Select Page

વિસનગર પોલીસની ૪૦૦ વ્યક્તિઓ સામે જાહેરનામા ભંગની કાર્યવાહી

વિસનગર પોલીસની ૪૦૦ વ્યક્તિઓ સામે જાહેરનામા ભંગની કાર્યવાહી

લોકડાઉનમાં દુકાનો ખોલવા તથા ખોટુ બહાનુ બતાવી ફરતા ઝડપ્યા

વિસનગર પોલીસની ૪૦૦ વ્યક્તિઓ સામે જાહેરનામા ભંગની કાર્યવાહી

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
કોરોના વાયરસનુ સંક્રમણ અટકાવવા માટે ધોમધખતા ઉનાળામાં વિસનગર પોલીસ દ્વારા ખડેપગે સેવા આપવામાં આવી રહી છે. લોકડાઉનનો કડક અમલ થાય તે માટે પોલીસ દ્વારા એકજ અઠવાડીયામાં ૪૦૦ ઉપરાંત્ત વ્યક્તિઓ સામે ૨૮૦ ઉપરાંત્ત જાહેરનામા ભંગની ફરિયાદ કરવામાં આવી છે. લોકો લોકડાઉનમાં પરિવાર સાથે સમય વિતાવી રહ્યા છે, ત્યારે વિસનગરમાં કોરોના આવતો રોકવા પોલીસ કર્મચારીઓ પરિવારની ચીંતા કર્યા વગર ફરજ બજાવી રહ્યા છે.
કોરોના સંક્રમણની સાંકળ આગળ વધતી અટકે તે માટે લોકડાઉન કરવામાં આવ્યુ છે. જે લોકડાઉનનો અમલ કરવો તમામની ફરજ છે. ત્યારે પોલીસને અમલ કરાવવો પડે તે સંસ્કારી અને શિક્ષિત નગરી માટે શરમજનક બાબત છે. ડીવાયએસપી એમ.બી.વ્યાસની દોરવણીમાં સીટી પી.આઈ.પી.કે.પ્રજાપતિ તથા તેમના સ્ટાફ દ્વારા લોકડાઉનનો કડક અમલ થાય તે માટે કડક હાથે કાર્યવાહી કરી રહ્યા છે. લોકડાઉનમાં વેપારી દુકાન ખોલતા ઝડપાય, દુકાન આગળ વેપારી સોશિયલ ડીસ્ટન્સ જાળવતા ન હોય તેમજ ખોટા બહાના બતાવી ફરતા હોય તેમના વિરુધ્ધ જાહેરનામા ભંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે. તા.૧૬-૪ થી ૨૩-૪ સુધીમાં જાહેરનામા ભંગની ૨૮૦ ઉપરાંત્ત ફરિયાદ નોધવામાં આવી છે. જેમાં ૪૦૦ વ્યક્તિઓ ઉપરાંત્ત કાર્યવાહી કરાઈ છે.
