Select Page

તંત્રી સ્થાનેથી… મહામારી ગમે તે હોય મરવાનું મધ્યમ વર્ગનેજ

તંત્રી સ્થાનેથી… મહામારી ગમે તે હોય મરવાનું મધ્યમ વર્ગનેજ

તંત્રી સ્થાનેથી…

મહામારી ગમે તે હોય મરવાનું મધ્યમ વર્ગનેજ

કુદરતી કે માનવસર્જિત મહામારીમાં મરો તો મધ્યમ વર્ગનોજ થાય છે. મધ્યમ વર્ગ એવો વર્ગ છેકે લાફો મારીને ગાલ લાલ રાખે છે. તે કદિ કોઈને સામે હાથ લંબાવી શકતો નથી કે જાહેર કરેલુ કોઈનુ દાન સ્વીકારી શકતો નથી. ભુકંપ આવે, અતિવૃષ્ટિ થાય, કોમી રમખાણો થાય, કર્ફ્યુ પડે, અતિ ઠંડી પડે ત્યારે પૈસાદાર વર્ગને કોઈ મુશ્કેલી નડતી નથી. ગરીબ વર્ગને મદદો ચાલુ થતાં મુશ્કેલી નડતી નથી. ગરીબ વર્ગ છે કે જેને મદદ કરવા માટે તવંગરો અને તંત્ર તુરતજ મેદાનમાં આવે છે. આવીને આવી પરિસ્થિતિ ખેડૂત વર્ગની છે. દેશ ખેતી પ્રધાન છે. ખેડૂતોની સંખ્યા મોટી છે. ખેડૂતોની વોટબેન્ક મોટી છે. સરકાર તેને ધ્યાનમાં રાખી ખેડૂતો માટે જુદી રાહતો, વ્યાજ માફી, તાત્કાલિક રોકડ સહાય વિગેરે જાહેરાતો કરી નાંખે છે. મધ્યમ વર્ગ કોઈને ધ્યાનમાં આવતો નથી. પ્રવર્તમાન સંજોગોમાં સેવાકીય સંસ્થાઓ દ્વારા ગરીબોને ભોજન આપવાનો અભિગમ હાથ ધરાયો છે. સેવાકીય સંસ્થાઓ દ્વારા એટલી બધી હરીફાઈ ચાલી રહી છે કે ગરીબ વર્ગ મેનુ જોઈ પછી ભોજન સ્વીકારે છે. ખીચડી કઢી, ખીચડી શાક જેવું ભોજન રોજેરોજ ગરીબોને સ્વીકાર્ય નથી. આવી છે ગરીબોની પરિસ્થિતિ. તંત્ર પણ ગરીબીની રેખા નીચે જીવતા લોકો માટે નાણાંનો ધોધ વહાવે છે. ગરીબો માટે કીટ વિતરણ થાય છે. સરકાર તરફથી ભોજન વ્યવસ્થા કરાય છે. બીપીએલ ધારકો માટે મફત અનાજની વ્યવસ્થા, જનધન ખાતાઓમાં એક હજાર રૂપિયાની સહાય. બીપીએલ ધારકો માટે એકબાજુ સરકારની મફત અનાજની સહાય, બીજીબાજુ સેવાકીય સંસ્થાઓની કીટ વિતરણની હરીફાઈ. ગરીબો પાસે એટલી બધી સહાય વધી ગઈ છે કે તેનો વેપાર થાય છે. સામે મધ્યમ વર્ગના લોકો ખાનગી પેઢીઓમાં કામ કરે છે, જેમના પગાર ચાર થી સાત હજાર રૂપિયાની વચ્ચે હોય છે. ખાનગી પેઢી મહેરબાનીથી નોકરોને નોકરીએ રાખે છે. સરકાર જાહેર કરે કે કોઈનો પગાર કાપવાનો નથી. ખાનગી પેઢીઓ કદિ પૂરો પગાર આપવાની નથી. મધ્યમ વર્ગની સામે જોઈ એપીએલ-૧ કાર્ડ ધારકોને અનાજ મફત તથા રૂા.૧૦૦૦ આપવાની જાહેરાત કરી છે. અનાજ ઉપરાંત્ત દૂધ, શાકભાજી, તેલ, ખાંડ, ચા, ગોળ, મરી મસાલા આ બધુ લાવવાના પૈસા નથી. આવી વિકટ પરિસ્થિતિમાં કોઈ ઉછીના પૈસા આપતુ નથી. બીપીએલ કાર્ડધારકોને સરકારે એક હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી છે. એપીએલ-૧ કાર્ડધારકો મધ્યમ વર્ગના છે. તેમને જરૂરીયાતો વધાર છે તેને એક હજાર રૂપિયા ઓછા પડે. સરકારે ગરીબ વર્ગ અને ખેડૂતોને એકલા લક્ષમાં રાખ્યા વગર મધ્યમ વર્ગ માટે પણ વિચારવું જોઈએ. ખેડૂતોને તો એમની ક્રોપ લોનોના વ્યાજ માફ થવાની પૂરેપૂરી શક્યતાઓ છે. સરકારે ગ્રામ્ય વિસ્તારના મહોલ્લા, સોસાયટી વિસ્તારમાં બાપદાદા તરફથી મળેલા મકાનોમાં રહેતા કેટલાક લોકોની દયનીય પરિસ્થિતિ પર નજર કરવી જોઈએ. સેવાકીય સંસ્થાઓ આવા મધ્યમ વર્ગના લોકોને શોધી કાઢી મદદ કરે તે જરૂરી છે. અસહ્ય મોંઘવારી મધ્યમવર્ગ એવી પરિસ્થિતિમાં આવી ગયો છેકે સરકારે એપીએલ-૧ કાર્ડ ધારકોને સીધેસીધા બીપીએલમાં ગણી કાઢે તે જરૂરી છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us