ખેરાલુમાં ભરતસિંહ ડાભીની બે જાહેર સભાઓ યોજાઈ
- ભાજપના દિગ્ગજ નેતા દૂધસાગર ડેરીના પૂર્વ વાઈસ ચેરમેન મોંઘજીભાઈ પટેલની સુચક હાજરી
- બજારની જાહેરસભામાં તમામ સમાજોએ ભરતસિંહ ડાભીનુ સ્વાગત કર્યુ
- ભરતસિંહ ડાભીને અચાનક અંબાજી પ૧ શક્તિપીઠના આશિર્વાદ મળ્યા
વડનગર તાલુકાના ૧ર ગામ અને ખેરાલુ શહેરમાં ભરતસિંહ ડાભીનો ચુંટણી પ્રવાસ કાર્યક્રમ યોજાયો હતો. જેમા ઠેર ઠેર ભરતસિંહ ડાભીનુ ભવ્ય સ્વાગત કરાયુ હતુ. ખેરાલુના દેસાઈવાડા વિસ્તારના ચોરામાં યોજાયેલ સ્વાગત સત્કાર સમારંભમાં ચૌધરી- સમાજના લગભગ તમામ આગેવાનોની ઉપસ્થિતિ જોવા મળી હતી. બજારમા રામજી મંદિર પાસેના ચોકમાં મોટી સંખ્યામા બહેનો વડીલો યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. જેમા વોર્ડનં પ અને ૬ના તમામ આગેવાનો ઉપસ્થિત હતા. ચબુતરાવાસથી મેઈન બજાર સુધીના તમામ રોડ ઉપરના ઓટલા ઉપર ભારે ભીડ જોવા મળતી હતી. વડનગર તાલુકાના મિરજાપુર, પીપળદર, કલ્યાણપુરા, ઉંઢાઈ, રાજપુર નવાપુરા, ચાંપા, સરણા, ખાનપુર, કરશનપુરા, ઉંડણી , ગણેશપુરાના ગામ ચોકમાં જાહેર સભાઓ યોજાઈ હતી. જેમા ઠેર ઠેર ઢોલ નગારા સાથે ભરતસિંહ ડાભીનુ ભવ્ય સ્વાગત કરાયુ હતુ.
ખેરાલ શહેરના દેસાઈવાડા ચોરામાં યોજાયેલ ચુંટણી સભામા પાટણ લોકસભાના ઉમેદવાર ભરતસિંહ ડાભી, ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી, વિધાનસભાના સંયોજક હેમન્તભાઈ શુકલ, જિલ્લા ભાજપના ઉપપ્રમુખ ભીખાલાલ ચાચરીયા, ખેરાલુ તાલુકાના ચુંટણી પ્રવાસ પ્રભારી દિનેશભાઈ ચૌધરી (હિરવાણી), ખેરાલુ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ દિલીપસિંહ રાણા, તથા બાબુજી ઠાકોર, શહેર ભાજપ પ્રમુખ વી.ડી.દેસાઈ, મહામંત્રી રાજુભાઈ સથવારા તથા ચેતનજી ઠાકોર ભાજપ અગ્રણી પવનભાઈ દેસાઈનુ દેસાઈવાડાના અગ્રણીઓ દ્વારા સાફા, શાલ અને ભાજપના ખેસથી સ્વાગત કરવામા આવ્યુ હતુ.
ભરતસિંહ ડાભી વડનગર તાલુકાનો ચુંટણી પ્રવાસ પુર્ણ કરી ખેરાલુમાં પ્રવશ્યા ત્યારે મહારૂદ્વાણી મહાનંદા મારૂન્ડા માતાના આશિર્વાદ મેળવી ખેરાલુમાં પ્રવેશ્યા હતા. ત્યારબાદ ખેતીવાડી બેંક ખેરાલુ શાખાના વાઈસ ચેરમેન મહેન્દ્રભાઈ દેસાઈના ઘરે ભરતસિંહ સરદારભાઈ ચૌધરી સહીત પ૦ ઉપરાંત આગેવાનોનુ શાલ ઓઢાડી સન્માન કરાયુ હતુ. દેસાઈવાડા ચોરામાં આગેવાનો સન્માન કરવા ઉમટી પડયા હતા. જાહેરસભા પુર્ણ થયા પછી રામજીમંદિર ચોક પહેલા શહેર ભાજપના પૂર્વ પ્રમુખ રસીકભાઈ કડીયાના ઘરે ભરતસિંહ ડાભી અને સરદારભાઈ ચૌધરી સહીત આગેવાનોનુ શાલ ઓઢાડી સ્વાગત કરાયુ હતુ. રામજીમંદિર ચોકમાં બારોટ, સોની, ભાવસાર, સથવારા, લિમ્બાચીયા, દરજી, બ્રાહ્મણ સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરાયુ હતુ.
ચુંટણી સભાની શરુઆત વિધાનસભાના સંયોજક હેમન્તભાઈ શુકલએ જણાવ્યુ હતુ કે આપણા વિસ્તારના ત્રણ ટર્મ ધારાસભ્ય અને એક ટર્મ પાટણ સાંસદ તરીકે હાલ પણ આગામી પાંચ વર્ષ સુધી સાંસદ તરીકે સેવા કરવાના છે. એવા ભરતસિંહ ડાભી, આપણા વિસ્તારનો ઝડપથી વિકાસ થાય તેની ચિંતા કરે છે. અગ્રેસીવ અને જોશીલા ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીની હાજરી માટે સ્વાગત કર્યુ હતુ. ભારતના તમામ લોકોને દેશમાં શુ રિઝલ્ટ છે તેની ખબર છે. જે ઈતિહાસમાં પહેલીવાર બની રહ્યુ છે. અબકી બાર ૪૦૦ પાર સૌ જાણે છે ગુજરાતમા ર૬ સીટો જીતાશે તેની તમામ લોકોને ખાત્રી છે. આ વખતે પહેલી યાદીમાં નરેન્દ્રભાઈ મોદી, અમિતભાઈ શાહ, તથા ત્રીજા ક્રમે ભરતસિંહ ડાભીનુ નામ હતુ. ગત વખતે મોટી લીડ આપી હતી. આ વખતે એનાથી પણ મોટી લીડ આપવાની છે. ભાજપ દ્વારા ૧૯પર થી બે ગેરંટી આપી હતી. જેમા ૩૭૦ની કલમ અને અયોધ્યામા રામમંદિર બનાવવુ જે પુરી થઈ છે. ખેરાલુમા ૯૦થી ૯પ ટકા મત ભરતસિંહ ડાભીને મળશે. ખેરાલુમાં ૧૦-૪-ર૦ર૪ થી સી.સી.ટીવી કેમેરા નંખાશે. ભરતસિંહ ડાભીને વધુ લીડ આપીએ તો કેન્દ્રમા મિનિસ્ટર બનશે. ૧૬-૪-ર૦ર૪ ના રોજ પાટણ ભરતસિંહનુ ફોર્મ ભરાશે જેમા હાજર રહેવા આમંત્રણ આપ્યુ હતુ.
ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીએ જણાવ્યુ હતુ કે ભરતસિંહની બીજી વખત પસંદગી કરાઈ છે. આપણે નસીબદાર છીએ વડાપ્રધાનની એલ.સી.મા તાલુકો ખેરાલુ લખાયુ છે. ર૦૧૪ અને ર૦૧૯મા ર૬ સીટો જીતાડયા છે. જ્યાં જઈએ ત્યાં નારો છે અબ કી બાર ૪૦૦ પાર, ગત ચુંટણી જગદીશભાઈ ઠાકોર કોંગ્રેસના ઉમેદવાર હતા છતા બે લાખની લીડથી જીત્યા છીએ. ખેરાલુ વિધાનસભામા ચુંટણી પ્રવાસ પુર્ણ થયો. તાલુકા કોંગ્રેસ પ્રમુખ વીનુભાઈ ચૌધરી ભાજપમા જોડાયા, વડનગરમા શંકરજી ઠાકોર સામે ચુંટણી લડનાર હજુરજી ઠાકોરના દિકરા દિનેશજી ઠાકોર આપ માંથી ચુંટણી લડયા હતા તે ભાજપમા જોડાયા છે. સતલાસણામા જોરાવરસિંહનો દિકરો જીતેન્દ્રસિંહ પરમાર પણ ભાજપમાં જોડાયા છે. કોંગ્રેસના બુથમા બેસવા કોઈ કાર્યકર બચ્યો નથી. ખેરાલુમા હજુ ઘણો વિકાસ કરવાનો બાકી છે. રેલ્વે આબુ રોડ પહોચશે, ધરોઈમાં પ્રવાસન ધામ બનશે. જેમા વિશ્વના પ્રવાસીઓ આવશે. સિંચાઈની સમસ્યા પૂર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોર અને હાલના કાર્યકાળમાં હલ થઈ છે. સિવિલનુ કામ શરુ થયુ છે. ખેરાલુથી વાવ-ધરોઈ ૧પ૧ કરોડનો નેશનલ હાઈવે બનશે. મહેસાણા, વિસનગર, વડનગર, વે-વેઈટ વલાસણા ઈડરનો ૭૦૦ કરોડ ખર્ચ નેશનલ હાઈવે બનશે. ખેરાલુમા સી.સી.ટીવી કેમેરા સાથે અદ્યતન લાઈબ્રેરી બનશે. ટાઉનહોલ અને સ્પોર્ટ સંકુલ બનવા માંગણી કરી છે. ખેરાલુનો વિકાસ પણ થશે. ખેરાલુ શહેરમાં અસામાજીક તત્વોથી ગભરાવવાનુ નથી. ખેરાલુમા હજારો કરોડની ઈન્ડસ્ટ્રીઝ આવે તેની માંગણી કરાશે. આ વખતે પાંચ લાખની વધુ લીડ આપવાની છે.
પાટણ-સાંસદ ભરતસિંહ ડાભીએ જણાવ્યુ હતુ કે ગુજરાતમા છેલ્લા ર૭ વર્ષથી ભાજપનુ સાશન છે. દેશમાં ૧૦ વર્ષથી સાશન કરી હેટ્રીક સાથે વડાપ્રધાન બનવાના છે. ગુજરાતને ભારતમા કોઈ ઓળખતુ નહોતુ અને ભારતને દુનિયામા કોઈ ઓળખતુ નહોતુ નરેન્દ્રભાઈએ સુશાસનની શરુઆત કરી ગુજરાતને ભારતમાં નંબર વન અને ભારતને દુનિયામો સન્માનજનક સ્થિતિમાં લાવ્યા છે. આત્મનિર્ભર ભારત, સ્ટાર્ટઅપ ઈન્ડીયા, આખા દેશમાં ઉદ્યોગો વિકસ્યા છે. દુનિયાની અર્થવ્યવસ્થામા ભારતનું ૧૧મુ સ્થાન હતુ જે હાલ નરેન્દ્રભાઈ પાંચમા સ્થાને લાવ્યા. કોંગ્રેસના સાશનમાં રસ્તાની એક લાઈન હતી ભાજપે ટુ લાઈન કરી તે પછી ફોર અને સિક્સ લેન રસ્તા આખા દેશમાં બનાવ્યા છે. વડાપ્રધાને ૬૦૦૦ કરોડની સુજલામ કેનાલ બનાવી, હાલમાં ૧પ૬ સીટો સાથે સત્તા લોકેએ આપી છે. સિંચાઈ વિભાગે સુજલામ સુફલામ પાઈપ લાઈનથી ઉત્તર ગુજરાતના તળાવો ભરવા ત્રણ હજાર કરોડ ફાળવ્યા છે. ભાજપે લોક કલ્યાણના કામોનુ આંદોલન ચલાવ્યુ છે. ૧૮૦૦૦ ગામોમાં ર૪ કલાક વિજળી પુરી પાડી છે. જ્યોતિગ્રામ યોજના, ગરીબ કલ્યાણ યોજના, આયુષ્યમાન કાર્ડ, ઉજ્જવલ્લા યોજના, ૧૦૮ એમ્બ્યુલન્સ , દ્વારા છેવાડાના માનવીની સેવા કરી છે. ભારતમાં વિકસીત સંકલ્પ યાત્રા દ્વારા ૧૭ યોજનાનો અમલ, વિશ્વકર્મા યોજના ચાલુ છે. બીજી વખત સાંસદ તરીકે પસંદગી કરી છે. કમળમાં ૮૦થી ૯૦% મતદાન કરો ભાજપે સતત પાંચમી ટીકીટ આપી છે. ચાલુ લોકસભામા પાટણ સીટ પાંચથી સાત લાખ મતે જીતાશે. કારણ કે કાર્યકરો અને પ્રજામાં અનેરો ઉત્સાહ છે. ઢોલ નગારા સાથે તલવાર, સાફા પહેરાવી બગી ઘોડા ઉપર બેસાડી સન્માન કરાય છે. ત્રણ જિલ્લા મહેસાણા, બનાસકાંઠા, અને પાટણની આ લોકસભા સીટ છે. સરપંચથી શરૂઆત કરી તાલુકા પંચાયત પ્રમુખ, જિલ્લા પંચાયત સદસ્ય, ત્રણ વખત ધારાસભ્ય અને સાંસદ અને ફરીથી સાંસદની તક આપી છે. આપણા વિસ્તારમાં સામાજીક બદલાવ આવે તેવી સામાજીક, રાજકીય અને શૈક્ષણિકની અનેક પ્રવૃત્તિઓ કરી છે. આ લોકસભા નરેન્દ્રભાઈ માટેની ચુંટણી છે. જે કોઈને પ્રશ્નો રોજગારીકે કામના હોય તેમાર્ં સુધી કાર્યકરો અને પ્રજા સાથે છુ. ૭૦ વર્ષે પણ થાક જેવુ મારી ડિકસનેરીમાં નથી ૧ વાગે સુઈ જઈ સવારે પાંચ વાગે ઉઠુ છુ. ઈશ્વરીય શક્તિ સાથે છે. જેથી પાંચ લાખ મતે જીતાશે. ત્રણ જિલ્લા ર૦ લાખ મતદારો ૧૧૦૦ ગામડા છે. ફરીથી મળુ કે ન મળુ તમે કામ લઈને ગાંધીનગર કે દિલ્હી પધારો ત્યારે કામ ન કરુ તો ચોક્કસ કહેજો. જીવનમાં પાંચ વર્ષ એક જ શોખ છે. એક જ વાતનો ગુલામ છુ. કામ કરવાની વાતનો ગુલામ છુ. ૭ મેના દિવસે મને એમ.પી.બનાવો હું વડાપ્રધાન નરેન્દ્રભાઈ તમને આપીશ.