કયા વિસ્તારમાં કોના વિરુધ્ધ ફરિયાદ થઈ તે જોઈએ તો, ડોસાભાઈ બાગ પાસે અક્ષય કાન્તીલાલ પટેલ. લાલ દરવાજા ચીરાગ હરગોવનભાઈ દેસાઈ, રોનક હરગોવનભાઈ દેસાઈ. મહેસાણા ચાર રસ્તા દશરથભાઈ મોતીભાઈ પ્રજાપતિ. સવાલા દરવાજા અશોકભાઈ લક્ષ્મણભાઈ સીંધી. કડા દરવાજા શુભમ પરેશભાઈ પટેલ, પૃથ્વીકુમાર વિષ્ણુભાઈ પટેલ. દરબાર રોડ વસીમખાન યુનુસખાન પઠાણ, અલીહુસેન ઉસ્માનગની ખોખર. કુવાસણા ડેરી આગળ જયદિપ વિઠ્ઠલભાઈ પરમાર, મહેન્દ્રભાઈ સોમાભાઈ પ્રજાપતિ. ફતેહ દરવાજા વસંતાબાવાની શેરી વિજય બાબુભાઈ પટેલ, ભૂમિન બાબુભાઈ પટેલ, યાકુબખાન ગાજીરખાન પઠાણ. ગંજબજાર વિષ્ણુનગર ડોનાર્ક રમેશભાઈ પટેલ. મહેસાણા ચાર રસ્તા રીક્ષામાં ચારથી વધારે બેસાડવા બદલ બહેલીમ આસીફખાન મહંમદહનીફ. વ્હોરવાડના નાકે ખતીબ સમીરહુસેન છોટુમીયા, પઠાણ શાહરૂખ રસુલખાન. કાંસા ચાર રસ્તા પારેખ મહેન્દ્રભાઈ આત્મારામ, પટેલ સુનિલકુમાર ભીખાભાઈ. દેણપ ત્રણ રસ્તા દેસાઈ સુરેશભાઈ બળદેવભાઈ. સોમેશ્વર સોસાયટી પટેલ અજયકુમાર ડાહ્યાલાલ દારૂ પીધેલ પકડાયેલ. બાપુના ચોરા પાસે પટેલ ડાહ્યાભાઈ પ્રભુદાસ. ફતેહ દરવાજા પોયડાનો માઢ પ્રજાપતિ સંજય બાબુભાઈ, પટેલ નિતિનકુમાર વિઠ્ઠલદાસ, પટેલ અંકિતકુમાર જશવંતભાઈ. ધરોઈ કોલોની વિદ્યાનગર પટેલ ભીખાભાઈ પૂંજીરામ, પટેલ અમરતભાઈ જીવરામદાસ. મહેસાણા ચાર રસ્તા પટેલ જયંતિભાઈ જોઈતારામ, વાળંદ હસમુખભાઈ મંગળદાસ. પાલડી બસ સ્ટેન્ડ ચૌધરી અમરસીંગ હરિસીંગ, ચૌધરી જશુભાઈ વિરસંગભાઈ. કડા રોડ હેરીટેજ સોસાયટી પટેલ ભીખાભાઈ પ્રભુદાસ, પટેલ સોમાભાઈ હરગોવનદાસ, પટેલ અરવિંદભાઈ કાન્તીભાઈ. દરબાર રોડ પટેલ વસંતકુમાર ઢગુભાઈ, પંડીત રૂદ્રદત્ત સર્યદમન. કડા રોડ હેરીટેજ આગળ પટેલ ઈશ્વરભાઈ જોઈતારામ, પટેલ શંકરભાઈ ઢગુભાઈ, પટેલ બળદેવભાઈ નારાયણભાઈ. એક ટાવર પાસે આશીષ વાલ્મીકભાઈ જોષી. દિપરા દરવાજા ચીરાગ ભરતભાઈ પંચાલ. બાપુનો ચોરો અનંતકુમાર વિજયભાઈ શાહ. ચંદનપાર્ક ભરતભાઈ પ્રહેલાદભાઈ શાહ. કંસારાપોળ ધીરેનકુમાર માણેકલાલ મણીઆર, વિપુલકુમાર રસીકલાલ કંસારા. મહેસાણા ચાર રસ્તા કાન્તીલાલ પ્રહેલાદભાઈ પટેલ, હસમુખભાઈ પરષોત્તમભાઈ પટેલ. સવાલા દરવાજા અંબીકા પાન પાર્લર ખોલતા રાજુભાઈ બેચરદાસ પટેલ. ત્રણ દરવાજા ટાવર ગોવિંદચકલા પાસે પટેલ કિર્તિભાઈ પ્રહેલાદભાઈ, પટેલ ધર્મેન્દ્રકુમાર મહેન્દ્રભાઈ. કમાણા રોડ માધવપાર્ક રમેશભાઈ કાન્તીભાઈ ભાવસાર. ભૂતવાડો લાલ દરવાજા સીપાઈ હબીબખાન ગુલાબખાન, પઠાણ ઈમરાનખાન શબ્બીરખાન. ત્રીશુલ ફ્લેટ આગળ પટેલ રમેશભાઈ દ્વારકાદાસ. રામાપીર મંદિર વિશાલ પાર્ટી પ્લોટ પાસે પટેલ સંજયકુમાર માધવલાલ વિરુધ્ધ જાહેરનામા ભંગની ફરિયાદ કરાઈ હતી.
