Select Page

મહેસાણા લોકસભા બેઠક ઉપર વિસનગરમાં મતદારોનો ઉત્સાહ વધારવા વહીવટીતંત્રની તડામાર તૈયારીઓ

આગામી તા.૭ મે ના રોજ યોજાનાર લોકસભાની ચુંટણીને લઈને મહેસાણા જીલ્લા વહીવટીતંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામા આવી છે. જેમાં વિસનગર વિધાનસભા મત ક્ષેત્રમાં સાત સખી મતદાન મથક, એક મોડેલ મતદાન મથક, એક ઈકો ફ્રેન્ડલી મતદાન મથક તથા એક દિવ્યાંગ મતદાન મથક ઉભા કરવામા આવશે. આ તમામ મતદાન મથક ઉપર લોકશાહીની ઢબે શાંતિપૂર્ણ મતદાન થાય તે માટે પોલીસ તંત્ર ખડે પગે હાજર રહેશે.
આ ચુંટણી વિસનગર તાલુકામાં સાત સખી મતદાન મથક,એક મોડેલ મતદાન,એક ઈકોફેન્ડલી મતદાન મથક, તથા એક દિવ્યાંગ મતદાન મથક તૈયાર કરવામા આવશે
લોકસભાની ચુંટણીની જાહેરાત થયા બાદ મહેસાણા જીલ્લા વહીવટીતંત્ર દ્વારા લોકશાહીની ઢબે શાંતિપૂર્ણ માહોલમાં ચુંટણી યોજાય તે માટે તડામાર તૈયારીઓ કરવામા આવી રહી છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારના મતદારોને ફરજીયાત મતદાન કરવા જાગૃત કરવામા આવે છે. જીલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદારોનો ઉત્સાહ વધારવા માટે વિશેષ મતદાન મથકો તૈયાર કરવામા આવશે. જેમાં મહિલાઓ માટે દરેક તાલુકામાં મહિલા સંચાલિત સાત સખી મતદાન મથક, એક મોડેલ મતદાન મથક, એક ઈકો ફ્રેન્ડલી મતદાન મથક તથા એક દિવ્યાંગ મતદાન મથક ઉભા કરવાની તૈયારી ચાલી રહી છે. જેમા વિસનગર વિધાનસભા મત ક્ષેત્રમાં કાંસા પ્રાથમિક કન્યા શાળામાં મતદાન મથક- ૬પ, વિસનગર પરીખ ડી.ડી.કન્યા વિદ્યાલયમાં મતદાન મથક-૧ર૦, સી.એન.કોમર્સ કોલેજમાં મતદાન મથક- ૧રપ, સુંશી પ્રાથમિક શાળામાં મતદાન મથક- ૧૪૬, કમાણા પ્રાથમિક શાળાનં.- રમાં મતદાન મથક ૧૮૩, સેવાલીયા પ્રાથમિક શાળામાં મતદાન મથક- ૯૩, તથા કુવાસણા પ્રાથમિક શાળામા મતદાન મથક-૧૬૩માં જરૂરી સુવિધા સાથે સખી મતદાન મથકો તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે. આ તમામ સખી મતદાન મથકો ઉપર પોલીંગ અને સુરક્ષા કર્મચારીઓ સહીત તમામ ચુંટણી સ્ટાફમાં ફક્ત મહિલાઓ કાર્યરત રહેશે. તમામ મહિલા કર્મચારીઓને તેમના નજીકના મતદાન મથકોમાં કામગીરી સોંપવામા આવશે. મતદાન મથક ઉપર ફરજ બજાવતા તમામ મહિલા કર્મચારીઓને પાયાની તમામ સુવિધાઓ તેમજ પરિવહન સાથે તેઓના ફરજના સ્થળ ઉપર રહેવાની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામા આવશે. જયારે ગણેશપુરા (પુ) પ્રાથમિક શાળામા મતદાન મથક-૬૧માં મોડેલ મતદાન મથક, સદુથલા પ્રાથમિક શાળામા મતદાન મથક-૧૬પ મા ઈકોફેન્ડલી મતદાન મથક, તથા વિસનગર એમ.એન.કોલેજમાં દક્ષિણ બાજુ રૂમ નં.એ-૩ ના મતદાન મથક- ૧રર મા દિવ્યાંગ મતદાન મથક તૈયાર કરવામા આવશે. આ તમામ મતદાન મથકો ઉભા કરવાથી લોકોમાં મતદાન કરવાનો ઉત્સાહ વધશે. જેમા ખાસ કરીને આ ચુંટણીમાં મહિલા મતદારોની ટકાવારી વધે તે માટે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રયત્નો કરવામા આવી રહ્યા છે. આ ચુંટણીમાં મતદારોને શ્રેષ્ઠ સુવિધાઓ પુરી પાડવા માટે સમગ્ર વિસનગર સહીત મહેસાણા જીલ્લાનુ વહીવટી તંત્ર સક્રીય બન્યુ છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts