Select Page

મુસ્લીમ બીરાદરોનુ સ્વાગત કરી ભાઈચારાનો સંદેશો આપ્યો ૬ કિ.મી.માર્ગ ઉપર રામનવમી યાત્રાનુ ઠેરઠેર સ્વાગત

મુસ્લીમ બીરાદરોનુ સ્વાગત કરી ભાઈચારાનો સંદેશો આપ્યો ૬ કિ.મી.માર્ગ ઉપર રામનવમી યાત્રાનુ ઠેરઠેર સ્વાગત

વિસનગરમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને રામભક્તોના સહયોગથી આયોજીત રામનવમીની શોભાયાત્રામાં આ વર્ષે મહત્વની બાબત એ હતી કે શોભાયાત્રાના આયોજકો દ્વારા શહેરના મુસ્લીમ બીરાદરોનુ સ્વાગત સન્માન કરીને ભાઈચારાનો અનોખો સંદેશો આપ્યો હતો. ૬ કિ.મી.ના માર્ગે નિકળેલ શોભાયાત્રાનુ ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યુ હતુ. શોભાયાત્રાના માર્ગે લગભગ ૧૭ જેટલા સેવા કેમ્પ દ્વારા મહાપ્રસાદ, ઠંડુ પાણી, છાસ, શરબતનુ વિતરણ કરવામાં આવ્યુ હતુ.
વિસનગરમાં તા.૧૭-૪-૨૦૨૪ ને બુધવારના રોજ રામનવમી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા શહેરમાં ત્રીજા વર્ષે ભવ્ય શોભાયાત્રાનુ આયોજન કર્યુ હતુ. યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલ અને રાજુભાઈ પટેલ આર.કે.એ રૂા.૭૧૦૦૦ આરતીનો ચડાવો બોલી લાભ લીધો હતો. ત્યારે કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલે આરતીના ચડાવા જેટલીજ રકમનુ દાન આપીને શોભાયાત્રાના કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો હતો. કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલ, પ્રકાશભાઈ પટેલ, રાજુભાઈ પટેલ, જશુભાઈ પટેલ, શૈલેષભાઈ રાવલ દાદાજી, ભાવેશભાઈ પટેલ શ્રીજી બુલીયન, ભરતભાઈ ચોકસી, ર્ડા.જીગરભાઈ પટેલ અમૃત એક્સ-રે, નારાયણભાઈ પ્રગતિ, પાલિકા પ્રમુખ ઉત્તમભાઈ પટેલ, ભાનુપ્રસાદ શાસ્ત્રીજી ગુરૂકુળ સ્કુલ, કિર્તિભાઈ પટેલ કલાનિકેતન, રામદ્વારા મંદિરના મહંતશ્રી વિગેરેની ઉપસ્થિતિમાં રામદ્વારા મંદિરથી રામનવમીની શોભાયાત્રાનુ પ્રસ્થાન થયુ હતુ. શોભાયાત્રામાં મહિલા ભજન મંડળીઓ અને વેશભૂષા સાથે ૪૦ ટ્રેક્ટરો જોડાયા હતા. શોભાયાત્રા જે વિસ્તારમાંથી નિકળી ત્યા સ્વાગત કરવામાં આવ્યુ હતુ.