આર.કે.પાર્ટી પ્લોટ સામે સતીષકુમાર રમણલાલ પટેલ. સવાલા દરવાજા અલકેશકુમાર ભરતભાઈ પટેલ, મનોજકુમાર દશરથભાઈ સથવારા. પાલડી ગામ માધવલાલ શંકરદાસ પટેલ, રમણભાઈ કાનજીદાસ પટેલ. રેલ્વે સર્કલ પાસે અમીતભાઈ વાઘજીભાઈ રબારી. ગુંદીખાડ પાર્થ અરૂણકુમાર સોની, પ્રીતકુમાર પ્રકાશચંદ્ર સોની. ફતેહ દરવાજા પરેશકુમાર બળદેવભાઈ પટેલ. રસપાર્ક સોસાયટી આગળ ઈદ્રીશભાઈ ભીખુભાઈ પઠાણ, શબ્બીરભાઈ જબ્બારભાઈ નાગોરી, મૈયુદ્દીનભાઈ સદરૂદ્દીનભાઈ સૈયદ. દેણપ રોડ દેસાઈનગર અમરતભાઈ ભાવજીભાઈ દેસાઈ, રમેશભાઈ ઘેમરભાઈ દેસાઈ. દેણપ રોડ આગણવીલા મીહીરભાઈ નવીનભાઈ સોની, મનોજભાઈ પોપટભાઈ પટેલ, વિમલભાઈ ગોપાળભાઈ પટેલ. ગોવિંદચકલા પંકજભાઈ ઈશ્વરભાઈ પટેલ. પાલડી ત્રણ રસ્તા પટેલ રાજેશકુમાર કાન્તીલાલ, પટેલ અમીતકુમાર અશોકભાઈ. એમ.એન.કોલેજ પાસે પટેલ વિકાસકુમાર હસમુખભાઈ, પટેલ ચેતનકુમાર મુકેશભાઈ, પટેલ મનોજભાઈ શાન્તીલાલ, દરજી જીગરકુમાર દિનેશભાઈ, પટેલ પરેશકુમાર જયંતિલાલ. એસ.કે.કોલેજ આગળ ચૌહાણ બીપીનકુમાર નરસિંહભાઈ, પરમાર જીતેન્દ્રકુમાર ભલાભાઈ. પટણી દરવાજા ઠાકોર દશરથજી બસાજી, સોની મયુરભાઈ હસમુખલાલ, ઠાકોર અજાજી સુજાજી, પટેલ મિતેષકુમાર વિષ્ણુભાઈ. પાલડી ગામ ચૌધરી બાબુભાઈ કાનજીભાઈ, પટેલ સુરેશભાઈ શીવરામભાઈ. થલોટા રોડ પટેલ હાર્દિકકુમાર કાન્તીભાઈ, સુથાર નિલેશકુમાર કનુભાઈ, પટેલ રાજેશભાઈ મગનલાલ, પટેલ દિપકભાઈ દેવચંદભાઈ, જાની વિરલ ગજેન્દ્રભાઈ વિરુધ્ધ જાહેરનામા ભંગની કાર્યવાહી થઈ હતી.
