દૂધ સાગર ડેરી, વિધાનસભા અને લોકસભા ચુંટણીની સમિક્ષા આધારે સતલાસણા APMCમાં ચેરમેન વિરેન્દ્રસિંહ ઠાકોર અને વાઈસ ચેરમેન પદે મોંઘીબેન ચૌધરીની નિમણુંક
- APMCની પ્રથમ ટર્મમાં વિરેન્દ્રસિંહ પરમારને આપેલ વચન ભાજપે તોડ્યુ
- મોંઘીબેન ચૌધરીએ ભાજપ માટે આખી જીંદગી કામ કર્યુ પછી પ્રતિષ્ઠિત પદ મળ્યુ
- છઁસ્ઝ્રની ચુંટણી મુદ્દે તાલુકા/જીલ્લા ભાજપ સંગઠનમાં ભાગલા થયાની ચર્ચા
- ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી દ્વારા પક્ષને વફાદારને ચેરમેન બનાવ્યા
સતલાસણા માર્કેટયાર્ડમાં ચેરમેન વાઈસ ચેરમેન પદની ચુંટણી તા.૨૫-૬-૨૦૨૪ના રોજ યોજાઈ હતી. લોકસભાની ચુંટણીમાં પાટણ સીટમાં ભરતસિંહ ડાભીએ માંડ માંજ જીત મેળવી હતી. ૨૦૧૯ની લોકસભા ચુંટણી કરતા સતલાસણા તાલુકા ભાજપના મતનું ભારે ધોવાણ થયુ હતુ.
સતલાસણા માર્કેટયાર્ડની ચુંટણીમાં લોકસભાની ચુંટણીમાં ક્ષત્રિય અસ્મિતા આંદોલનના કારણે કેટલાક ભાજપના નેતાઓ ભુગર્ભમા જતા રહ્યા હતા. જ્યારે કેટલાક ભાજપના નેતાઓ કોંગ્રેસને સીધો સપોર્ટ કરતા જોવા મળ્યા હતા.જેની સીધી અસર સતલાસણા માર્કેટયાર્ડની ચુંટણીમાં જોવા મળી હતી. ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીએ ભાજપને વફાદાર વિરેન્દ્રસિંહ ઠાકોરને ચેરમેન તથા મોંઘીબેન ચૌધરીને વાઈસ ચેરમેન તરીકે મેન્ડેટ અપાવ્યુ હતુ.
સતલાસણા APMCમાં ચેરમેન, વાઈસ ચેરમનેની ચુંટણીમાં પુર્વ ચેરમેન વિરેન્દ્રસિંહ પરમાર અને વર્તમાન ચેરમેન વિરેન્દ્રસિંહ ઠાકોર દ્વારા ભારે રાજકીય લોબિંગ કર્યુ હતુ. જેમાં બે દિવસ પહેલા વિરેન્દ્રસિંહ પરમારનુ ચેરમેન પદ ફાઈનલ હોય તે રીતે ચુંટણીના આગળના દિવસોમાં પોતાની તરફેણવાળા આગેવાનો સાથે પાર્ટી યોજાઈ હતી. પરંતુ વિરેન્દ્રસિંહ ઠાકોર પણ વર્ષોજુના રાજકારણના અઠંગ ખેલાડી છે. તેમણે પક્ષ પ્રત્યેની વફાદારી તેમજ સામાપક્ષની પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ રાજકીય આગેવાનો સમક્ષ વર્ણન કર્યુ હતુ. પ્રદેશ મોવડી મંડળ સુધી વાત પહોંચતા વફાદાર કોણ? તેની ચર્ચામાં છેવટે વિરેન્દ્રસિંહ ઠાકોરનુ નામ ફાઈનલ થતા તેમને ચેરમેન પદનું મેન્ડેટ અપાયુ હતુ. જીલ્લા ભાજપના એક આગેવાન અને સતલાસણા તાલુકા ભાજપ પ્રમુખ પક્ષને વફાદાર વ્યક્તિને મદદ કરવાને બદલે ત્રણ ત્રણ ચુંટણીઓમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારને જાહેરમાં મદદ કરવા નીકળ્યા હતા. ભારતીય જનતા પાર્ટી દ્વારા વિરેન્દ્રસિંહ પરમારને ચેરમને તરીકે મેન્ડેટ આપ્યુ હોત તો બે-ચાર આગેવાનો અને તાલુકા ભાજપ પ્રમુખ સિવાય તમામ ભાજપી કાર્યકરો નારાજ થવાના હતા. તે નિશ્ચિત હતુ. સતલાસણા તાલુકા ભાજપ પ્રમુખ વિનુસિંહ ચૌહાણની નિતિરીતી વિશે ચર્ચાઓ થઈ રહી છે.
સતલાસણા માર્કેટયાર્ડની પ્રથમ ટર્મમાં વિરેન્દ્રસિંહ ઠાકોર (કોઠાસણા) પ્રમુખ બન્યા ત્યારે ખાનગીમાં કમિટમેન્ટ થયુ હતુ કે, અઢીવર્ષ પછી વિરેન્દ્રસિહ પરમાર ચેરમેન બનશે. પરંતુ દૂધ સાગર ડેરીની ચુંટણી, વિધાનસભાની ચુંટણી તેમજ લોકસભાની ચુંટણીમાં વિરેન્દ્રસિંહ પરમારે ભાજપને મદદ કરી નથી તેવા આક્ષેપો થઈ રહ્યા છે. ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી દ્વારા જીલ્લા ભાજપ તેમજ પ્રદેશ ભાજપ મોવડીઓને ભાજપે કરેલુ અઢી વર્ષનુ કમિટમેન્ટ તોડવા માટે મુદ્દાસર રજુઆત કરતા અંતે વિરેન્દ્રસિંહ ઠાકોરને રિપિટ કરાયા છે. આ બાબતે એવી ચર્ચાઓ ચાલે છે કે, દૂધ સાગર ડેરીની આગામી ચુંટણીમાં કોણ વધુ મદદરૂપ થઈ શકે તેમ છે? તેની ગણત્રી કરી વિરેન્દ્રસિંહ ઠાકોરને APMCમાં ચેરમેન પદે રીપીટ કર્યા છે. સતલાસણા APMCની ચુંટણીમાં સતલાસણા તાલુકા ભાજપ પ્રમુખ વિરેન્દ્રસિંહ પરમારની તરફેણમાં હતાજ્યારે બાકીના તમામ તાલુકા ભાજપના હોદ્દેદારો વિરેન્દ્રસિંહ ઠાકોર સાથે હતા. તેજરીતે જીલ્લા ભાજપ મહામંત્રીની ટીમ તથા જીલ્લા ભાજપ પ્રમુખની ટીમ પણ બે ભાગમાં વહેચાઈ ગઈ હોવાનુ ચર્ચાય છે.
સતલાસણા તાલુકામાં ભાજપનુ નામ લેતા પણ વર્ષો પુર્વે લોકો ડરતા હતા તેવા સમયે સતલાસણા તાલુકામાં ઝાંસીની રાણીનુ બુરૂદ મેળવી પક્ષને વફાદાર રહેનાર મોંઘીબેન ચૌધરી (હિંમતપુરા)ને વર્ષો પછી ભારતીય જનતા પાર્ટીએ કદર કરી છે. તેમને સતલાસણા APMCમાં વાઈસ ચેરમેન તરીકે નિમણુક આપી છે. ભાજપમાં વફાદાર રહેનારને પક્ષ ક્યારેય ભુલતો નથી તે વાત સાબિત થઈ છે. જીલ્લા ભાજપ અને પ્રદેશ ભાજપ નેતૃત્વએ પક્ષને વફાદારોની નિમણુક કરતો મેન્ડેટ આપતા બંન્નેની બિન હરીફ વરણી કરાઈ છે. સતલાસણા APMCની ચુંટણી જીલ્લા રજીસ્ટ્રાર શ્રી ઝાલાની દેખરેખમાં યોજાઈ હતી. ચુંટણી પત્યા પછી જમણવારમાં જીલ્લા ભાજપના હોદ્દેદારો અને તાલુકા ભાજપ પ્રમુખ ગેરહાજર રહેતા ચર્ચાનો વિષય બન્યો હતો.