Select Page

ખેરાલુમા ન ભૂતો ન ભવિષ્યતિ જેવી શ્રી રામ યાત્રામાં હજારો લોકો ઉમટ્યા

ખેરાલુ શહેરમાં ગત ર૧-૧-ર૦ર૪ ના રોજ અયોધ્યામા ભગવાન શ્રી રામલલાની મુર્તિ પ્રતિષ્ઠાના આગળના દિવસે સમગ્ર ભારત દેશ સહીત વિશ્વમાં રહેતા હિન્દુ સમાજમા અભુતપૂર્વ ઉત્સાહ હતો. તે દિવસે ખેરાલુમાં પણ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શ્રીરામયાત્રાનુ આયોજન કરાયુ હતુ. કોઈપણ પ્રકારના વિધ્ન વગર યાત્રા હાટડીયા બહેલીમવાસ પાસે પહોંચી ત્યારે ભારે પત્થર મારો થયો હતો. જેમા ચાર લોકો ઉપર ઘાતકી હુમલો કર્યો હતો. તેમજ રર લોકોને પત્થરથી ઈજા થઈ હતી. શ્રી રામયાત્રા ઉપર પત્થર મારો થતા ખેરાલુ તાલુકા સહીત સમગ્ર ઉત્તર ગુજરાતમાં ભારે આક્રોશ હતો. શ્રી રામયાત્રા ઉપર થયેલા હુમલા પછી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ખેરાલુ મંડલ દ્વારા ૧૭-૪-ર૦ર૪ ના રોજ યોજાનાર શ્રીરામ રથયાત્રાના સહયોગમા આવ્યાહતા. ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ પ્રવિણજી ઠાકોર મંદ્રોપુર અને પૂર્વપ્રમુખ તથા ખેરાલુ તાલુકા બક્ષીપંચ મોરચાના પ્રમુખ રમેશજી ઠાકોર (દેલવાડા) દ્વારા શ્રીરામ રથયાત્રાની મિટીંગમા જાહેરાત કરી કે ક્ષત્રિય ઠાકોર સેના સહયોગમા છે. પરંતુ મસ્જીદ આગળ ડીે.જે.બંધ કરાવવાની વાત હોયતો અમે તમારા સહયોગમાં નથી શ્રી રામ સેવા સમિતિના સભ્યોએ પણ આ બાબતે સમર્થન જાહેર કર્યુ. આ બાબતે ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી અને પૂર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોર પણ સમર્થનમા હતા. અંતેશ્રી રામ રથયાત્રા રંગેચંગે નિકળે અને શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે પોલીસ પ્રશાસનનો પણ સહયોગ પ્રાપ્ત થતા ૧૭૦ થી વધુ બી.એસ.એફ. પોલીસ, એસ.પી.અને ડી.એસ.પી.ના અભુતપૂર્વ સહયોગથી શ્રીરામ રથયાત્રા સંપન્ન થઈ. શ્રી રામ સેવા સમિતિના અધ્યક્ષ હેમન્તભાઈ શુકલએ તંત્રનો જાહેરમા આભાર માન્યો હતો.