પાલડી ત્રણ રસ્તા માટેલ હોટલ સામે શ્રીજી ગૃહ ઉદ્યોગમાં પાન મસાલામાં નાખવાની ચુનાના પેકીંગ બનાવવામાં આવતા હોવાની પ્રાન્ત ઓફીસર તથા મામલતદારે પોલીસને જાણ કરી હતી. પોલીસે અનંતકુમાર રસીકલાલ પટેલ, રસીકલાલ ચીમનભાઈ પટેલ સામે ગુનો નોધ્યો હતો. ચંદનપાર્કના નાકે પ્રદિપ સુરેશભાઈ પટેલ, અશોકભાઈ ભૂપેન્દ્રભાઈ પ્રજાપતિ. ભાલક ત્રણ રસ્તા જગદીશકુમાર બાબુલાલ પટેલ, લક્ષ્મણભાઈ બાબુલાલ પટેલ. પટણી દરવાજા ગોગવાળો વાસ કલ્પેશભાઈ રાયમલભાઈ રબારી. માયા બજાર રાજેશકુમાર શંકરલાલ રંગનાણી. સવાલા દરવાજા દિપક ચાર રસ્તા વસીમખાન દિલાવરખાન પઠાણ, અરબાજખાન ઈસ્માઈલખાન પઠાણ. સેવાલીયા રોડ કનુજી કાન્તીજી ઠાકોર, વિષ્ણુજી વિરાજી ઠાકોર, વિક્રમજી વદાજી ઠાકોર, સંજયજી હેમાજી ઠાકોર. શેરડીનગર આગળ રણછોડભાઈ હાલાભાઈ રબારી, કમલેશભાઈ પરષોત્તમભાઈ પ્રજાપતિ, પ્રકાશભાઈ માધવલાલ પ્રજાપતિ, રમેશભાઈ ભોગીલાલ સોની, કિરીટકુમાર નટવરલાલ સોની. કમાણા ચાર રસ્તા વિનાયક ઝેરોક્ષની દુકાન ચાલુ રાખતા પટેલ અપૂર્વ જનકભાઈ. કમાણા રોડ પટેલ અંકીત જગદીશભાઈ, પટેલ ધૃવકુમાર ભાઈલાલભાઈ. કડા દરવાજા નાયી બાબુલાલ તલકાજી, ચૌહાણ મુખ્તીયારભાઈ અકબરભાઈ સામે જાહેરનામા ભંગનો ગુનો નોધાયો હતો.
ઘાઘરેટ ગામમાં આવેલ અન્નપૂર્ણા સોસાયટીમાં એક વ્યક્તિએ તેના પિતાના મરણ પ્રસંગે બેસણું રાખ્યુ હોવાનુ અને ત્યાં લોકો એકઠા થઈ જાહેરનામાનો ભંગ કરતા હોવાની પોલીસને માહિતી મળી હતી. પોલીસ સ્થળ ઉપર પહોચતા બેસણાંમાંથી લોકો જતા રહ્યા હતા. જ્યારે બેસણું રાખનાર વ્યક્તિ પટેલ સંદિપકુમાર દેવચંદભાઈ વિરુધ્ધ જાહેરનામા ભંગની કાર્યવાહી કરાઈ હતી. ઘાઘરેટ ગામમાં નાયી મહેન્દ્રભાઈ પ્રાણજીવનભાઈ, નાયી સુધીરભાઈ મહેન્દ્રભાઈ. સ્ટેશન સર્કલ પાસે જી.ડી. લાઈનમાં વારાહી પ્રોવિઝનમાં ચાર થી વધારે ભંગ થતા વેપારી પટેલ રામાભાઈ મફતલાલ. ગંજબજાર જયઅંબે કેન્ટીન આગળ પટેલ અજયકુમાર અરવિંદભાઈ. સ્ટેશન રોડ સાહીત ગારમેન્ટની દુકાન ચાલુ રાખતા પટેલ વિનોદભાઈ ભગવાનદાસ. થલોટા રોડ ઉપર ચૌધરી પ્રીયાંશકુમાર અરવિંદભાઈ, ચૌધરી જયમીનભાઈ રમેશભાઈ. કાંસા એન.એ. શાહીબાગમાં પટેલ કાન્તીભાઈ કેવળદાસ, પટેલ નરસિંહભાઈ ભગવાનદાસ, પટેલ હિતેશકુમાર ચતુરભાઈ તથા પટેલ જીતેન્દ્રકુમાર પરષોત્તમભાઈ વિરુધ્ધ જાહેરનામા ભંગની ફરિયાદ કરાઈ હતી.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us