Select Page

કોલેજીયનોને ઈ સિગારેટ – ડ્રગ્સ માટે એકાંતની વ્યવસ્થા મધુરમ કોમ્પલેક્ષના પાર્લરોમાં નશાનો ખુલ્લેઆમ વેપાર

જ્યા વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા આવે છે તે સાંકળચંદ પટેલ યુનિવર્સિટીની બાજુમાંજ આવેલા કોમ્પલેક્ષમાં વિદ્યાર્થીઓને નશા તરફ ધરેલી કારકિર્દિ બરબાદ કરતો ગોરખધંધો ચાલી રહ્યો છે. કોમ્પલેક્ષની અંદરની બાજુમાં આવેલ પાર્લરોમાં ઈ સિગારેટ, ગાંજા, ડ્રગ્સનુ ખુલ્લેઆમ વેચાણ થતુ હોવાનુ ચર્ચાય છે. કોલેજીયનો કોઈપણ ડખલ વગર નશો કરી શકે તે માટે કેટલાક પાર્લરમાં એકાંતની પણ વ્યવસ્થા કરવામાં આવી હોવાનુ જાણવા મળ્યુ છે. નશાયુક્ત વસ્તુઓનુ ખુલ્લેઆમ વેચાણ થાય છે ત્યારે પોલીસ કેમ ફરકતી નથી તે પ્રશ્ન લોકોને મુંજવી રહ્યો છે.
વિસનગર પહેલા ગાંજાના વેપારનુ મોટુ પીઠુ હતુ. વડનગરી દરવાજા વિસ્તારમાં નશો કરાવતી વસ્તુઓની પડીકીઓ વેચાતી હતી. જ્યા ઘણા કોલેજીયનોની અવર જવર હતી. નશાના આ કારોબાર સામે કોઈ રોક ટોક નહી હોવાથી હવે તો સાંકળચંદ પટેલ યુનિવર્સિટીની બાજુમાજ યુવાધનને બરબાદ કરતો નશાનો કાળો કારોબાર બે રોકટોક ચાલી રહ્યો છે. યુનિવર્સિટીના કમ્પાઉન્ડને અડીને આવેલ મધુરમ કોમ્પલેક્ષમાં અંદરના ભાગે ચાલતા કેટલાક પાર્લરોમાં કોલેજીયનોને નશાના રવાડે ચડાવતી વસ્તુઓનો છુટથી વેપાર થઈ રહ્યો છે. આ માર્કેટના અંદરના ભાગે જઈને કોઈ બેસે તો ઈ સિગારેટ રૂા.૧૫૦૦ મા મળે છે. જેનો જોરદાર નશો થાય છે. મંગાવીએ તો નશાની પડીકીઓ પણ મળી રહે છે. જ્યારે માગીએ ત્યારે મળે છે તેવા યુવાનોમાં થતા વાર્તાલાપ સાભળવા મળે છે. કોલેજના સમયે તો આ પાર્લરો ધમધમતા હોય છે. કેટલાક પાર્લરમા તો નશો કરી બેસવા એકાંત માટે અંદરના ભાગે રૂમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અહી કેટલીક યુવતીઓ પણ જોવા મળતી હોવાથી પાર્લરની આડમા ગોરખધંધા ચાલતા હોવાની પણ શંકા સેવાઈ રહી છે.

છુટથી નશાની વસ્તુઓ વેચાય છે અને નશો કરાય છે ત્યારે પોલીસ કેમ ફરકતી નથી તે મુંજવતો પ્રશ્ન

કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલ વિસનગરને ઉડતા પંજાબ બનતુ અટકાવશે ખરા?

પહેલા પરિસ્થિતિ એવી હતી કે વડનગરી દરવાજા વિસ્તારમાં નશાની પડીકીઓ લેવા માટે યુવકોની અવર જવર જોવા મળતી હતી. ત્યારબાદ કમાણા ચાર રસ્તા વિસ્તારમાં અસમાજીક તત્વો પડીકીઓ લઈ આવીને ગુપચુપ વેપાર કરતા હતા. પરંતુ નશા તરફ ધકેલાતા શહેર માટે પોલીસ અને પોલટીક્સને કંઈ પડી નહી હોવાથી હવે તો યુનિવર્સિટીના કમ્પાઉન્ડની પાસેજ નશો કરાવતી વસ્તુઓનો છુટથી વેપાર થાય છે. પંદર દિવસ અગાઉ વિસનગર પોલીસે કડા ત્રણ રસ્તા પાસેથી તમાકુમાં કેમિકલયુક્ત ઈ સિગારેટના જથ્થા સાથે ઉંઝા તાલુકાના ઉનાવા ગામના શખ્સને ઝડપ્યો હતો. પરંતુ મધુરમ કોમ્પલેક્ષમાં ચાલતો નશાનો કારોબાર પોલીસને કેમ દેખાતો નથી તે એક પ્રશ્ન છે. શિક્ષણ પ્રેમી લોકો શિક્ષિત યુવાધનને બરબાદ કરતા આ ગેરકાયદેસર ધંધાને જોઈ દુઃખ વ્યક્ત કરી રહ્યા છે પરંતુ બોલી શકતા નથી. કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલ નશાના આ ગેરકાયદેસર ધંધા સામે હવે સક્રિય નહી થાય તો વિસનગરને ઉડતા પંજાબ બનતુ અટકાવી શકાશે નહી.
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts