Select Page

વિસનગરમાં પાટીદાર સંમેલનમાં લક્ષચંડી માટે દાનવર્ષા

વિસનગરમાં પાટીદાર સંમેલનમાં લક્ષચંડી માટે દાનવર્ષા

વિવિધ પ્રકારના દાનથી સવા કરોડથી પણ વધુ રકમ માઁ ઉમિયાના ચરણોમાં અર્પણ

વિસનગરમાં પાટીદાર સંમેલનમાં લક્ષચંડી માટે દાનવર્ષા

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
આગામી ડીસેમ્બરમાં ઉંઝા ખાતે લક્ષચંડી મહાયજ્ઞનુ ભવ્ય આયોજન થઈ રહ્યુ છે. વિસનગર શહેર અને તાલુકામાં જેના પ્રચાર-પ્રસાર માટે સુવ્યવસ્થીત આયોજન કરવામાં આવ્યુ છે. શહેર અને તાલુકામાં ૫૭ જેટલી નાની મોટી સભાઓ કરી કાર્યક્રમનું મહત્વ સમજાવવામાં આવતા ગોવિંદચકલા પટેલવાડીમાં યોજાયેલી મહાસભામાં ૫૭ સભાઓની મહેનતનું પરિણામ જોવા મળ્યુ હતુ. લક્ષચંડી નિમિત્તેના વિવિધ પ્રકારના દાનમાં શહેર અને તાલુકાના પાટીદાર અગ્રણીઓએ સવા કરોડથી પણ વધુ દાનની રકમ માઁ ઉમિયાના ચરણોમાં અર્પણ કરી હતી.
ઉંઝા મુકામે ડીસેમ્બર ૧૮ થી ૨૨ દરમ્યાન લક્ષચંડી મહાયજ્ઞનું આયોજન ઉંઝા સંસ્થાન દ્વારા થઈ રહ્યુ છે. જેના પ્રચાર પ્રસાર અર્થે વિસનગર લક્ષચંડી મહાયજ્ઞ કમીટી બનાવવામાં આવી છે. જે કમીટીએ વિસનગર શહેર અને તાલુકામાં આજ દિન સુધી ૫૭ જેટલી નાની મોટી સભાઓ કરી છે. અને ૫૮ મી મહાસભાનું ગોવિંદચકલા પટેલવાડીમાં તા.૧૫-૯-૧૯ ને રવિવારે ભવ્ય આયોજન થયુ હતુ. જેમાં વિસનગર શહેર અને તાલુકાના લક્ષચંડી કન્વીનરો તથા અગ્રણીઓ આમંત્રીત હતા. જેમાં ૮૦૦ થી વધુ પાટીદાર મીત્રોએ સંમેલનમાં હાજરી આપી હતી. અને સૌએ સાથે ભોજન લીધુ હતુ. કાર્યક્રમ શુભારંભ દિપ પ્રાગટ્યથી થયો હતો. સ્વાગત પ્રવચન કીર્તિભાઈ જે.પટેલ કલાનિકેતન વાળાએ કર્યુ હતુ. આભારવિધિ રાજુભાઈ કે.પટેલ (આર.કે.) એ કરી હતી. પ્રાસંગીક પ્રવચન ઉંઝા ઉમિયા સંસ્થાન પ્રમુખ મણીલાલ મમ્મી તથા મહામંત્રી દિલીપભાઈ પટેલ તથા સંગઠન મંત્રી પ્રવિણભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યા હતા. સભાનું સંચાલન બાબુભાઈ બેન્કર અને ભરતભાઈ ઈલેક્ટ્રીક વાળાએ કર્યુ હતુ. ભોજન દાતા રાજુભાઈ આર.કે. અને શેઠશ્રી કરશનભાઈ ઉમતાવાળા હતા. સંમેલનમાં દાતાઓનુ અને કન્વીનરોનુ સન્માન કરવામાં આવ્યુ હતુ. કાર્યક્રમ દરમ્યાન દાનનો ભારે પ્રવાહ વહ્યો હતો. જેમાં સોલા ભાગવત અમદાવાદ ખાતે બનનારી હોસ્ટેલ માટે સાત લાખના છ દાતાઓ નોંધાયા હતા. જે ૪૨ લાખનુ દાન મળ્યુ હતુ. આ સાત લાખના દાતા આર.કે.પટેલ(જ્વેલર્સવાળા), લાલભાઈ પટેલ જ્વેલર્સવાળા, ભાવેશ પટેલ શ્રીજી બુલીયન, કરશનભાઈ એસ.પટેલ ઉમતા-પુજા ડેવલોપમેન્ટ અને ઈશ્વરલાલ આવકાર નેતાજી હતા. જ્યારે ત્રણ લાખના ચાર દાતાઓ નોધાયા હતા. અંબિકા એલોયઝના માલિક અશ્વીનભાઈ પટેલ દ્વારા રૂા.૨૧,૦૦,૦૦૦/- (એકવીસ લાખ) રૂપિયાનુ દાન જાહેર થયુ હતુ. ગુંદીખાડ મિત્ર મંડળ દ્વારા ૨૫,૦૦૦/- અને અંકીત મફતલાલ ઉમતાએ ૨૫,૦૦૦/- પુજાપા માટે દાન અર્પણ કર્યુ હતુ. તેમજ અગીયાર હજારના પાટલાના દાતાઓની કુલ સંખ્યા ૨૮૬ જેટલી થઈ હતી. જે કુલ રકમ એકત્રીસ લાખ છેતાલીસ હજાર જેટલી થવા પામી હતી. આ ઉપરાંત ૨૦૦ રૂા. એક હુંડી એવી ૧૫૫૦૦ નંગ હુંડીનુ વિતરણ થયુ હતુ. જેની કુલ રકમ એકત્રીસ લાખ પાંચસો રૂપિયા જેટલી રકમ દાન પેટે નોંધાઈ હતી. જશુભાઈ કાંસાએ રૂા.૫૫,૦૦૦/- અને મહેન્દ્રભાઈ કમાણાએ રૂા.૩૩,૦૦૦/- ના પાટલા દાન આપ્યુ હતુ. આમ આ સંમેલનમાં એકંદરે કુલ સવા કરોડ જેટલી રકમની દાનની વર્ષા થઈ હતી. જે વિસનગર શહેર અને તાલુકાના પાટીદારોએ માઁ ઉમિયાના ચરણે સમાજે આપી હતી અને ભોજન આયોજન તથા બેઠક વ્યવસ્થા આયોજન ગોવિંદચકલા પાટીદાર યુવક મંડળ દ્વારા સુંદર રીતે કરવામાં આવ્યુ હતુ. સ્ટેજ આયોજન બહેનો દ્વારા થયુ હતુ. આ કાર્યક્રમમાં સ્ટેજ સ્થાને તળ ક.પા.સમાજના પ્રમુખ પ્રકાશભાઈ, ચંદ્રકાન્તભાઈ વકીલ, બહાર ગામ ક.પા.પ્રમુખ નટુભાઈ તીરૂપતી, લેઉઆ પાટીદાર અગ્રણી ગોરધનભાઈ અને લક્ષ્મીબેન પટેલ અને ગોવિંદભાઈ ગાંધી(પ્રમુખ વિસનગર નગરપાલિકા) હતા. ઉમિયા સંસ્થાન ઉંઝાના મહામંત્રી શ્રી દિલીપભાઈએ યજ્ઞનો મહીમા અને હિન્દુ સંસ્કૃતિની વાત કરી હતી અને યજ્ઞની દાનની આવકમાંથી સોલા અમદાવાદ દિકરા દિકરીઓ માટે હોસ્ટેલ અને શૈક્ષણિક સંકુલ બાંધવાનુ આયોજન કરવામાં આવશે અને હુંડી એટલે માઁનો યજ્ઞનો દિવો ગણાશે. જે હુંડી પાટીદાર ઉપરાંત તમામ જ્ઞાતિજનો માટે પણ ખુલ્લી મુકાશે અને ઘીનો દીવો ભરી શકશે. તથા આમ જનતાને જાહેર યજ્ઞમાં આવવા આમંત્રણ પાઠવ્યુ હતુ. આ લક્ષચંડી મહાયજ્ઞના વિસનગર અને તાલુકા કક્ષાએ પ્રચાર પ્રસાર માટે કારોબારી સભ્યશ્રી ઈશ્વરલાલ નેતાજી અને રાજુભાઈ આર.કે. તથા જીલ્લા કન્વીનર બાબુભાઈ વાસણવાળા અને જશુભાઈ કાંસા જોડાયા હતા. તથા બાબુભાઈ બેન્કર અને કીર્તિભાઈ કલાનિકેતનની સમગ્ર ટીમ ર્ડા. ઈશ્વરલાલ(૨૨ સમાજ પ્રમુખ), ભરતભાઈ સરપંચ કાંસા, ઈશ્વરલાલ રંગવાળા, ભરતભાઈ કોર્પોરેટર, રતિલાલ, હિતેશભાઈ પટેલ(૫૨ સમાજ પ્રમુખ), મહેન્
દ્રભાઈ કમાણા, નટુભાઈ સદુથલા, કનુભાઈ ડેલા, કમલેશભાઈ હીરપરા, પ્રહલાદભાઈ કુવાસણા, કરશનભાઈ લાછડી, ભરતભાઈ ઉદલપુર, નવિનભાઈ તલાટી, ગંગારામભાઈ, નટુભાઈ, જશુભાઈ કોર્પોરેટર, મોરારભાઈ, રાજુભાઈ, કમલેશભાઈ ય્ડ્ઢ તથા અન્ય કોર્પોરેટરોએ ભારે મહેનત કરી લક્ષચંડી મહાયજ્ઞમાં વધુ દાન માટે અને વધુમાં વધુ પ્રચાર પ્રસાર માટે જહેમત ઉઠાવી છે. અને આ ટીમમાં હવે દરેક ગામના કન્વીનરો અને શહેરમાં પોળ તથા સમાજના કન્વીનર અને કારોબારી સભ્યોની મોટી ટીમો જોડાઈ છે. હવે આ ટીમના આગામી લક્ષ્યાંક હુંડીઓનુ વિતરણ કાર્યક્રમ રહેશે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts