઉત્પાદક સહ.મં.લી. તરફથી ૧૧,૦૦૦, શ્રી અર્બુદા વી.કા.જુથ. સેવા.સહ.મં.લી. તરફથી ૧૧,૦૦૦, શ્રી ભુવનેશ્વરી ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી ૨૧,૦૦૦, શ્રી અરવલ્લી સદ્‌ભાવના ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી ૨૧,૦૦૦, પટેલ ગાંડાભાઈ પરસોત્તમદાસ તરફથી ૨૫,૦૦૦, શ્રી વાલમ ખેડુત સેવા સહકારી મં.લી. તરફથી ૫૧,૦૦૦, દેણપ નાગરીક ધિરાણ કરનારી સ.મં.લી. તરફથી ૫૧,૦૦૦, શ્રી ધામણવા સેવા સહકારી મંડળી તરફથી ૧૧,૦૦૦ તથા સાર્વજનિક પુસ્તકાલય ગણેશપુરા તરફથી રૂા.૨૫,૦૦૦ મળી આ સંસ્થાઓ દ્વારા કુલ ૮,૨૪,૦૦૦/- ની રકમના ચેક આપવામાં આવ્યા છે. ધારાસભ્ય ઋષિભાઈ પટેલની મહેનત તથા પ્રયત્નોથી તાલુકાની કુલ ૨૧ સંસ્થાઓ તરફથી કુલ રૂા.૨૧,૬૦,૨૨૨/- ના ચેક પી.એમ. તથા સી.એમ. રાહતફંડમાં મળતા આ તમામ ચેક જીલ્લા રજીસ્ટ્રાર પ્રતિકભાઈ ઉપાધ્યાયને આપવામાં આવ્યા હતા.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us