આ વર્ષે રામનવમી શોભાયાત્રામાં મેઈન બજાર ગુલઝાર પાન હાઉસ આગળ મુસ્લીમ સમાજના અગ્રણીઓનુ સ્વાગત કરવામાં આવ્યુ હતુ. આમ તો દર વર્ષે રથયાત્રા અને રામનવમી શોભાયાત્રાનુ મુસ્લીમ બીરાદરો દ્વારા સ્વાગત કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા શહેરના મુસ્લીમ સમાજના અગ્રણીઓ, અલ્તાફભાઈ કાપડીયા, ઈસુબભાઈ બલોચ જીલાની, ફારૂકભાઈ બહેલીમ મુન્સી, મુસ્તાકભાઈ બહેલીમ, ઈર્શાદભાઈ વકીલ, મુસ્તાકભાઈ સીંધી, જાવેદભાઈ ચોકસી, શબ્બીરભાઈ ગુલઝાર, તૌફીકભાઈ મનસુરી પત્રકાર તંત્રી નિવેદન ન્યુઝ સાપ્તાહિક વિગેરે મુસ્લીમ બીરાદરોનુ સ્વાગત કરવામાં આવ્યુ હતુ. મુસ્લીમ બીરાદરોએ પણ શોભાયાત્રાનુ સ્વાગત કરી ભાઈચારાની ભાવનાનો પરિચય કરાવ્યો હતો.
રામનવમીની શોભાયાત્રાના ૬ કિ.મી.ના માર્ગ ઉપર સેવા કેમ્પ કરવામાં આવ્યા હતા. જેમાં એક ટાવર મિત્ર મંડળ દ્વારા છાસ, ચોકસી બજાર વિસનગર ગુજરાતી સોની સમાજ દ્વારા શરબત, લાલ દરવાજા સ્વામિનારાયણ મંદિર પાસે ગણપતિ મિત્ર મંડળ દ્વારા છાસ, લાલ દરવાજા મુસ્તાકભાઈ સીંધી દ્વારા ઠંડુ પાણી, ઝાંપલીપોળ ઝોયા ફર્નિચર શો-રૂમ આગળ સ્ટાર શટર્સવાળા યુનુસભાઈ નાગોરી દ્વારા ઠંડા પાણીની બોટલ, પટણી દરવાજા સંત સવૈયાનાથ સેવા ટ્રસ્ટ દ્વારા ઠંડુ પાણી, નૂતન હાઈસ્કુલ આગળ સાંકળચંદ પટેલ યુનિવર્સિટી દ્વારા શરબત, ઋષિકેશ માર્કેટ આગળ રોટરી ક્લબ દ્વારા છાસ, ગંજબજારના ગેટ આગળ માર્કેટયાર્ડ દ્વારા મહાપ્રસાદ, એમ.એન.કોલેજ આગળ ભારત વિકાસ પરિષદ દ્વારા શરબત, નાનક પ્લાઝા માર્કેટ આગળ મિત્ર મંડળ દ્વારા છાસ, જી.ડી.હાઈસ્કુલના ગેટ આગળ કોપરસીટી મર્ચન્ટ એસો. દ્વારા છાસ, ડોસાભાઈ બાગ આગળ શહેર ભાજપ સંગઠન દ્વારા શરબત, પોલીસ સ્ટેશન આગળ પાલિકા દ્વારા શરબત, ગોવિંદચકલા ચાર રસ્તા પાસે રાજસ્થાન પ્રવાસી મિત્રમંડળ દ્વારા ફ્રૂટ જ્યુસ પાઉચ, ગુંદીખાડ માડવીચોક મનારામાં ઉમેદપુરી મિત્ર મંડળ દ્વારા ઠંડાપાણીનો કેમ્પ કરવામાં આવ્યો હતો. ઠેર ઠેર સ્વાગત અને સન્માનના કારણે રામનવમીની શોભાયાત્રામાં નિર્ધારીત સમય કરતા ઘણી મોડી પડી હતી. શોભાયાત્રાનુ રામદ્વારા મંદિરમાં સમાપન થયુ હતુ.
વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળના વિસનગર જીલ્લા અધ્યક્ષ મહેન્દ્રભાઈ પટેલ, અજીતભાઈ બારોટ, મંત્રી ધર્મેશભાઈ પટેલ, સંયોજક રવિભાઈ દરજી, વિસનગર પ્રખંડના મંત્રી રાજુભાઈ દેવીપૂજક, નગર અધ્યક્ષ મેહુલભાઈ મોદી, મંત્રી મનોજભાઈ બારોટ, કોષાધ્યક્ષ ભાવેશભાઈ સાધુ વિગેરેની છેલ્લા એક મહિનાની ભારે જહેમતથી રામનવમીની શોભાયાત્રા સફળ બની હતી.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us