ક્ષત્રિય ઠાકોર સેના ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી અને પૂર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોરના સહયોગથી મસ્જીદ આગળ શ્રી રામયાત્રામાં ડી.જે.વગાડવાનુ લોકોનુ૧૦૦ વર્ષ જુનુ સ્વપ્ન સાકાર થયુ
રામનવમીના દિવસે સવારે ખેરાલુમાં બ્રહ્માણી માતાના મંદિરે આરતી કરી પાટણ- લોકસભાના ઉમેદવાર ભરતસિંહ ડાભી, ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી, પૂર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોર, પૂર્વ ધારાસભ્ય રમીલાબેન દેસાઈ, જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિના ચેરમેન પતિ તથા નિવૃત ડી.એસ.પી. એમ.ડી. ચૌધરી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સેક્રેટરી મુકેશભાઈ દેસાઈ, શ્રી રામ સેવા સમિતીના પ્રમુખ હેમન્તભાઈ શુકલ, તાલુકા ભાજપ પ્રમુખ પરથીભાઈ ચૌધરી, મહામંત્રી દશરથભાઈ પ્રજાપતિ તથા ભરતજી ઠાકોર, દિનેશભાઈ ચૌધરી (હિરવાણી), ક્ષત્રિય ઠાકોર સેના પ્રમુખ પ્રવિણજી ઠાકોર (મંદ્રોપુર) પૂર્વ પ્રમુખ રમેશજી ઠાકોર (દેલવાડા), શ્રી રામ સેવા સમિતિના સભ્ય ગોવિંદભાઈ પ્રજાપતિ (વિર ફર્ટીલાઈઝર), જેઠાભાઈ પ્રજાપતિ (પૂર્વ પાલિકા સભ્ય), મનોજભાઈ બ્રહ્મભટ્ટ, દિનેશજી ઠાકોર (ખેરાલુ), રિક્વેશભાઈ દેસાઈ, પવનભાઈ ચૌધરી, ચેતનજી ઠાકોર, ખેરાલુ શહેર યુવા ભાજપ પ્રમુખ શુભમ પટેલ, ઉમંગ દરજી સહીત સમાચારમા લખીન શકાય તેટલા ૧૦૦ ઉપરાંત શ્રી રામ સેવા સમિતિના સભ્યોએ આરતીનો લાભ લીધો હતો. શ્રી બ્રહ્માણી માતા પરિવાર દ્વારા હાજર હજારો રામભક્તોને ગાંઠીયા અને ચાનો નાસ્તો કરાવ્યો હતો. શ્રી સૂર્ય નારાયણ મંદિર પાસે બારોટ સમાજ દ્વારા મિનરલ પાણીનો કેમ્પ કરાયો હતો. વણકરવાસ અને ચમારવાસના ચોકમા ઠંડા પાણીની બોટલનો કેમ્પ કરાયો હોત. ખેરાલુ નાના બારોટવાસના લોકોએ યાત્રા ઉપર ફુલ વરસાવી સ્વાગત કર્યુ હતુ. બારોટ સમાજ દ્વારા શ્રી હિંગાળજ માતાના ચોકમાં છાશ વિતરણનો કેમ્પ કરાયો હતો. અંબાજી માતા પાસે ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા ચા તથા મિનરલ પાણીનો કેમ્પ કરાયો હતો. ખારીકુઈ ચોકમાં માલવિકા કંગન ઉપર શ્રી રામનો ૩૦ ફુટનો ફોટો આકર્ષણનુ કેન્દ્ર બન્યો હતો. સિંધી સમાજ દ્વારા યાત્રાનુ ફુલોથી સ્વાગત કરાયુ હતુ. ગલેચાવાસ પરિવાર દ્વારા યાત્રાનુ ફુલોથી સ્વાગત કર્યુ હતુ. જૈન દેરાસર પાસે તપોધનવાસ પરિવારના લોકોએ લીંબુ શરબતના કેમ્પનો ર૦૦૦ ઉપરાંત લોકોએ લાભ લીધો હતો. રમેશભાઈ પટેલ (કંદોઈ) પરિવાર દ્વારા મિનરલ પાણીનો કેમ્પ કર્યો હતો. ખોખરવાડા ઠાકોર સમાજ દ્વારા છાશનો કેમ્પ કર્યો હતો. શિવલેન્ડ માર્ક પાસે પરંપરાગત દર વર્ષે થતો ખેરાલુ શહેરનો મોટામા મોટો છાશ કેમ્પનો હજારો લોકોએ લાભ લીધો હતો. હાઈવે ઉપર કે.સી.સી.ફાસ્ટફુડ દ્વારા ખમણી કેમ્પ કર્યો હતો. આ સિવાય પણ લોકો જાહેરાત વગર શ્રીરામયાત્રાની સેવા કરતા જોવા મળ્યા હતા. સાંઈ મંદિરે પહોચેલી યાત્રામાં શ્રી રામ સેવા સમિતિના અધ્યક્ષ હેમન્તભાઈ શુકલ, વી.ડી.દેસાઈ, તપનભાઈ દેસાઈ, જીવાભાઈ ચૌધરી, નિપુલભાઈ કંદોઈ, વિનુભાઈ ચૌધરી સહીત અસંખ્ય લોકોએ પ્રસાદ વિતરણમાં સહયોગ આપ્યો હતો.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts